Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોરણ-2ની વિદ્યાર્થિનીનું ક્લાસમાં બેઠા-બેઠા જ મોત:સ્કૂલ મેનેજરનો દાવો- ગણેશ વિસર્જનમાં DJ વાગી રહ્યું હતું, તેના અવાજને કારણે જીવ ગયો

    10 hours ago

    ઉત્તર પ્રદેશના બલરામપુરમાં વર્ગમાં બેઠા બેઠા ધોરણ-2ની વિદ્યાર્થીનીનું મોત થયું. બાળકી અચાનક પોતાની બેઠક પરથી ઊભી થઈ અને પછી પડી ગઈ. થોડા સમય બાદ તે ફરી ઉભી થઈ, પરંતુ ત્યારબાદ બેભાન થઈને પડી ગઈ. આ પછી તે ઊભી થઈ નહીં. આ જોઈને શિક્ષકોએ બાળકીને હોસ્પિટલ પહોંચાડી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. બીજી તરફ, સ્કૂલ મેનેજમેન્ટનું કહેવું છે કે જ્યારે આ ઘટના બની, ત્યારે સ્કૂલ નજીક ગણેશ વિસર્જનનું જુલૂસ નીકળી રહ્યું હતું. તેમાં ફુલ વોલ્યુમમાં ડીજે વાગી રહ્યું હતું. તેના ભારે અવાજને કારણે જ બાળકીની તબિયત બગડી અને તેનું મોત થયું. ઘટના ડિવાઇન પબ્લિક સ્કૂલમાં સોમવારે સવારે 11 વાગ્યે બની હતી. પહેલાં 3 તસવીરો જુઓ હવે જાણો સમગ્ર મામલો ગુલહરિયા ગામના રહેવાસી સોનુ તિવારી બલરામપુરમાં ભાડે રહે છે. તેમની એકમાત્ર પુત્રી વૈષ્ણવી તિવારી (7) સોમવારે ડિવાઇન પબ્લિક સ્કૂલમાં ભણવા ગઈ હતી. સવારે લગભગ 10:58 વાગ્યે તે ક્લાસમાં હતી. તે હસી રહી હતી અને અન્ય બાળકો સાથે વાતો પણ કરી રહી હતી. વૈષ્ણવી સંપૂર્ણપણે સામાન્ય દેખાઈ રહી હતી. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે શાળાની બાજુમાંથી ડીજે પસાર થઈ રહ્યું છે. કેટલાક લોકો ડાન્સ કરતા જઈ રહ્યા છે. ડીજેનો અવાજ સાંભળીને વર્ગખંડમાં બેઠેલા બાળકો પણ થોડા સમય સુધી નાચવા લાગે છે. આ દરમિયાન બાળકી પણ પોતાની સીટ પરથી ઊભી થાય છે, પરંતુ પછી પોતાની સીટ પર બેસી જાય છે. એક વખત તે લથડે છે, પરંતુ થોડી જ સેકન્ડમાં ફરીથી બેસી જાય છે. ત્યારબાદ તે ફરી પડી ગઈ અને આ વખતે ઊભી થઈ શકી નહીં. ટીચર દોડીને પહોંચ્યાં, બાળકીને ઊભી કરી ક્લાસ ટીચરની નજર વૈષ્ણવી પર પડી, ત્યારે તેઓ દોડીને તેની પાસે પહોંચ્યાં. તેને ઉઠાવીને સીટ પર બેસાડવાનો પ્રયાસ કર્યો. પરંતુ વૈષ્ણવી ઊભી થઈ નહીં. ત્યારબાદ તેમણે એક બાળકને મોકલીને શાળાના સ્ટાફને બોલાવ્યો. શિક્ષકોએ મળીને વૈષ્ણવીને સંભાળી અને તેને હોશમાં લાવવાનો પ્રયાસ કર્યો. લગભગ 2 મિનિટ સુધી વૈષ્ણવી હોશમાં ન આવતાં તેને જિલ્લા મેમોરિયલ હોસ્પિટલ લઈ જવામાં આવી. આ દરમિયાન શાળાનો સ્ટાફ અને વૈષ્ણવીના પરિવારજનો પણ સાથે હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેની નાડી તપાસી, પરંતુ ત્યાં સુધીમાં તેનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. જિલ્લા મેમોરિયલ હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર ગિરધર ચૌહાણે જણાવ્યું હતું કે, બાળકીને હોસ્પિટલની ઇમરજન્સીમાં મૃત હાલતમાં લાવવામાં આવી હતી. તેથી પોસ્ટમોર્ટમ વિના બાળકીના મૃત્યુનું ચોક્કસ કારણ જણાવવું શક્ય નથી. પરંતુ પરિવારજનો પોસ્ટમોર્ટમ કરાવ્યા વિના જ મૃતદેહ લઈને સિદ્ધાર્થનગર જતા રહ્યા. બીજી તરફ, સિટી સીઓ અભિષેક સિંહે જણાવ્યું હતું કે, સ્કૂલ પાસેથી પસાર થઈ રહેલા ડીજેના અવાજને કારણે વિદ્યાર્થિનીનું મૃત્યુ થયું હોવાની માહિતી સોશિયલ મીડિયા પરથી મળી હતી. પોલીસ સ્ટેશનમાં કોઈ જાણ કરવામાં આવી નહોતી. વિદ્યાર્થિનીના અંતિમ સંસ્કાર પણ થઈ ચૂક્યા છે. તેમ છતાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ જોવામાં આવી રહ્યાં છે. યુપીમાં અચાનક થયેલા કેટલાક મૃત્યુ વિશે પણ જાણો યુપી બોર્ડની પરીક્ષામાં હાજરી પૂરાવતાં-પૂરાવતાં શિક્ષકનું મૃત્યુ બુલંદશહરમાં ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષામાં ફરજ બજાવતાં-બજાવતાં 55 વર્ષના એક ખાનગી શિક્ષકનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. શિક્ષકની પરીક્ષાના પ્રથમ સત્રમાં ફરજ હતી. તેઓ હાઈસ્કૂલના પરીક્ષાર્થીઓની હાજરી લઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક છાતીમાં દુખાવો થયો અને થોડી જ ક્ષણોમાં તેઓ નીચે પડી ગયા. આ જોઈને વર્ગખંડના વિદ્યાર્થીઓએ કોલેજના સ્ટાફને બોલાવ્યો. સાથી શિક્ષકો તેમને ઉઠાવીને ઉતાવળમાં હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. સંગમમાં બોટ પર બેઠા-બેઠા શ્રદ્ધાળુનું મોત પ્રયાગરાજમાં સંગમની સેર કરતી વખતે 38 વર્ષીય શ્રદ્ધાળુ વિષ્ણુ ઠાકુરનું હાર્ટ એટેકથી મોત થયું હતું. 15 જુલાઈએ બનેલી આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. તેમાં દેખાઈ રહ્યું છે કે શ્રદ્ધાળુ લાઇફ જેકેટ પહેરીને બોટમાં બેઠા હતા. તેઓ મોબાઇલ ચલાવી રહ્યા હતા. તેમની આગળ એક બાળક બેઠું હતું. ત્યારે જ શ્રદ્ધાળુ અચાનક નીચે પડી ગયા અને પછી ઊભા થઈ શક્યા નહીં. તેઓ પરિવાર સાથે મથુરાથી સંગમ ફરવા આવ્યા હતા. તેમના પિતરાઈ ભાઈ રણવીર ઠાકુર મથુરામાં ભાજપના જિલ્લા મંત્રી છે. ચાની દુકાન પર રેલવે કર્મચારી પડી ગયો, પછી ઊભો ન થયો ઝાંસીમાં 29 વર્ષીય રેલવે કર્મચારી અજય કુશવાહા ઓફિસમાંથી ચા લેવા એક હોટેલ પર આવ્યો હતો. તે દરમિયાન તે દુકાનના કાઉન્ટર પર રાખેલી પકોડા-સમોસાની ટ્રે પર મોઢાના બળે પડી ગયો. ત્યારબાદ તે જમીન પર પડી ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તેને મિર્ગીનો હુમલો સમજી લીધો. કેટલાક લોકો તેને જૂતા-મોજાં સુંઘાડવા લાગ્યા. આ દરમિયાન, લગભગ 3 મિનિટ સુધી રેલવે કર્મચારી જમીન પર પડ્યો તરફડતો રહ્યો. ત્યારબાદ તેના શરીરમાં હલનચલન થતું બંધ થઈ ગયું. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. બોલિંગ કરતી વખતે 13 વર્ષના વિદ્યાર્થીનું મોત મૈનપુરીમાં ફેબ્રુઆરી મહિનામાં ક્રિકેટ રમી રહેલા 13 વર્ષના વિદ્યાર્થીનું મોત થયું હતું. વિરાટ ચૌહાણ બોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેના હાથમાં તીવ્ર દુખાવો થવા લાગ્યો. થોડા સમય બાદ તે જમીન પર પડીને તરફડવા લાગ્યો અને બેભાન થઈ ગયો. પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિરાટ છઠ્ઠા ધોરણનો વિદ્યાર્થી હતો. ડોક્ટરોએ હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરી હતી. બેડમિન્ટન રમી રહેલા કોન્ટ્રાક્ટર લથડાઈને પડ્યા, પછી ઊભા ન થઈ શક્યા મહોબામાં માર્ચ મહિનામાં બેડમિન્ટન રમતી વખતે 58 વર્ષીય કોન્ટ્રાક્ટર સુધિર ગુપ્તાનું હાર્ટ એટેકથી મોત થયું. કોર્ટમાં બેડમિન્ટન રમતાં-રમતાં તેઓ અચાનક લથડાઈ ગયા. છાતી પર હાથ મૂક્યો. ચાર પગલાં દૂર રાખેલી બેન્ચ તરફ ચાલ્યા, પરંતુ જમીન પર પડી ગયા. સાથે રમી રહેલા લોકો દોડીને તેમની પાસે પહોંચ્યા. સીપીઆર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં તેમના શ્વાસ થંભી ગયા હતા. આ સમગ્ર ઘટના માત્ર 5 સેકન્ડમાં બની હતી. ડોક્ટરોએ તેને સાયલન્ટ હાર્ટ એટેક ગણાવ્યો હતો. સીતાપુરમાં કારમાં બેઠાં-બેઠાં શિક્ષકનું મોત સીતાપુરમાં 14 ઓગસ્ટે સરકારી શિક્ષક રાધેશ્યામ પટેલ (50)નું કારમાં બેઠા-બેઠા મૃત્યુ થયું હતું. સવારે લગભગ 10 વાગ્યે રસ્તાની બાજુમાં ઊભેલી કારમાં ડ્રાઇવર પાસેની સીટ પર તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. કારનો દરવાજો ખુલ્લો પડ્યો હતો. લાંબા સમય સુધી કાર ઊભી જોવા મળતાં આસપાસના દુકાનદારોને શંકા ગઈ. તેઓ નજીક જઈને અવાજ આપ્યો. શરીરને હલાવ્યું, પરંતુ કોઈ હલચલ થઈ નહીં. ડૉક્ટરોએ હાર્ટ એટેકથી મૃત્યુ થયાની આશંકા વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    IPL 2027નું ઓક્શન ગોવામાં યોજાશે:BCCI સેક્રેટરીએ કહ્યું- ડિસેમ્બરમાં લાગશે બોલી; 3 વર્ષ બાદ ભારતમાં થશે ઓક્શન
    Next Article
    કાકાએ કુહાડીના ઘા મારી સૂતેલા ભત્રીજાની ખોપરી ફાડી નાખી:તાલાલામાં જૂના વિવાદનું મનદુઃખ લોહિયાળ હત્યામાં પરિણમ્યું, આરોપીની અટકાયત

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment