Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ગુરુકુલ ખાતે વીર સૈનિકોની ઉપસ્થિતિમાં રક્ષાબંધનની ભવ્ય ઉજવણી:વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વિશાળ રાખડી અને મીઠાઈ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી

    15 hours ago

    શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, વેડ રોડ, સુરત ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિના ભાવ સાથે જોડીને યોજવામાં આવી હતી. આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં 1971ના યુદ્ધના નિવૃત્ત સૈનિક ભીખુભાઈ લિમચિયા તથા 1999ના કારગિલ યુદ્ધના વીર જવાન હરેનકુમાર ગાંધી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુકુલ પરિવાર દ્વારા બંને વીર જવાનોનું ભાવભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ વિશાળ રાખડી અને મીઠાઈ અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી વિદ્યાર્થીઓ દ્વારા પેન, પેપર અને સૂત્ર જેવા વેસ્ટમાંથી બનાવેલી વિશાળ રાખડી બંને વીર જવાનોને અર્પણ કરવામાં આવી હતી. સંતો, આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓએ દેશની રક્ષા કરનારા જવાનોને રાખડી બાંધી હતી. ઉપરાંત, ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓએ સરહદ પર ફરજ બજાવતા સૈનિકો માટે પ્રેમ અને સ્નેહની લાગણી વ્યક્ત કરતાં રાખડી તથા મીઠાઈ અર્પણ કરી હતી. વીર જવાન હરેનકુમાર ગાંધીએ યુવાનોને સેનામાં જોડાવા અને દેશસેવા કરવા આહ્વાન કર્યું કારગિલ યુદ્ધના વીર જવાન શ્રી હરેનકુમાર ગાંધીએ યુવાનોને સંદેશ આપતાં જણાવ્યું કે "દેશે આપણને શું આપ્યું? એ વિચારવા કરતાં આપણે દેશને શું આપ્યું? એ વિચારવું જોઈએ." તેમણે યુવાનોને "Why Me?" નહીં પણ "Try Me!" ની ભાવના સાથે આગળ વધવા અને સેનામાં જોડાવા હાકલ કરી હતી. બંને સૈનિકોએ પોતાના યુદ્ધના રોમાંચક અનુભવો વહેંચી વિદ્યાર્થીઓને ત્યાગ, બલિદાન અને શિસ્તની પ્રેરણા આપી હતી. પ્રભુ સ્વામીનો રાષ્ટ્રપ્રેમનો સંદેશ અને ગુરુકુલ પરિવારની ઉપસ્થિતિ કાર્યક્રમ દરમિયાન પ્રભુ સ્વામીએ વિદ્યાર્થીઓને સ્વાર્થવૃત્તિનો ત્યાગ કરી દેશ પ્રત્યે સમર્પણ અને રાષ્ટ્રપ્રેમની ભાવના કેળવવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ગુરુકુલના પ પૂજ્ય સંતો પૂજ્ય પ્રભુચરણદાસજી સ્વામી, શ્વેતવૈકુંઠદાસજી સ્વામી, ભક્તિતનય સ્વામી, નિર્મલ સ્વામી, સ્મરણ સ્વામી, શુકમુનિ સ્વામી, નીલકંઠ સ્વામી તેમજ આચાર્યશ્રી ઠેસિયા સાહેબ અને સલિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતના 20 વીઘા ખેતરમાં 100 ઢોર ઘુસાડી પાક બરબાદ કરાયો:મેવાસામાં સુરતના ખેડૂત પુત્રો અને પાટીદાર સેવા સંઘ મેદાને, વલ્લભીપુર PI સમક્ષ કડક કાર્યવાહીની માંગ
    Next Article
    "Like The Lord Of The Rings": Exhibitors Praise Ramayana's VFX After Watching 15-Minute Preview

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment