Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટનાં વોર્ડ 18માં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત:કોઠારીયામાં 3 લાખ લીટરનો ટાંકો છતાં 45 સોસાયટીના રહીશો ગંદુ પાણી પીવા મજબૂર, કોંગ્રેસના આગેવાને કહ્યું- જનરલ બોર્ડમાં મોટી વાતો થાય છે કામ થતા નથી

    10 hours ago

    રાજકોટનાં વોર્ડ નંબર 18નાં અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. હરિધવા રોડ સહિતના છેવાડાના વિસ્તારોમાં છેલ્લા 3 થી 4 મહિનાથી ગંદા અને દૂષિત પાણીનું વિતરણ થતાં હજારો નાગરિકો ભારે મુશ્કેલીનો સામને કરી રહ્યા છે. કોઠારીયામાં 3 લાખ લીટર ક્ષમતાનો ટાંકો હોવા છતાં યોગ્ય વિતરણ વ્યવસ્થા નહીં હોવાને કારણે 45 જેટલી સોસાયટીઓમાં દૂષિત પાણી વિતરણ થાય છે. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં સેમ્પલ લેવા સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. આ વિસ્તારનાં કોંગ્રેસ આગેવાન નરેશ ગઢવીએ તો ત્યાં સુધી જણાવ્યું કે, જનરલ બોર્ડમાં મોટી વાતો થાય છે પણ લોકોના કામ થતા નથી. નરેશ ગઢવીએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચોમાસું શરૂ થયું ત્યારથી જ આ સમસ્યા વિકરાળ બની છે. DI લાઇન નાખ્યા બાદ ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઇન ભેગી થઈ ગઈ હોય તેમ લાગે છે. જનરલ બોર્ડમાં અધિકારીઓ મોટા બણગા ફૂંકે છે, પરંતુ અહીં સુખરામનગરમાં 3 લાખ લીટરનો ટાંકો હોવા છતાં 45 જેટલી સોસાયટીઓ દૂષિત પાણી પીવા મજબૂર છે. કાયદેસરનો વેરો ભરવા છતાં જનતાને શુદ્ધ પાણી મળતું નથી. કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલતા કામોમાં ભારે ભ્રષ્ટાચાર છે અને અધિકારીઓ માત્ર ટેબલ પર બેસીને કાગળ પર કામ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, વોર્ડ નંબર 18 ના અનેક વિસ્તારો જેવા કે બાબરીયા કોલોની, વિનોદનગર, સુખરામનગર, મોરારીનગર અને અયોધ્યા સોસાયટીમાં નળ વાટે અતિશય ગંદુ, પીળું અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. જયાંથી પાણીનું વિતરણ થાય છે તે ટાંકા પાસેના વિસ્તારોમાં જ આ ગંભીર સમસ્યા સર્જાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ દૂષિત પાણી પીવાના કારણે સ્થાનિક રહીશોમાં ઝાડા-ઉલટી અને અન્ય પેટના ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે, છતાં મનપાના અધિકારીઓ કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક રહીશ સવિતાબેને પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા 3 થી 4 મહિનાથી પેશાબ જેવું પીળું અને અત્યંત ગંદુ પાણી આવી રહ્યું છે. કુંડીઓ સાફ કરવા કે સમસ્યાનો ઉકેલ લાવવા માટે વારંવાર અરજીઓ કરી છે, પરંતુ મનપાના અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી અને સ્થળ પર તપાસ કરવા પણ આવતા નથી. અન્ય સ્થાનિક રહીશ શ્વેતાબેન ડાભીના જણાવ્યા અનુસાર, નળ શરૂ થાય ત્યારે પ્રથમ 10 મિનિટ સુધી અત્યંત ગંદુ પાણી આવે છે, જેના કારણે ઘરમાં પાણી ભરવું પણ મુશ્કેલ બની ગયું છે. દૂષિત પાણી અને ગંદકીના કારણે ઘરોમાં ઝાડા-ઉલટીનો રોગચાળો ફેલાયો છે. લાઇન સાફ કરવા કે ગટરની સમસ્યા ઉકેલવા માટે રજૂઆત કરીએ તો પણ 3-3 દિવસ સુધી કોઈ ડોકાતું નથી. થોડા દિવસ પહેલા નમુના લઈ ગયા હતા. પરંતુ બાદમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
    Click here to Read More
    Previous Article
    સુરક્ષા જવાન જ અસુરક્ષિત!, BRTSમાં CISF મહિલાકર્મીના મંગળસૂત્રની ચોરી:શાહપુરમાં હજયાત્રા માટે વર્ષોથી ભેગા કરેલા રૂ.28 લાખ રોકડાની તિજોરીમાંથી ચોરી
    Next Article
    વકીલો આજથી 2 દિવસ કોર્ટ કામથી અળગા રહેશે:હાઈકોર્ટના A-4 સાઈઝ પેપર અને ટાઈપિંગના કડક સર્ક્યુલર સામે ભારે વિરોધ, 30-40 કોર્ટરૂમમાં કામકાજ ખોરવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment