Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરક્ષા જવાન જ અસુરક્ષિત!, BRTSમાં CISF મહિલાકર્મીના મંગળસૂત્રની ચોરી:શાહપુરમાં હજયાત્રા માટે વર્ષોથી ભેગા કરેલા રૂ.28 લાખ રોકડાની તિજોરીમાંથી ચોરી

    9 घंटे पहले

    અમદાવાદ શહેરના BRTS બસ રૂટ પર મુસાફરી કરતી મહિલાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઈસરો ખાતે CISFમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મહિલા કર્મચારી શિવરંજનીથી CTM તરફ BRTS બસમાં મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે ભીડનો લાભ ઉઠાવીને કોઈ અજાણ્યો તસ્કર તેમના ગળામાંથી 1 લાખ રૂપિયાનું સોનાનું મંગળસૂત્ર ચોરી ગયો હતો. આ સિવાય અન્ય એક ઘટનામાં શાહપુર વિસ્તારમાંથી હજયાત્રા માટે બચાવેલા 28 લાખ રોકડા ઘરમાંથી ચોરાતાં શાહપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભીડનો લાભ લઈ 1 તોલાનું સોનાનું મંગળસૂત્ર ગાયબ કર્યું રામદેવનગર રોડ પર સોસાયટીમાં રહેતાં 40 વર્ષીય ભાવનાબેન શિંદે 6 ઓગસ્ટે બપોરે શિવરંજની BRTS બસ સ્ટોપથી રામોલ એક્સપ્રેસ હાઈવે જવા માટે બસમાં બેઠા હતા. બસમાં ભારે ભીડ હોવાથી કોઈ ઠગે હળવા હાથે તેમના ગળામાંથી 1 તોલાનું મંગળસૂત્ર કાઢી લીધું હતું. રામોલ બસ સ્ટોપ પર ઉતરીને બરોડા જવા નીકળ્યા ત્યારે મંગળસૂત્ર ચોરાયાની જાણ થઈ હતી. તેમણે રામોલ પોલીસ સ્ટેશન પહોંચીને ચોરી અંગે વિધિવત ફરિયાદ નોંધાવી છે. શાહપુરમાં હજયાત્રા માટે ભેગા કરેલા 28 લાખ રૂપિયા ચોરાયા ચોરીના બીજા બનાવમાં શાહપુરના માછીવાડમાં ગઝાલી એપાર્ટમેન્ટમાં રહેતા કાપડના વેપારી મોહમદ ઉસામા શેખના ઘરમાંથી 28 લાખ રૂપિયાની રોકડ રકમ ચોરાઈ છે. તેમણે પરિવાર સાથે હજયાત્રા પર જવા માટે વર્ષોની બચતમાંથી 28.50 લાખ રૂપિયા એકઠા કર્યા હતા. 50 હજાર રૂપિયા વાપર્યા બાદ બાકીના 28 લાખ રૂપિયા બેડરૂમની તિજોરીના ખુલ્લા ભાગમાં મૂક્યા હતા. 28 જુલાઈથી 5 ઓગસ્ટ દરમિયાન તિજોરી બંધ ન હોવાનો લાભ ઉઠાવી જાણભેદુ કે અજાણ્યા ચોરે રકમ સેરવી લીધી હતી. આ મામલે શાહપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપના મોટા નેતા CCTV બંધ કરાવી ભાગવા જતા શરમમાં મૂકાયા:ગાડીનો કાચ ચડાવી છૂમંતર થઇ ગયા, આરોપીને શોધવા પોલીસે મજુરોને ધંધે લગાડ્યા
    Next Article
    રાજકોટનાં વોર્ડ 18માં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત:કોઠારીયામાં 3 લાખ લીટરનો ટાંકો છતાં 45 સોસાયટીના રહીશો ગંદુ પાણી પીવા મજબૂર, કોંગ્રેસના આગેવાને કહ્યું- જનરલ બોર્ડમાં મોટી વાતો થાય છે કામ થતા નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment