Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દમણ લઈ ગયો હતો, હોટલમાં વારંવાર દુષ્કર્મ આચર્યું

    10 hours ago

    અમદાવાદના મણિનગર પોલીસ મથકે વર્ષ 2024 માં 22 વર્ષીય આરોપી અર્જુન સોલંકી સામે IPC અને પોક્સો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એચ.એન. દેસાઈએ સરકારી વકીલ દિલીપસિંહ.એમ. ઠાકોરની દલીલો, સાક્ષીઓ અને પુરાવાઓ ધ્યાને રાખીને આરોપીને 20 વર્ષ કેદી સજા ફટકારી છે. સગીરાને લગ્નની લાલચ આપી દમણ લઈ ગયો કેસની વિગતે જોતા પીડિતા 14 વર્ષ અને 11 મહિનાની સગીરા છે. જેને લગ્નની લાલચ આપીને આરોપી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી જઈને દમણની હોટલમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારી આ પહેલા પણ આરોપી સગીરાને ભગાડી ગયો હતો. પરંતુ સમાજમાં સમાધાન થતાં ફરિયાદીએ તે સમયે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. આરોપીને 20 વર્ષની કેદ કરવા ઉપરાંત કોર્ટે સગીરાને 04 લાખ રૂપિયા વળતર ચૂકવવા માટે પણ ઓથોરિટીને હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં સ્વાગત કાર્યક્રમ યોજાયો:અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવા આદેશ
    Next Article
    દ્વારકામાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી:11 ખાદ્ય પેઢીઓની તપાસ, 21 કિલો અયોગ્ય તેલ અને વાસી ખાદ્ય સામગ્રીનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment