Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL 2027નું ઓક્શન ગોવામાં યોજાશે:BCCI સેક્રેટરીએ કહ્યું- ડિસેમ્બરમાં લાગશે બોલી; 3 વર્ષ બાદ ભારતમાં થશે ઓક્શન

    10 घंटे पहले

    IPL 2027નું ઓક્શન ગોવામાં યોજાશે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ બુધવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ડિસેમ્બરમાં મિની ઓક્શનનું આયોજન કરવામાં આવશે. છેલ્લાં ત્રણેય ઓક્શન ભારતની બહાર યોજાયા હતા. 2024માં દુબઈ, 2025માં સાઉદી અરેબિયાના જેદ્દાહ અને 2026માં અબુધાબીમાં ઓક્શન યોજાયું હતું. ઓક્શનની તારીખ અને શહેર નક્કી નથી ઓક્શનની તારીખ અને શહેર હજુ નક્કી થયા નથી. સ્થળ પસંદ કરતી વખતે BCCI ફ્રેન્ચાઇઝીઓ અને તેમના પ્રતિનિધિમંડળના રોકાણની વ્યવસ્થાને સૌથી વધુ મહત્વ આપશે. ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ભારતમાં લગ્નની સિઝન હોવાથી 5-સ્ટાર હોટેલોમાં પૂરતા રૂમ મળવા પણ એક મોટું પરિબળ રહેશે. BCCIને ઓક્શન માટે બે રાત માટે 100થી વધુ રૂમોની જરૂર પડે છે. વિદેશમાં ઓક્શનની લોજિસ્ટિક્સથી પરેશાન હતી ફ્રેન્ચાઇઝીઓ ઓક્શનને ભારત પરત લાવવાના નિર્ણયમાં IPL ફ્રેન્ચાઇઝીઓનો પ્રતિસાદ પણ મહત્વપૂર્ણ રહ્યો. ટીમોએ મિની ઓક્શન માટે પોતાના પ્રતિનિધિમંડળને વિદેશ લઈ જવામાં થતી લોજિસ્ટિક અને ઓપરેશનલ મુશ્કેલીઓ સામે વાંધો ઉઠાવ્યો હતો. ગયા વર્ષે અબુ ધાબીમાં ઓક્શન દરમિયાન પણ ફ્રેન્ચાઇઝીઓની આ ચિંતા સામે આવી હતી. ત્યાર બાદ IPL ગવર્નિંગ કાઉન્સિલે આ વર્ષના મિની ઓક્શન માટે ભારતમાં સ્થળ શોધવાનો નિર્ણય કર્યો.
    Click here to Read More
    Previous Article
    कल का मौसम: यूपी, बिहार, MP समेत 17 राज्यों में बारिश, बंगाल-ओडिशा में रेड अलर्ट, दिल्ली से मॉनसून की विदाई
    Next Article
    ધોરણ-2ની વિદ્યાર્થિનીનું ક્લાસમાં બેઠા-બેઠા જ મોત:સ્કૂલ મેનેજરનો દાવો- ગણેશ વિસર્જનમાં DJ વાગી રહ્યું હતું, તેના અવાજને કારણે જીવ ગયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment