Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલાના ડુંગરોમાં ખનીજ ચોરી કરતો માફિયાની ધરપકડ:નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રાતના 2 વાગ્યે રેડ પાડી લાલા જોગરાણાને દબોચ્યો, ₹1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

    4 days ago

    ચોટીલા નજીક આવેલા ચામુંડા ડુંગરોમાં મોટા પાયે ગેરકાયદેસર ખનન કરનાર કુખ્યાત ખનીજ માફિયા લાલા ભીમા જોગરાણાને તંત્રએ ઝડપી પાડ્યો છે. નાયબ કલેક્ટરની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ગેરકાયદે ખનન માટે વપરાતા સાધનો સહિત કુલ 1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાત્રે 2 વાગ્યે દરોડો 5 મે, 2026ના રોજ રાત્રે અંદાજે 2:00 વાગ્યે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા કાંધાસર અને સાંગાણી વચ્ચેના ડુંગરાળ વિસ્તારમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન લાલા ભીમા જોગરાણા (રહે. નાના પાળીયાદ) ગેરકાયદેસર રીતે તાસનું ખનન કરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. અગાઉ અનેકવાર તંત્રને થાપ આપી નાસી છૂટવામાં સફળ રહેલો આ ખનીજ માફિયા આખરે સકંજામાં આવ્યો છે. જપ્ત કરાયેલા સાધનો તંત્ર દ્વારા સ્થળ પરથી વાહનો અને મશીનરી જપ્ત કરવામાં આવી છે: 1 ડમ્પર 1 એક્સકેવેટર (હિટાચી) મશીન 1 એક્સકેવેટર લઈ જવાનું કેરિયર (પાટલો) જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ હાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી વાહન માલિક લાલા ભીમા જોગરાણા વિરુદ્ધ 'ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખનન, પરિવહન અને સંગ્રહ અટકાવવા) નિયમો 2017' હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, સરકારી જમીન પર મોટા પાયે ગેરકાયદે કબજો કરી ખનન કરવા બદલ તેની સામે 'લેન્ડ ગ્રેબિંગ' અને 'તડીપાર' જેવી કડક કાયદાકીય કલમો હેઠળ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    12 વર્ષના કિશોરે 4 વર્ષની માસૂમ પર ત્રણવાર દુષ્કર્મ આચર્યું:સ્થાનિકોમાં આક્રોશ-'15 દિવસ પહેલાં જ આરોપીના પરિવારને સોસાયટીમાંથી કાઢ્યાં'; પોરબંદરનો શરમજનક કિસ્સો
    Next Article
    ધોરણ 10નું પરિણામ આવતી કાલે સવારે 8 વાગ્યે જાહેર:બોર્ડની વેબસાઇટ પર જોઈ શકશે અને વોટ્સએપમાં પણ માર્કશીટ મેળવી શકશો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment