Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નર્મદા ડેમ છલકાવાની નજીક, પૂર્ણ સપાટીથી માત્ર 20 સેન્ટિમીટર દૂર:138.48 મીટરે પહોંચી જળસપાટી, 43911 ક્યુસેક પાણીની આવક; તંત્ર એલર્ટ મોડ પર

    7 hours ago

    ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હવે છલકાવાની અત્યંત નજીક પહોંચી ગયો છે. 23 સપ્ટેમ્બર 2026ના રોજ રાત્રે 9 વાગ્યે ડેમની જળસપાટી 138.48 મીટર નોંધાઈ હતી. ડેમની મહત્તમ પૂર્ણ સપાટી 138.68 મીટર હોવાથી હવે માત્ર 20 સેન્ટિમીટરનું અંતર બાકી રહ્યું છે. ડેમમાં 43,911 ક્યુસેક પાણીની આવક નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી હાલ 43,911 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે છેલ્લા ત્રણ કલાકની સરેરાશ આવક 40,974 ક્યુસેક નોંધાઈ છે. ડેમના જળાશયમાં હાલ 5,695.59 MCM લાઈવ સ્ટોરેજ ઉપલબ્ધ છે. પાણીની સતત આવકને પગલે ડેમની જળસપાટી પૂર્ણ સપાટીની વધુ નજીક પહોંચી રહી છે. પાવર હાઉસમાંથી 43,385 ક્યુસેક પાણીની જાવક ડેમમાં પાણીની આવક વધતા રિવર બેડ પાવર હાઉસ (RBPH)માંથી હાલ 34,537 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસ (CHPH)માંથી 8,848 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. જોકે ડેમના ગેટમાંથી હાલ કોઈ પાણી છોડવામાં આવતું નથી. આમ, ડેમમાંથી કુલ 43,385 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. જળસપાટી પર તંત્રની સતત નજર ડેમની જળસપાટી મહત્તમ પૂર્ણ સપાટીની નજીક પહોંચી હોવાથી જળસંપત્તિ વિભાગ અને સંબંધિત તંત્ર દ્વારા ડેમમાં થતી પાણીની આવક-જાવક તેમજ જળસપાટી પર સતત નજર રાખવામાં આવી રહી છે. પાણીની સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થાઓ અંગે પણ તંત્ર સતર્ક છે. ખેડૂતોમાં આશા, તંત્ર સંપૂર્ણ એલર્ટ નર્મદા ડેમ પૂર્ણ સપાટીની નજીક પહોંચતા ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જળાશયમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થતાં સિંચાઈ તેમજ પીવાના પાણીની દૃષ્ટિએ આગામી સમય માટે રાહતની આશા ઉભી થઈ છે. બીજી તરફ, ડેમની સપાટી મહત્તમ મર્યાદાની નજીક હોવાથી તંત્ર પણ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે.
    Click here to Read More
    Previous Article
    દારૂના ગોરવા અને લક્ષ્મીપુરામાં નેટવર્ક પર SMCનો સપાટો:16 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, એક શખ્સની ધરપકડ, બુટલેગર સહિત 10 આરોપી વોન્ટેડ
    Next Article
    સપ્ટેમ્બર માસમાં સૌપ્રથમ વખત તાપમાનનો પારો 36.8 ડિગ્રી પહોંચ્યો:વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ભાવનગરમાં ગરમીનો પારો ઉંચકાયો, તાપમાનનો પારો 36.8 ડિગ્રીએ પહોંચતા લોકો અકળાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment