Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 વર્ષના કિશોરે 4 વર્ષની માસૂમ પર ત્રણવાર દુષ્કર્મ આચર્યું:સ્થાનિકોમાં આક્રોશ-'15 દિવસ પહેલાં જ આરોપીના પરિવારને સોસાયટીમાંથી કાઢ્યાં'; પોરબંદરનો શરમજનક કિસ્સો

    4 days ago

    પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મની ઘટનામાં નવી અને ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ કિશોરે છેલ્લા એકથી દોઢ મહિનાના સમયગાળામાં ૩થી વધુ વખત બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું.જેની જાણ બાળકીના પરિવાર અને સ્થાનિકોને થતાં 15 દિવસ પહેલાં જ આરોપી અને તેના પરિવારને સોસાયટીમાંથી કાઢી મુકવામાં આવ્યાં હતાં. પોલીસ હવે આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. બાળકીને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડાઈ પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. બાળકીની તબિયત લથડતા તાત્કાલિક સારવાર અને મેડિકલ તપાસ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આરોપી કિશોર વયનો હોવાથી પોલીસ દ્વારા 'જુવેનાઈલ જસ્ટિસ એક્ટ' મુજબ નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, આ કેસમાં તટસ્થ અને ઝડપી તપાસ કરવામાં આવી રહી છે. બાળકીના પરિવારને ન્યાય મળે તે દિશામાં તમામ પુરાવાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા ચાલુ છે. માતા-પિતાની ફરિયાદના આધારે તપાસ શરૂ: Dysp આ ઘટનાને લઈને પોરબંદર ગ્રામ્ય Dysp સુરજીત જી. મહેદુએ જણાવ્યું કે, ગઈકાલના રોજ પોરબંદર જિલ્લા પોલીસને જાણવા મળેલ કે, ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતા એક પરિવારમાં સાડા ચાર વર્ષની દીકરી છે, અને એ દીકરીની સાથે તેમના પાડોશમાં રહેતા 12 વર્ષના કિશોર દ્વારા કોઈપણ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવેલ છે. આ જાણકારી મળતા પોલીસ દ્વારા માતા-પિતાનો સંપર્ક કરી તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવેલ છે. આ કાઉન્સેલિંગના આધારે માતા-પિતા દ્વારા પોલીસ ફરિયાદ કરવા તૈયાર થતા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ બાબતની એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલ છે. દોઢ મહિના દુષ્કર્મ આચર્યું જેમાં સાડા ચાર વર્ષની દીકરી પાડોશમાં રહેતા 12 વર્ષનો કિશોરના ઘરે રમવા જતી હતી અને ત્યારે આશરે મહિના દોઢ મહિના પહેલા કોઈ ઘરે ન હોવાથી આરોપી કિશોરે માસૂમ સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ આચર્યું હતું. હાલમાં ભોગ બનનારનું મેડિકલ તપાસણી કરવામાં આવેલ છે તથા આગળની જે પણ કાયદેસર કાર્યવાહી છે તે હાલ ચાલુ છે. 1 મહિના પહેલાં, ધર્મના મામાએ 10 વર્ષની માસૂમ પર 4 વખત દૂષ્કર્મ આચર્યું હતું... ચાણસ્મા તાલુકાના એક ગામમાં ખેતમજૂરી કરતા આદિવાસી પરિવારની 10 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું. સગીરા તેની માતાના ધર્મના ભાઈ દ્વારા વારંવાર બળાત્કારનો ભોગ બની હતી. પેટમાં દુ:ખાવો ઉપડતાં તેને ધારપુર હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તે 4 માસની ગર્ભવતી હોવાનું સામે....અહીં ક્લિક કરી સંપૂર્ણ અહેવાલ વાંચો... સાવકા બાપે 2 સગીર દીકરીને ગર્ભવતી બનાવી:રાત્રે બધા સૂઈ જાય પછી કુકર્મ કરતો 24 માર્ચે નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં રક્ષક જ ભક્ષક બન્યો હોય તેમ, એક પાખંડી સાવકા પિતાએ પોતાની જ બે સગીર વયની દીકરી સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેમને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ ફરિયાદમાં સામે આવી હતી. આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. માતા-પિતા તેને સારવાર માટે કુકેરી પી.એચ.સી. ખાતે લઈ ગયા હતા. ત્યાં તબીબી તપાસ દરમિયાન ડોક્ટરે દીકરી ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યાર બાદ ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા નિષ્ણાતોએ પુષ્ટિ કરી કે, સગીરાને પાંચ માસનો ગર્ભ છે. આ સાંભળીને માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો… ભરૂચના દહેજમાં ધોરણ-7ની વિદ્યાર્થિનીએ બાળકને જન્મ આપ્યો ભરૂચ જિલ્લાના દહેજ વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી. ધોરણ 7માં અભ્યાસ કરતી માત્ર 15 વર્ષની સગીરાએ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો હતો. લગ્નની લાલચ આપી સગીરાને હવસનો શિકાર બનાવનાર આરોપી...સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    CM માને રાષ્ટ્રપતિને કહ્યું- બંધારણની મજાક ઉડાવી:પંજાબમાં BJPના MLA 2, રાજ્યસભાના MP 6 થયા; ચઢ્ઢાએ કહ્યું- અમારી પાસે 21 રાજ્યોની પોલીસ
    Next Article
    ચોટીલાના ડુંગરોમાં ખનીજ ચોરી કરતો માફિયાની ધરપકડ:નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ રાતના 2 વાગ્યે રેડ પાડી લાલા જોગરાણાને દબોચ્યો, ₹1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment