Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘20 દિવસથી ઘરોમાં આવે છે કાળું મેશ પાણી...’:દૂષિત પાણીથી રોગચાળાનો હાઉ, ઉકેલ નહીં આવે તો મનપાએ ધરણાંની ચીમકી; 100 સેમ્પલ અનફિટ હોવાનો અધિકારીનો ચોંકાવનારો ખુલાસો

    1 week ago

    જૂનાગઢ મહાનગરપાલિકાના અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારની ગંધ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની લાઈનોમાં ગટરનું ગંદુ પાણી ભળી રહ્યું હોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. મહાનગરપાલિકાના સત્તાધીશો હજુ પણ કુંભકર્ણની નિદ્રામાં પોઢી રહ્યા છે, જ્યારે સામાન્ય જનતા નરકાગાર જેવી સ્થિતિમાં જીવવા અને પ્રદૂષિત પાણીને લઈ ત્રાહિમામ પોકારી ગઈ છે. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર દેખાડો કરવા તપાસનું નાટક કરાયું હતું, પરંતુ આજે પણ ગ્રાઉન્ડ લેવલ પર સ્થિતિ એટલી ખરાબ છે કે પાણી પીવા લાયક તો દૂર, રોજિંદા વપરાશ કરવા લાયક પણ રહ્યું નથી. પીવાના ચોખ્ખા પાણી માટે વયોવૃદ્ધો ડંકીઓ પર જવા મજબૂર શહેરના પ્રભાવિત વિસ્તારોની સ્થિતિ અત્યંત દયનીય બની ચૂકી છે. મહાનગરપાલિકાની ઘોર નિષ્ફળતાના કારણે આ વિસ્તારના વયોવૃદ્ધ સિનિયર સિટીઝનોને આ ઉંમરે પણ પીવાનું ચોખ્ખું પાણી મેળવવા માટે આસપાસની ડંકીઓ પર જઈને જાતે જ ભારેખમ ડોલો ભરી લાવવી પડી રહી છે. બીજી તરફ, તંત્રની વહીવટી અણઆવડત એટલી હદે ખુલ્લી પડી ગઈ છે કે સત્તાધીશો પાસે ક્યાં કયો વાલ્વ આવેલો છે કે કઈ લાઇન ક્યાં જઈ રહી છે તેની પ્રાથમિક માહિતી આપવા જેટલો પણ જાણકાર સ્ટાફ ગ્રાઉન્ડ પર હાજર નથી. ઉચ્ચ અધિકારીઓ માત્ર એરકન્ડિશન્ડ કેબિનોમાં બેસીને કાગળ પર આંકડાબાજી રજૂ કરે છે અને જનતા ભયંકર રોગચાળા તરફ ધકેલાઈ રહી છે. ‘આખું પાણી કાળું મેશ જેવું આવે છે, ઉકેલ નહીં આવે તો ધરણાં કરીશું’ સ્થાનિક રહીશ બ્રિજેશ બગાડાયે પોતાની વેદના ઠાલવતા જણાવ્યું હતું કે, “છેલ્લા ૨૦ દિવસથી સ્થાનિકોના ઘરોમાં આવતા પાણીમાં અતિશય દુર્ગંધ આવી રહી છે અને આખું પાણી કાળું મેશ જેવું આવે છે. આ ગંદા પાણીના લીધે ઘરના ભૂગર્ભ ટાંકામાંથી એટલી બધી અસહ્ય વાસ આવે છે કે ઘરમાં રહેવું પણ અઘરું પડી ગયું છે. જો સમગ્ર વિસ્તારમાં કોઈ મોટી મહામારી ફાટી નીકળશે તો તેની જવાબદારી કોની રહેશે?” તેમણે વધુમાં ઉમેર્યું કે આ બાબતે સ્થાનિક કોર્પોરેટરને લેખિત અને મૌખિક રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી નીચોડ આવ્યો નથી. જો હવે વહેલી તકે આ સમસ્યાનો કોઈ ઉકેલ નહીં આવે તો અમારે નગરપાલિકા કચેરી સામે ધરણાં પર બેસવું પડશે, એના સિવાય અમારી પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નથી. મનપાના આરોગ્ય અધિકારીનો ચોંકાવનારો સ્વીકાર: સેમ્પલ અનફિટ આ ગંભીર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી રવિ ડેડાણીયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની અદ્યતન લેબમાં સતત પાણીના સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં શહેરમાંથી લેવાયેલા સેમ્પલોમાંથી 650 જેટલા અલગ-અલગ પાણીના ટેસ્ટના રિપોર્ટ સત્તાવાર રીતે કરવામાં આવેલા છે. જોકે, તેમણે એક ચોંકાવનારો ખુલાસો કરતા સ્વીકાર્યું હતું કે, ટેસ્ટ કરાયેલા કુલ સેમ્પલોમાંથી અંદાજે 90થી 100 જેટલા પાણીના સેમ્પલ માનવ વપરાશ માટે સર્વથા અયોગ્ય એટલે કે 'અનફિટ' સાબિત થયા છે. તંત્ર દ્વારા ક્લોરિનેશન અને દવાનું વિતરણ શરૂ કરાયું આરોગ્ય અધિકારીએ આગળ ઉમેર્યું હતું કે, જે સેમ્પલો લેબ રિપોર્ટમાં અનફિટ જાહેર થયા છે, તેવા પ્રભાવિત વિસ્તારોમાં આરોગ્ય અને વોટર વર્ક્સની ટીમે તાકીદે રૂબરૂ જઈને પાણી શુદ્ધ કરવા માટે ક્લોરિનેશનની સઘન કામગીરી હાથ ધરી છે. ભવિષ્યમાં રોગચાળો ન ફેલાય તે માટે પ્રભાવિત સોસાયટીઓમાં ઘરે-ઘરે જઈને ક્લોરિનની ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે અને લોકોને પાણી ઉકાળીને પીવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. મુખ્ય સપ્લાયમાં પણ ક્લોરિનેશનનું પ્રમાણ વધારીને જ આગળ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે અને ગ્રાઉન્ડ લેવલ પર તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ‘તમારી જગ્યાએ બીજાને નોકરી પર રાખી લીધા છે...’:સાંભળતા જ ઝેરી દવા પીધી, 32 વર્ષથી નોકરી કરતા મેનેજર પર ટેબલ-ખુરશી-ડાયમંડ પાવડર ચોરીનો આક્ષેપ; કંટાળીને આપઘાત કર્યો
    Next Article
    પીઠમાં 7 ઇંચનું રેમ્બો ચપ્પુ ખૂંપેલું ને યુવક હોસ્પિટલ પહોંચ્યો:ડિંડોલીમાં ચાની ટપરી પર બે ગ્રુપ વચ્ચે બબાલ, અન્ય ગ્રુપનો હોવાનું સમજી હુમલો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment