Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સચિવાલયને બોમ્બથી ઉડાવવાની ધમકી આપનારા બિહાર-ઝારખંડથી ઝડપાયા:ગુલશન કુમારે 5 લાખથી વધુ ઈ-મેલ ID-પાસવર્ડ બનાવ્યા, બાંગ્લાદેશના એન્ટી-નેશનલ તત્વો સાથે સંડોવણી ખુલ્લી

    9 hours ago

    ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલય, વિધાનસભા અને અન્ય સરકારી ભવનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મામલે સાયબર સેલ ઓફ એક્સલન્સે મોટી કાર્યવાહી કરી છે. 10 સપ્ટેમ્બરે સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેલ મળ્યા બાદ સાયબર ટીમે ટેકનિકલ એનાલિસિસ હાથ ધરી હતી. તપાસમાં ઈ-મેલનો ઉપયોગ કરનારનું લોકેશન બિહારના ભાગલપુરમાં મળતાં ત્યાંથી રોશન કુમારની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેની કડી ઝારખંડના દેવઘર સુધી પહોંચતાં મુખ્ય આરોપી ગુલશન કુમાર સિંહને પણ ઝડપી લેવામાં આવ્યો હતો. ગુલશનકુમાર સિંહે 5 લાખથી વધુ ઈ-મેઈલ આઈડી બનાવી વેચ્યા હોવાનો ખુલાસો સાયબર સેલ ઓફ એક્સલન્સના એસપી વિવેક ભેડાના જણાવ્યા મુજબ, ગુલશન કુમાર સિંહે અત્યાર સુધીમાં 5 લાખથી વધુ યુનિક Gmail ઈ-મેલ ID અને પાસવર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે. તે માત્ર ઈ-મેલ ID અને પાસવર્ડ જ નહીં, પરંતુ ઓથેન્ટિકેટર અને સીડ કોડ પણ તૈયાર કરતો હતો. ત્યારબાદ આ વિગતો આગળ વેચવામાં આવતી હતી અને તેનો ઉપયોગ થ્રેટ ઈ-મેલ મોકલવા માટે કરવામાં આવતો હતો. 10 સપ્ટેમ્બરના થ્રેટ મેઇલમાં રોશનની સીધી ભૂમિકા 10 સપ્ટેમ્બરે સચિવાલયને મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈ-મેલનું ID ગુલશન પાસેથી મળી આવેલી શીટમાં પણ મળ્યું છે. જોકે આ IDનો ઉપયોગ કરીને ધમકીભર્યો ઈ-મેલ બિહારથી રોશન કુમારે મોકલ્યો હતો. ગુલશન ID-પાસવર્ડ તૈયાર કરીને આગળ મોકલતો હતો, જ્યારે રોશન તેનો ઉપયોગ કરી ઈ-મેલ મોકલતો હતો. બાંગ્લાદેશના એન્ટી-નેશનલ તત્વો સાથે કનેક્શન તપાસમાં ગુલશન કુમાર સિંહના સંપર્કો બાંગ્લાદેશના કેટલાક એન્ટી-નેશનલ તત્વો સાથે હોવાની વિગતો સામે આવી છે. પ્રાથમિક તપાસ મુજબ ગુલશન ઈ-મેલ ID-પાસવર્ડ તૈયાર કરીને બાંગ્લાદેશમાં મોકલતો હતો અને ત્યાંથી તેનો ઉપયોગ થતો હોવાની દિશામાં તપાસ ચાલી રહી છે. આ માટે તેને USDT મારફતે ક્રિપ્ટો પેમેન્ટ મળતું હોવાની પણ માહિતી મળી છે. બાંગ્લાદેશી તત્વોની ચોક્કસ ભૂમિકા અને ગુલશન સાથેના તેમના સંબંધ અંગે તપાસ ચાલુ છે. ક્રિપ્ટો વોલેટમાં કરોડોના ટ્રાન્ઝેક્શન આરોપી પાસેથી બે ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે. તેમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે આ પૈકી કેટલા વ્યવહારો કાયદેસરના હતા અને કેટલા થ્રેટ ઈ-મેલના નેટવર્ક સાથે સંકળાયેલા હતા તે જાણવા માટે ક્રિપ્ટો વોલેટ અને બેંકિંગ ટ્રાન્ઝેક્શનનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 2 દિવસમાં જ 14 હજારથી વધુ ID બનાવી પોલીસની તપાસમાં વધુ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ગુલશન કુમાર વર્ષ 2022થી આ પ્રકારની કામગીરી કરતો હોવાનું સામે આવ્યું છે. છેલ્લા માત્ર બે દિવસના ડેટાની તપાસમાં જ 14 હજારથી વધુ યુનિક ઈ-મેલ ID બનાવેલી મળી આવી છે. અગાઉના સમયગાળામાં બનાવવામાં આવેલી IDનો આંકડો 5 લાખથી વધુ છે. દેશભરના થ્રેટ ઈ-મેલની તપાસ થશે સાયબર સેલ હવે ગુજરાતમાં આવેલા ઈ-મેલ ઉપરાંત સમગ્ર ભારતમાં અગાઉ આવેલા બોમ્બ અને અન્ય થ્રેટ ઈ-મેલનો ડેટા મંગાવીને તપાસ કરશે. આરોપીઓ પાસેથી મળેલી ઈ-મેલ IDમાંથી કોઈનો ઉપયોગ અગાઉના થ્રેટ મેઇલમાં થયો હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે. આ IDની વિગતો અન્ય લો-એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે શેર કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં આ IDનો ઉપયોગ કરીને કોઈ ધમકી આપવામાં આવે તો આરોપીઓ સુધી પહોંચી શકાય. રોશન 12 પાસ, ગુલશન B.Sc. સુધી ભણેલો ભાગલપુરથી ઝડપાયેલો રોશન કુમાર 12 પાસ છે અને ટેકનિકલ ITIમાં નોકરી કરે છે. તે ટેક-સેવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને ઈ-મેલ ઓથેન્ટિકેશન બાયપાસ સહિતની ટેકનિકલ બાબતો જાણતો હતો. પ્રાથમિક તપાસમાં તેનો મુખ્ય હેતુ પૈસા કમાવવાનો હોવાનું જણાય છે. બીજી તરફ ઝારખંડથી ઝડપાયેલો ગુલશન કુમાર સિંહ B.Sc. સુધી ભણેલો છે. તે ઈ-મેલ ડેવલપમેન્ટ, ડિજિટલ માર્કેટિંગ, સોશિયલ મીડિયા હેન્ડલિંગ સહિતનાં ટેકનિકલ કામ સાથે સંકળાયેલો હતો. પોલીસના જણાવ્યા મુજબ બંનેનો ઓન-પેપર અગાઉનો ગુનાહિત ઈતિહાસ સામે આવ્યો નથી. હાલ બંને આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. સમગ્ર નેટવર્કમાં અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં, બાંગ્લાદેશ સાથેના સંપર્કમાં કોણ-કોણ સામેલ છે અને અગાઉના થ્રેટ ઈ-મેલમાં આ નેટવર્કનો ઉપયોગ થયો છે કે નહીં તે અંગે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. તપાસમાં ગાંધીનગર પોલીસ ઉપરાંત બિહાર અને ઝારખંડ પોલીસનો સહયોગ મળ્યો છે તેમજ જરૂરીયાત મુજબ i4C સાથે પણ સંકલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાનને ખીચડી ખાવાના ફાંફા ને ઇનામ આપશે 70 લાખ!:આતંકવાદી મસૂદ-અઝહર પર ઇનામ વધાર્યુ, ભાગેડુ જાહેર કર્યો; ઓક્ટોબરમાં FATF બેઠક યોજાવાની છે, તે પહેલાં PAKની નવી ચાલ
    Next Article
    મોરબી નજીકથી દારૂ ભરેલી ગાડી સાથે 2 શખ્સ ઝડપાયા:LCBએ 315 બોટલ દારૂ અને ₹8.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment