Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી નજીકથી દારૂ ભરેલી ગાડી સાથે 2 શખ્સ ઝડપાયા:LCBએ 315 બોટલ દારૂ અને ₹8.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    9 hours ago

    મોરબીના ઊંચી માંડલ ગામ પાસેથી LCBની ટીમે દારૂ ભરેલી એક બ્રેઝા ગાડી પકડી છે. પોલીસે ગાડીમાંથી કુલ 315 બોટલ દારૂ જપ્ત કર્યો છે. આ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 8.75 લાખ રૂપિયા છે. LCBની ટીમે મોરબી-હળવદ હાઈવે પર ઊંચી માંડલ ગામ પાસેથી રાત્રિના સમયે GJ 36 BB 5656 નંબરની બ્રેઝા ગાડી રોકી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી 90 મોટી અને 225 નાની દારૂની બોટલો મળી આવી. દારૂના જથ્થાની કિંમત 75,485 રૂપિયા અને ગાડીની કિંમત 8 લાખ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે પ્રતાપ ભરતભાઈ કેરવાડીયા (ઉંમર 20) અને રોહિત સવઘણભાઈ ઇન્દરિયા (ઉંમર 23) ની ધરપકડ કરી છે. બંને આરોપીઓ હળવદ તાલુકાના રાતાભે ગામના પાણીના ટાંકા પાસે રહે છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે ગાડીમાં દારૂનો જથ્થો હળવદ તાલુકાના માથક ગામના શક્તિ રાજપુત નામના શખ્સે ભરી આપ્યો હતો. પોલીસે ત્રણેય શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. ત્રીજા આરોપી શક્તિ રાજપુતને પકડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સચિવાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારા બિહાર-ઝારખંડથી ઝડપાયા:ગુલશન કુમારે 5 લાખથી વધુ ઈ-મેલ ID-પાસવર્ડ બનાવ્યા, બાંગ્લાદેશના એન્ટી-નેશનલ તત્વો સાથે સંડોવણી ખુલ્લી
    Next Article
    અમદાવાદ એરપોર્ટ પર આજે 3 ફ્લાઇટ્સ રદ:મુસાફરો પરેશાન, એરલાઇન્સ સામે રોષ; જાણો ક્યાંની કેન્સલ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment