Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાકાએ કુહાડીના ઘા મારી સૂતેલા ભત્રીજાની ખોપરી ફાડી નાખી:તાલાલામાં જૂના વિવાદનું મનદુઃખ લોહિયાળ હત્યામાં પરિણમ્યું, આરોપીની અટકાયત

    20 hours ago

    તાલાલાના રાતિધાર ગામમાં આજે 23 સપ્ટેમ્બરની વહેલી સવારે આધેડની હત્યા થતા ચકચાર મચી ગઈ છે. કૌટુંબિક કાકાએ કૌટુંબિક કાકાએ જૂના વિવાદના મનદુઃખમાં કુહાડીના ઘા મારી ભત્રીજાની હત્યા કરી હોવાનો બનાવ બન્યો છે. પોલીસે આ ઘટનામાં હત્યારા કાકાની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જમીનના વિવાદમાં આ હત્યા થઈ છે હત્યાની ઘટનાની 3 તસવીર સૂતેલા ભત્રીજાના માથામાં કાકાએ કુહાડીના ઘા માર્યા મૃતક 52 વર્ષીય પ્રવીણભાઈ બચુભાઈ સોલંકી પોતાના ઘરના ફળિયામાં ઓસરી પાસે ખાટલામાં સૂતા હતા ત્યારે તેમના 65 વર્ષીય કૌટુંબિક કાકા ધીરુભાઈ સોલંકીએ કુહાડીના ઘા મારતા તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે મૃતકના ભાઈ રાજુભાઈ સોલંકીએ પોલીસને જાણ કરી હતી. મૃતકના ભાઈ રાજુ સોલંકીએ જણાવ્યું કે, મારા ભત્રીજાએ મને આ અંગે જાણ કરી હતી. મેં આવીને જોયું તો મારા ભાઈને માથાના ભાગમાં કુહાડીના ઘા માર્યા હતા. જે બાદ અમે 108માં સૌથી પહેલા તાલાલા હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાથી વધુ સારવાર માટે વેરાવળ લઈ ગયા હતા, જ્યાં તેમનું મોત થયું હતું. મૃતક પ્રવીણભાઈ સોલંકીના પુત્ર રવિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ છે કે આરોપી ધીરુભાઈ સોલંકીના બે પુત્રો સાથે અગાઉ થયેલા ઝઘડાને કારણે આરોપીએ મનદુઃખ રાખ્યું હતું. આ જ મનદુઃખ રાખીને આજે વહેલી સવારે ઘર આગળ સૂતેલા ભત્રીજા પ્રવીણભાઈ સોલંકીના માથામાં કુહાડીનો જોરદાર ઘા મારી ખોપરી ફાડી નાખી, જેના કારણે તેનું મોત થયું. પોલીસે હત્યારા કાકાની રાતિધાર ગામમાંથી ધરપકડ કરી મૃતક પ્રવીણભાઈ સોલંકીના પુત્ર રવિની ફરિયાદના આધારે તાલાલા પોલીસના ઇન્ચાર્જ PI જે.કે.મોરી અને ASI હેમંતભાઈ સોલંકીની ટીમે આરોપી કાકા ધીરુભાઈ સોલંકીની રાતિધાર ગામમાંથી ધરપકડ કરી છે. રાતિધાર ગામના ધાર વિસ્તારમાં ધીરુભાઈ સોલંકીએ જમીનનું ભાગીયું રાખ્યું હતું, ત્યાં છુપાઈ ગયા હતા. તપાસમાં FSLની ટીમ પણ જોડાઈ હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કુહાડી હજુ સુધી પોલીસને મળી નથી અને હથિયાર રિકવર કરવાની કાર્યવાહી બાકી છે. હાલની તપાસમાં આરોપી એક જ હોવાનું સામે આવ્યું છે, જોકે સમગ્ર મામલે તપાસ હજુ ચાલુ છે. તપાસમાં FSLની ટીમ પણ જોડાઈ હતી. આ મામલે BNSની કલમ 103(1) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હત્યામાં વપરાયેલું હથિયાર કબ્જે લેવા સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ધોરણ-2ની વિદ્યાર્થિનીનું ક્લાસમાં બેઠા-બેઠા જ મોત:સ્કૂલ મેનેજરનો દાવો- ગણેશ વિસર્જનમાં DJ વાગી રહ્યું હતું, તેના અવાજને કારણે જીવ ગયો
    Next Article
    विद्यानंद बापट क्यों बन गए हीरो, दिल्ली में मणिपुर के विक्रम सिंह की हत्या क्यों हुई?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment