Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સપ્ટેમ્બર માસમાં સૌપ્રથમ વખત તાપમાનનો પારો 36.8 ડિગ્રી પહોંચ્યો:વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ભાવનગરમાં ગરમીનો પારો ઉંચકાયો, તાપમાનનો પારો 36.8 ડિગ્રીએ પહોંચતા લોકો અકળાયા

    11 hours ago

    ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વધુ સમયથી વરસાદે વિરામ લીધો છે ત્યારે એક બાજુ સતત ગરમી નો પારો વધી રહ્યો છે, શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને ગરમીના પારામાં સતત વધારો નોંધાયો છે જેમાં પાંચ દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન 33.2 ડિગ્રીથી વધીને 36.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં નાગરિકો અસહ્ય ઉકળાટ અને બફારાનો અનુભવ કરી રહ્યા છે. શહેરમાં દિવસભર આકાશમાં ઘનઘોર વાદળો ઘેરાયેલા રહે છે, પરંતુ અપેક્ષા મુજબનો વરસાદ ન વરસતાં ગરમી અને બફારાનું પ્રમાણ વધ્યું છે. ગરમીનો પારો ફરી એકવાર ઊંચકાઈને સપ્ટેમ્બરમાં સૌ પ્રથમ વખત પારો 36.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં થઈ રહેલા વધારા-ઘટાડાના કારણે પ્રજાજનો ગરમીથી ભારે અકળામણ અનુભવી રહ્યા છે. છેલ્લા પાંચ દિવસનું તાપમાનનો પારો આમ, છેલ્લા પાંચ દિવસના આંકડા દર્શાવે છે કે 19 સપ્ટેમ્બરથી લઈને 23 સપ્ટેમ્બર સુધીમાં મહત્તમ તાપમાનમાં સતત વધારો નોંધાયો છે, જેના કારણે જિલ્લાભરમાં બફારા અને ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા ડેમ છલકાવાની નજીક, પૂર્ણ સપાટીથી માત્ર 20 સેન્ટિમીટર દૂર:138.48 મીટરે પહોંચી જળસપાટી, 43911 ક્યુસેક પાણીની આવક; તંત્ર એલર્ટ મોડ પર
    Next Article
    માગરોળના સાંબડ ગામે SMCના દરોડામાં મોટું જુગારધામ ઝડપાયું.:જૂનાગઢ પોલીસ બ્રાન્ચો, સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સાંબડ ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો , ₹8 લાખથી વધુના મુદ્દામાલ સાથે 10 જુગારીઓ ઝડપાયા,મુખ્ય આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment