Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જુગાર રમતા 11 શખ્સો રંગેહાથ ઝડપાયા:કલોલના ખોરજ-ડાભી ગામમાં મકાન પર એલસીબી ત્રાટકી, 99 હજારનો મુદ્દામાલ જપ્ત

    4 दिन पहले

    કલોલ તાલુકાના ખોરજ ડાભી ગામમાં એક રહેણાંક મકાનની અંદર મોટા પાયે ચાલી રહેલા જુગારધામ પર ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રાટકીને તીન પત્તીનો જુગાર રમી અને રમાડતા 11 ઇસમોને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ દરોડા દરમિયાન સ્થળ પરથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને જુગાર સાહિત્ય સહિત કુલ રૂપિયા 99,500નો મુદ્દામાલ જપ્ત કરી કલોલ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. એલસીબીનો ખોરજ-ડાભી ગામના જુગાર અડ્ડા પર દરોડો ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ માસ પૂર્વે જ અસામાજિક પ્રવૃત્તિઓ આચરતા તત્વોને ઝડપી લેવા લોકલ ક્રાઈમ બ્રાન્ચ એક્ટિવ થઈ છે. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખોરજ ડાભી ગામમાં એક મકાનમાં જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ બાતમી પીઆઇ ડી.બી. વાળાની ટીમને મળી હતી. આ બાતમીના આધારે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને બાતમીવાળા સ્થળે પહોંચીને ગીરીશસિંહ રામાજી ડાભીના મકાનમાં ઓચિંતો દરોડો પાડતા જ ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહેલા 11 શખ્સો ફફડી ઉઠ્યા હતા. જુગાર રમતા 11 શખ્સો રંગેહાથ ઝડપાયા જેઓની પુછતાછ કરતા તેમણે પોતાના નામ ખોરજ ડાભી ગામના ગિરીશસિંહ રામાજી ડાભી, રાજીવસિંહ દોલતસિંહ ડાભી અને મહેસાણાના વડસ્મા ગામના પ્રધ્યુમનસિંહ ભરતકુમાર ચાવડા, વિષ્ણુદાન વજેસંગ ગઢવી, પ્રદિપસિંહ ભુપતસિંહ ચાવડા, સતિષદાન ભગવતસિંહ ગઢવી, સ્વરૂપસિંહ ભરતસિંહ ચાવડા, અજયસિંહ જગદિશસિંહ ચાવડા,નારદીપુર ગામના ભરતજી ચંદુજી ઠાકોર, માણસાના પરબતપુરા ગામના કનુભાઇ શકરાભાઇ રાવળ અને અમદાવાદ શાહીબાગ વિસ્તારના મયુર લક્ષ્મણજી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. 99 હજારનો મુદ્દામાલ જપ્ત, ગુનો દાખલ બાદમાં પોલીસે દાવ પરથી તેમજ પકડાયેલા ઇસમોની અંગઝડતીમાંથી કુલ રૂપિયા 27,500ની રોકડ રકમ જુગારના અખાડામાંથી અલગ-અલગ કંપનીના 72 હજારની કિંમતના કુલ 9 નંગ મોબાઈલ ફોન અને ગંજીપાના મળીને કુલ રૂ.99,500નો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ આગેવાનોએ સતાપર મોમાઈ મંદિરે દર્શન કર્યા:જામનગર જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદ ભંડેરી સહિતના આગેવાનોએ આશીર્વાદ લીધા
    Next Article
    દેવધા ટાઈડલ ડેમના 20 દરવાજા ખોલાયા:અંબિકા નદીના જળસ્તર વધતાં 16 ગામોને એલર્ટ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment