Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચહેરો છુપાવીને થિયેટર પહોંચી એક્ટ્રેસ યામી ગૌતમ:બહેન સુરીલી સાથે 'ધુરંધર 2' જોઈ; સ્ક્રિન પર પોતાનો કેમિયો જોઈને શરમાઈ

    13 hours ago

    આદિત્ય ધરની પત્ની અને એક્ટ્રેસ યામી ગૌતમ છુપાઈને થિયેટરમાં ‘ધુરંધર 2’ જોવા પહોંચી છે. ફિલ્મની સફળતા વચ્ચે એક્ટ્રેસ યામી ગૌતમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. યામી તેની બહેન સુરીલી ગૌતમ સાથે સિક્રેટ રીતે થિએટરોમાં આ ફિલ્મ જોવા પહોંચી હતી. થિયેટર દર્શકોથી ભરેલું હતું, પરંતુ કોઈને ખબર ન પડી કે તેની બાજુમાં ખુદ ફિલ્મની એક્ટ્રેસ બેઠી છે. કોઈ ઓળખી ન જાય, તેથી ચહેરો છુપાવ્યો યામી ગૌતમે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે થિયેટરની અંદર બેઠેલી જોવા મળી રહી છે. ઓળખ છુપાવવા માટે યામીએ પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો. વીડિયોમાં તે પોતાની બહેન સુરીલીને ઇશારો કરીને ચૂપ રહેવા કહી રહી છે જેથી આસપાસના લોકો તેમને ઓળખી ન લે. સુરીલીએ કરી આદિત્ય ધરની પ્રશંસા યામી ગૌતમની બહેન સુરીલી ગૌતમે આ ફિલ્મને 'માસ્ટરપીસ' ગણાવી છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ફરી એકવાર આદિત્ય ધરને સલામ. અમને તમારા પર ગર્વ છે. તમારી સફળતાની ઉજવણી કરતા અમે ખૂબ ખુશ છીએ.” સુરીલીએ પોતાની બહેન યામીને પોતાની 'તાકાત અને નસીબ' ગણાવતા તેને ખૂબ પ્રેમ આપ્યો. યામીએ પણ બહેનનો આભાર માન્યો અને વીડિયોમાં પોતાના કેમિયો જોઈને શરમાતી જોવા મળી. 8 દિવસમાં 1,080 કરોડ કમાયા 'ધુરંધર: ધ રિવેન્જ' માત્ર કમાણી જ નથી કરી રહી, પરંતુ ઇતિહાસ રચી રહી છે. રિલીઝના માત્ર 8 દિવસની અંદર આ ફિલ્મે કુલ 32 રેકોર્ડ તોડી નાખ્યા છે. ફિલ્મે 8 દિવસમાં વર્લ્ડવાઇડ 1,080 કરોડ રૂપિયાનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. જ્યારે, ભારતમાં પહેલા અઠવાડિયામાં ફિલ્મે 674.17 કરોડનું નેટ કલેક્શન અને 805.32 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગ્રાઉન્ડ, ગ્લેમર અને ગોસિપ્સ:આવતીકાલથી દરરોજ સાંજે 5 વાગ્યે જુઓ, IPL 2026ની મસાલેદાર મોમેન્ટ્સ
    Next Article
    રાજ્યમાં હવે રૂ.300માં વારસાઈ જમીન વહેંચણી કરી શકાશે:56 લાખથી વધુ ખેડૂતોને સીધો ફાયદો, ખેતી પરની જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી રાહત

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment