Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતના 20 વીઘા ખેતરમાં 100 ઢોર ઘુસાડી પાક બરબાદ કરાયો:મેવાસામાં સુરતના ખેડૂત પુત્રો અને પાટીદાર સેવા સંઘ મેદાને, વલ્લભીપુર PI સમક્ષ કડક કાર્યવાહીની માંગ

    19 घंटे पहले

    ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના મેવાસા ગામે 75 વર્ષીય વૃદ્ધ ખેડૂતના 20 વીઘા ખેતરમાં અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે ગેટ તોડીને 100 જેટલા ઢોર ઘુસાડી દેતાં જુવારનો સમગ્ર ઊભો પાક પાયમાલ થઈ ગયો છે. આ ગંભીર ઘટનાના પગલે સમગ્ર પંથકના ધરતીપુત્રોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતોના પાકને સતત થઈ રહેલા નુકસાનના વિરોધમાં મેવાસા ગામે સુરત સ્થિત ખેડૂત પુત્રો, સ્થાનિક ખેડૂતો અને પાટીદાર સેવા સંઘની સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠક બાદ અગ્રણીઓએ વલ્લભીપુર પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિત રજૂઆત કરી છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી આવી 7થી 8 ઘટનાઓ અંગે કડક દંડાત્મક પગલાં લેવાની માંગ કરી છે. 20 વીઘામાં વાવેલો જુવારનો પાક નષ્ટ મેવાસા ગામની 'ચારણેસર' સીમમાં ખેતીકામ કરતા 75 વર્ષીય વાલજીભાઈ ભગવાનભાઈ મોરડીયાના ખેતરમાં 23 ઓગસ્ટના સવારે 10:00 વાગ્યાથી 25 ઓગસ્ટના સવારે 9:00 વાગ્યા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે પોતાના પશુઓ ચરાવવા માટે ઘુસાડી દીધા હતા. ખેતરમાં ઘૂસેલા 100 જેટલા ઢોરોએ વાવેલા જુવારના તૈયાર પાકનું મોટા પાયે ભેલાણ કરી સંપૂર્ણ નાશ કર્યો હતો, જેના કારણે વૃદ્ધ ખેડૂતને અંદાજે 30,000 રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. આ મામલે ખેડૂતની ફરિયાદના આધારે વલ્લભીપુર પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 324(4) તેમજ ગુજરાત પંચાયત એક્ટની કલમ 183 અને 184 હેઠળ ગુનો નોંધી કાયદેસર તપાસ શરૂ કરી છે. પાટીદાર સેવા સંઘ અને સુરતના ખેડૂત પુત્રોની બેઠક આ બનાવ અંગે પાટીદાર સમાજના અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે મેવાસા ગામમાં વયોવૃદ્ધ ખેડૂતના ખેતરનો ગેટ તોડીને રાત્રિના સમયે ઢોર ઘુસાડી આખો પાક બરબાદ કરવામાં આવ્યો છે. આ અન્યાય સામે સુરતના ખેડૂત પુત્રો અને પાટીદાર સેવા સંઘ દ્વારા ગ્રામજનો સાથે વિશેષ બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે સમાજના નાનામાં નાના ખેડૂતને પણ જો આવું નુકસાન થાય તો તરત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી જોઈએ. નજીકના દિવસોમાં તાર ફેન્સિંગ અને ગેટ તોડી પાક બગાડવાની 7 થી 8 ઘટનાઓ બની હોવાથી વલ્લભીપુર PI સમક્ષ રજૂઆત કરી જવાબદારો સામે દાખલારૂપ દંડાત્મક પગલાં ભરવા ભારપૂર્વક અપીલ કરાઈ છે. જિલ્લા પોલીસ વડા સમક્ષ ઘોડેસવાર પેટ્રોલિંગ મૂકવા રજૂઆત કરાશે અગ્રણીઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને સુરક્ષા અને હૂંફ આપવા તેમજ વૃદ્ધ ખેડૂતોની મહેનતને લૂંટાતી બચાવવા માટે આ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ ડામવી અત્યંત જરૂરી છે. સમગ્ર મામલે ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) ને પણ રૂબરૂ રજૂઆત કરવામાં આવશે. વારંવાર ખેતરોમાં ઢોર ઘુસાડી પાક નુકસાન કરતા તત્વો પર કડક નજર રાખવા માટે સીમ વિસ્તારોમાં ખાસ ઘોડેસવાર પોલીસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં નાસીરનગર ડિમોલિશન મામલે હોબાળો:હાઇકોર્ટની બાંહેધરીથી વિપરીત ડ્રો યોજાતાં વકીલ-અસરગ્રસ્તોનો વિરોધ, 31 તારીખે હાઇકોર્ટમાં સુનાવણી
    Next Article
    સુરત ગુરુકુલ ખાતે વીર સૈનિકોની ઉપસ્થિતિમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી:વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વિશાળ રાખડી અને મીઠાઈ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment