Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડક અમલની રજૂઆત‎:સરકારી યોજનાઓમાં સ્વઘોષણા પત્રકની જગ્યાએ‎ સોગંદનામા લેવાનું શરૂ

    14 hours ago

    રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગરીબ અને સામાન્ય વર્ગના લોકોને સરકારી કચેરીઓના ધક્કા અને ખોટા આર્થિક બોજમાંથી મુક્તિ અપાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જે અંતર્ગત વિધવા સહાય, રાષ્ટ્રીય કુટુંબ સહાય, નિરાધાર સહાય તેમજ અન્ય સરકારી યોજનાઓ માટે સોગંદનામાના સ્થાને માત્ર સ્વઘોષણા પત્રક સ્વીકારવાનો કડક પરિપત્ર જાહેર કરાયો છે. પરંતુ, સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી બાબુઓ દ્વારા આ પરિપત્રનો સરિયામ અનાદર કરવામાં આવી રહ્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. દૂધરેજના સામાજિક કાર્યકર વિનોદભાઈ ડી. મકવાણાએ રજૂઆત કરી સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહેલી આ ગેરરીતિ સામે કડક પગલાં ભરવા માંગ કરી છે. જિલ્લાના તાલુકાઓમાં અધિકારીઓ પોતાની મરજી મુજબ અલગ-અલગ નિયમો ચલાવી રહ્યા છે, જેના કારણે અરજદારો હેરાનગતિ ભોગવી રહ્યા છે. રજૂઆતમાં કરાયેલ મુખ્ય માંગણીઓ: સરકારી કચેરીઓમાં વિધવા, નિરાધાર સહાય અને જાતિના દાખલા માટે સોગંદનામા લેવાની પ્રથા તાત્કાલિક બંધ કરવામાં આવે. સરકારના ઠરાવ મુજબ તાલુકાઓમાં માત્ર સ્વઘોષણા પત્રક જ સ્વીકારાય. જિલ્લામાં યોજનાકીય કામગીરી માટે તાલુકાવાર અલગ નિયમો રદ કરી એકસરખો નિયમ લાગુ કરાય. રૂ.300થી રૂ.500 સુધીનો સીધો આર્થિક બોજ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, નિરાધાર, ગરીબ અને વિધવા મહિલાઓ જ્યારે સહાય મેળવવા અરજી કરે છે ત્યારે કચેરીઓ દ્વારા સ્વઘોષણા પત્રકના બદલે સોગંદનામું જ લાવવા માટે દબાણ કરાય છે. સોગંદનામું કરાવવા માટે આ ગરીબ અરજદારોને રૂ.300થી લઈને રૂ.500 સુધીનો ખોટો ખર્ચ કરવો પડે છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં રૂ. 2 કરોડના ફાફડા-જલેબી ખવાશે‎:આજે દશેરા : આ વર્ષે ફરસાણના ભાવમાં કોઈ મોટો વધારો નહીં
    Next Article
    ઝાલાવાડમાં 3 હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર:ભાવમાં વધારો છતાં ટેકાના ભાવે નોંધણીમાં ઘટાડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment