Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપા દ્વારા વધુ એક પાણીકાપ ઝીંકાયો:આજી-ભાદર યોજના હેઠળ આવતા 2 ઝોન, 8 વોર્ડનાં 83થી વધુ વિસ્તારોમાં 30 ઓગષ્ટ અને 1 સપ્ટેમ્બરે પાણી વિતરણ બંધ, હજારો લોકો તરસ્યા રહેશે

    13 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાના વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા હાથ ધરાયેલી આડેધડ કામગીરી અને આગોતરા યોગ્ય આયોજનના અભાવે શહેરના લાખો નાગરિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવે છે. તાજેતરમાં જ શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે 100 કરતા વધુ સ્થળે પાણીકાપ મુકાયો હતો. તો હવે આજી ભાદર યોજનામાં નવી પાઈપલાઈન જોડાણના નામે તંત્ર દ્વારા શટડાઉન જાહેર કરવામાં આવ્યો છે. જેને પગલે આગામી 30 ઓગષ્ટ અને 1 સપ્ટેમ્બરે સેન્ટ્રલ અને વેસ્ટ ઝોનના કુલ 8 વોર્ડના 83થી વધુ નાના-મોટા વિસ્તારોમાં પાણી વિતરણ સંપૂર્ણપણે બંધ રહેશે. જેને લઈને આ દિવસોમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાવાની શક્યતા છે. મહાનગરપાલિકાનાં વોટરવર્ક્સ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, ભાદર યોજનાના ગોંડલ પમ્પિંગ સ્ટેશન ખાતે નવી 900 mm હેડર લાઈન સાથે મશીનરી જોડાણ માટે 30 ઓગસ્ટના રોજ સેન્ટ્રલ ઝોનનાં 3 વોર્ડમાં પાણી બંધ રહેશે. જ્યારે આજીથી મવડી તરફ જતી મેઈન લાઈન સાથે નવી 1016 mm પાઈપલાઈન જોડવાના નામે 1 સપ્ટેમ્બરના રોજ વેસ્ટ ઝોનનાં 5 વોર્ડમાં સવારે 3થી 11:00 વાગ્યા દરમિયાન શટડાઉન લાદવામાં આવ્યું છે. જેને પગલે જુદા-જુદા વિસ્તારના હજારો લોકો તરસ્યા રહેશે. પાણી કાપથી પ્રભાવિત થનારા 83થી વધુ વિસ્તારોની યાદી તારીખ: 30-08-2026 (સેન્ટ્રલ ઝોન - ગુરુકુળ હેડવર્કસ આધારિત વિસ્તારો) વોર્ડ નં. 7 (પાર્ટ):ભક્તિનગર પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગ નગર, જૈન ચાલ તથા વિગેરે વિસ્તારો. વોર્ડ નં. 14 (પાર્ટ): વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલ નગર, ગીતાનગર, ભક્તિનગર સોસાયટી, ધર્મજીવન સોસાયટી, ઢોલરીયાનગર, શ્રમજીવી સોસાયટી, કોઠારીયા કોલોની (પાર્ટ), માસ્ટર સોસાયટી (પાર્ટ), મીલપરા (પાર્ટ), મયુર પાર્ક, પુજારા પ્લોટ (પાર્ટ), આનંદનગર (પાર્ટ), મધુરમ પાર્ક, ગુલાબ નગર, અમૃત પાર્ક. વોર્ડ નં. 17 (પાર્ટ): નારાયણ નગર ભાગ-1, 2, નારાયણ નગર મફતિયું, ઢેબર કોલોની ભાગ-1, 2, 3, હસનવાડી ભાગ-1, 2, વાલકેશ્વર સોસાયટી, શ્રીનગર, સાધના સોસાયટી, ઇન્દીરાનગર 1, 2, મેઘાણીનગર, ન્યુ મેઘાણીનગર, આશીર્વાદ સોસાયટી, ગુરુજન સોસાયટી, ગીતાંજલી સોસાયટી, અવંતિકા સોસાયટી, આનંદનગર ગાયત્રી બગીચા વાળો ભાગ. તારીખ: 01-09-2026 (વેસ્ટ ઝોન - મવડી હેડવર્કસ આધારિત વિસ્તારો, સવારે 3:00 થી 11:00)** વોર્ડ નં. 8 (પાર્ટ): રામધામ, ન્‍યુ કોલેજવાડી, નવજયોત પાર્ક, જગનાથ પ્‍લોટ, સાંઇનગર, બ્રહ્મકુંજ સોસાયટી, ગુલાબ વિહાર સોસાયટી, ચંદ્ર પાર્ક સોસાયટી, ગુરૂદેવ પાર્ક. વોર્ડ નં. 10 (પાર્ટ): જય પાર્ક, સ્‍વાતિ પાર્ક, પાવન પાર્ક, નિધિ કર્મચારી સોસાયટી, મારૂતિ સોસાયટી, અલય પાર્ક-1, સત્‍યમ પાર્ક, દિપવન પાર્ક, શિવમ પાર્ક, શિવદ્રષ્‍ટિ સોસાયટી. વોર્ડ નં. 11 (પાર્ટ): ગોવિંદ રત્ન બંગલો, અર્જુન પાર્ક, આવાસ, સરદાર પટેલ, બેકબોન, વલ્લભ વિધાનગર, આર.જે. બંગલો, ગોવિંદ રત્ન, નવું-જુનું ઓમનગર, નુતન આદિવાસી સોસાયટી, મવડી ગામ (પાર્ટ), પ્રગટેશ્વર વ્રજ ભૂમિ. વોર્ડ નં. 12 (પાર્ટ): ગીરનાર સોસાયટી, વિનાયક નગર, શ્રીનાથજી સોસાયટી, ઉદય નગર (પાર્ટ), ગોપાલપાર્ક, અંકુર નગર, કડિયા નગર, વિષ્ણુ નગર, જલાજિત સોસાયટી, સાઈ સોસાયટી, જલારામ મધુરમ સોસાયટી, ગોકુલ ધામ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ભરત નગર, પુનિત નગર, કર્મચારી સોસાયટી, આંગન પાર્ક, સીતારામ પાર્ક, અમિધન પાર્ક, સતનામ સોસાયટી, ખોડીયાર નગર, વૃંદાવન પાર્ક, વૃંદાવન સોસાયટી, ઇગલ રેસિડેન્સી, સુખ-સાગર સોસાયટી, માધવ પાર્ક, માધવ વાટિકા, અવધ, સરસ્વતી, પ્રમુખનગર, હિમાલય પાર્ક, જશરાજ નગર, બાલાજી પાર્ક, બજરંગ સોસાયટી, અમૃત વાટિકા લક્ષમન જૂલા, આસ્તા રેસિડેન્સી, ભવાની નગર, સમૃદ્ધિ પાર્ક, ચામુંડા નગર, ગુંજન ટાઉનશિપ, રોયલ પાર્ક, જાનકી પાર્ક, કે.એક.રેસિડેન્સી, શિવ ધારા સોસાયટી, સન સિટી, ગોવિંદ રત્ન, શ્યામ વાટિકા, માધવ આર્યમાન સોસાયટી, શિવધામ સોસાયટી, કે.કે.પાર્ક, ગૂરૂદેવ પાર્ક, જે.કે.પાર્ક, રંગોલી, બેંગલોર, પટેલ નગર, સંસ્કાર ધંજય શનેશ્વર, ગોવિંદ આદર્શ, ગ્રીન સિટી, ત્રિમૂર્તિ શિવધારા, ગૂરૂદેવ તિરૂપતિનગર. વોર્ડ નં. 13 (પાર્ટ): આંબેડકર નગર (પાર્ટ), ખોડીયાર નગર (પાર્ટ), વિશ્વકર્મા સોસાયટી, ગોકુલ નગર (પાર્ટ). ઉલ્લેખનીય છે કે તાજેતરમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે પણ મનપા દ્વારા પાણીકાપ ઝીંકવામાં આવ્યો હતો. જેમાં ઈસ્ટ ઝોન હેઠળ આવતા વોર્ડ નંબર 4ની 100 કરતા વધુ સોસાયટીમાં 17 ઓગષ્ટનાં રોજ પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. બેડી ફિલ્ટર પ્લાન્ટથી ગ્રીનલેન્ડ પમ્પિંગ સ્ટેશન તરફ જતી 600 મી.મી.ની રાઈઝિંગ મેઈન લાઈનમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે ધીમા પાણીની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. આ સમસ્યાના કાયમી નિવારણ અર્થે મેઈન લાઈનમાં 300 મી.મી. ડાયામીટરનું નવું જોડાણ લેવાની કામગીરી હાથ ધરવાની હોવાનાં બહાને આ પાણીકાપ મુકવામાં આવ્યો હતો. ત્યારે હવે વધુ 83 વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાના નિર્ણયને લઈને મનપાનાં આયોજન સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી ભાજપ મહિલા મોરચાએ મુખ્યમંત્રીને રાખડી બાંધી:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
    Next Article
    રોડ બિલ્ડીંગ કમિટીના ચેરમેનનનો સવાલ:નરોડામાં શહેરનો સૌથી લાંબો ઓવરબ્રિજ બનાવવા સંપૂર્ણ જગ્યા અંગે તપાસ કર્યા વિના કેવી રીતે કામ આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment