Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વકીલો આજથી 2 દિવસ કોર્ટ કામથી અળગા રહેશે:હાઈકોર્ટના A-4 સાઈઝ પેપર અને ટાઈપિંગના કડક સર્ક્યુલર સામે ભારે વિરોધ, 30-40 કોર્ટરૂમમાં કામકાજ ખોરવાશે

    11 hours ago

    સુરત જિલ્લા વકીલ મંડળ દ્વારા 7 અને 8 ઓગસ્ટના રોજ બે દિવસ સુધી કોર્ટના તમામ કામકાજથી અળગા રહેવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર ક્રમાંક 2002/2006ના વિરોધમાં આ નિર્ણય લેવાયો છે. આ નવા નિયમો મુજબ હવે દરેક અરજી, પ્લીડિંગ, એફિડેવિટ, મેમોરેન્ડમ ઓફ અપીલ અને સામાન્ય મુદત અરજી પણ ફરજિયાતપણે કમ્પ્યુટરાઈઝડ ટાઈપિંગ કરીને જ રજૂ કરવાની રહેશે. વકીલ મંડળના મતે, આ કડક નીતિ-નિયમોથી વકીલો અને સામાન્ય પક્ષકારો પર બિનજરૂરી આર્થિક તેમજ વ્યવહારુ બોજ વધશે. A-4 પેપર, 75 GSM અને ચોક્કસ ફોન્ટનો કડક નિયમ ગુજરાત સરકાર અને હાઈકોર્ટના સર્ક્યુલર મુજબ, હવે તમામ કોર્ટ કાર્યવાહી માટે 75 GSMનું A-4 સાઈઝનું પેપર ફરજિયાત કરવામાં આવ્યું છે, જેમાં આગળ-પાછળ પ્રિન્ટ અને પર્ટીક્યુલર લેંગ્વેજના જ ટાઈપિંગ ફોન્ટનો ઉપયોગ કરવાનો રહેશે. સુરત ખાતે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર્સ અને વકીલ મંડળની અગત્યની મીટિંગમાં આ મુદ્દે સખત વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વકીલોનું કહેવું છે કે, સામાન્ય મુદત અરજી પણ હાથથી લખવાને બદલે ટાઈપ કરાવવી વ્યવહારિક રીતે ખૂબ જ અઘરી અને ખર્ચાળ સાબિત થશે. રાજ્યના 1.25 લાખથી વધુ વકીલોને સીધી અસર આ મામલે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના મેમ્બર એડવોકેટ ઝકી શેખે જણાવ્યું કે, આ પરિપત્રથી આજે સમગ્ર ગુજરાતના 1.25 લાખથી વધારે વકીલો અસરગ્રસ્ત થયા છે અને સમગ્ર રાજ્યમાં એનો વિરોધનો સૂર નીકળ્યો છે. જ્યાં સુધી આ બાબતે વકીલોને કોઈ રાહત નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન જારી રાખીશું. આ પરિપત્ર રદ કરાવવા માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ 23 સભ્યો અને વિવિધ વકીલ મંડળો દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ સાહેબને લેખિતમાં વિનંતી અને રજૂઆતો પણ કરવામાં આવી છે. સુરત કોર્ટના 30 થી 40 કોર્ટરૂમનું કામકાજ પ્રભાવિત થશે વકીલોના આ બે દિવસીય બહિષ્કારના કારણે સુરત શહેરના 30થી 40 કોર્ટરૂમોનું કામકાજ સંપૂર્ણપણે ખોરવાઈ જવાની શક્યતા છે. સરેરાશ એક કોર્ટમાં દિવસ દરમિયાન 200 જેટલા કેસો લિસ્ટેડ હોય છે, જેના કારણે રોજિંદા હજારો કેસોની સુનાવણી પર તેની સીધી અસર પડશે. જોકે, વકીલ મંડળનું માનવું છે કે બે દિવસ કામ અટકવાથી ચોક્કસપણે અસર થશે, પરંતુ જો આ પરિપત્ર રદ કરવામાં નહીં આવે તો લાંબા ગાળે વકીલો અને પક્ષકારોને એનાથી પણ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટનાં વોર્ડ 18માં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત:કોઠારીયામાં 3 લાખ લીટરનો ટાંકો છતાં 45 સોસાયટીના રહીશો ગંદુ પાણી પીવા મજબૂર, કોંગ્રેસના આગેવાને કહ્યું- જનરલ બોર્ડમાં મોટી વાતો થાય છે કામ થતા નથી
    Next Article
    મેઘપર પોલીસે એક વર્ષથી ફરાર બે આરોપીઓને ઝડપ્યા:ઝાખર પાટિયા નજીકથી ઉત્તર પ્રદેશના રહેવાસીઓની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment