Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂના ગોરવા અને લક્ષ્મીપુરામાં નેટવર્ક પર SMCનો સપાટો:16 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો, એક શખ્સની ધરપકડ, બુટલેગર સહિત 10 આરોપી વોન્ટેડ

    12 hours ago

    વડોદરા શહેરમાં ગણેશ વિસર્જન પૂર્વે દારૂની ગેરકાયદે હેરાફેરી સામે સ્ટેટ મોનીટરીંગ સેલે બે સ્થળે દરોડા પાડી મોટી કાર્યવાહી કરી છે. ગોરવા-લક્ષ્મીપુરા રોડ અને લક્ષ્મીપુરા-સમતા વિસ્તારમાં કરાયેલી અલગ-અલગ કાર્યવાહીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરની 2786 બોટલ, કાર સહિત રૂ.27.43 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બંને કાર્યવાહીમાં કુલ 11 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે 10 આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. 2380 બોટલ દારૂ અને વાહનો મળી રૂ. 22.35 લાખનો મુદ્દામાલ જપ્ત સ્ટેટ મોનીટરીંગ સેલને ગુજરાતમાં ચાલતી ગેરકાયદેસર દારૂ-જુગારની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરવાની સૂચના મળતાં ટીમો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. SMCના PI બી.એચ. રાઠોડની ટીમે ગોરવા લક્ષ્મીપુરા રોડ પર નિત્યાનંદ સોસાયટીમાં દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરની આશરે 2380 બોટલ, રૂ.11.35 લાખનો દારૂ તથા ત્રણ વાહનો મળી રૂ.22.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં રોહિત કઠેરીયા સહિત દારૂ ભરેલા ત્રણ વાહનોના માલિકો અને દારૂનો જથ્થો મોકલનાર મળી પાંચ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. લક્ષ્મીપુરા અને સમતામાં રેડ, એક આરોપીની ધરપકડ બીજી તરફ PI એમ.કે. માલવિયાની ટીમે લક્ષ્મીપુરામાં દ્વારકાધીશ પાન એન્ડ કોલ્ડ્રિંક્સ પાસે તથા સમતાની વ્રજભૂમિ સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. અહીંથી આશરે 406 બોટલ, રૂ.4.68 લાખનો દારૂ, એક વાહન, બે મોબાઇલ અને રોકડ મળી રૂ.5.07 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. પોલીસે જીતેન્દ્ર કલેશ્વર પટેલને ઝડપી લીધો છે, જ્યારે રોહિત કઠેરીયા, સાગર રબારી, લલીત, રાજ કઠેરીયા અને દારૂનો જથ્થો મોકલનાર મળી પાંચને વોન્ટેડ જાહેર કરાયા છે. ગોરવા અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલો મુદ્દામાલ સોંપવામાં આવ્યો છે. વાહન અને ફોન સહિત રૂ. 17.15 લાખનો મુદ્દામાલ સીઝ વડોદરા શહેરમાં ગેરકાયદેસર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે કપુરાઈ પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડી રૂ. 8.60 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL)નો જથ્થો ઝડપી પાડ્યો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન દારૂ ઉપરાંત વાહન, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 17.15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બે બુટલેગરો રંગેહાથ ઝડપાયા રેડ દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ: વોન્ટેડ આરોપીઓ:
    Click here to Read More
    Previous Article
    370 Biryani Controversy: Pranit More की Clip पर Male Comedians गायब? | Kusha Kapila | Social List
    Next Article
    નર્મદા ડેમ છલકાવાની નજીક, પૂર્ણ સપાટીથી માત્ર 20 સેન્ટિમીટર દૂર:138.48 મીટરે પહોંચી જળસપાટી, 43911 ક્યુસેક પાણીની આવક; તંત્ર એલર્ટ મોડ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment