Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોડ બિલ્ડીંગ કમિટીના ચેરમેનનનો સવાલ:નરોડામાં શહેરનો સૌથી લાંબો ઓવરબ્રિજ બનાવવા સંપૂર્ણ જગ્યા અંગે તપાસ કર્યા વિના કેવી રીતે કામ આપ્યું

    14 hours ago

    અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કૃષ્ણનગરથી નરોડા ગેલેક્સી સુધી બની રહેલા 2 કિલોમીટરથી વધુ લાંબા અને શહેરના સૌથી લાંબા ઓવરબ્રિજની કામગીરી અત્યંત ધીમી ચાલતી હોવાથી રોડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જૈનિક વકીલ એક્શન મોડમાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરની એક વર્ષની સમયમર્યાદા વધારવા અંગે બ્રિજ પ્રોજેક્ટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને મહત્વના પ્રશ્નો અને સ્પષ્ટતાઓ માંગવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર શા માટે આપવામાં આવ્યો? AMCની નીતિ મુજબ સાઇટ ક્લિયરન્સ, અડચણમુક્ત વર્કફ્રન્ટ, યુટિલિટી મેપિંગ અને સ્પષ્ટ ડ્રોઇંગ ન હોય ત્યાં સુધી વર્ક ઓર્ડર આપી શકાતો નથી. તેમ છતાં, સંપૂર્ણ સાઇટ ક્લિયર થયા પહેલાં અને ફાયનલ ડ્રોઇંગ વિના કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર શા માટે આપવામાં આવ્યો? GFC ડ્રોઇંગ અને RB એપ્રુવલમાં દર્શાવેલા 556 દિવસના વિલંબ અંગે RB ડિઝાઇન સર્કલનું લેખિત પ્રમાણપત્ર મેળવેલ છે કે કેમ? તેમજ ડિઝાઇન કન્સલ્ટન્ટ સામે કોઈ પેનલ્ટી શરત હેઠળ સ્પષ્ટતા માંગવામાં આવી છે કે નહીં? ₹50 લાખની પેનલ્ટી કઈ શરતના આધારે નક્કી કરાઈ? કોન્ટ્રાક્ટરના કારણે 185 દિવસનો વિલંબ થયો છે, ત્યારે ટેન્ડરની શરતો મુજબ LD પેનલ્ટી કપાત કરવાને બદલે માત્ર ₹50 લાખની પેનલ્ટી કઈ શરતના આધારે નક્કી કરવામાં આવી? કોન્ટ્રાક્ટરની ભૂલ અને વિલંબના કારણે થયેલા સમયગાળામાં તેને ભાવ વધારો આપવાનો થાય કે કેમ તે અંગે પણ ટેન્ડરની શરતો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. જંગલની જમીનના ક્લિયરન્સ, ઈજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે બ્રિજ નિર્માણમાં ભારે વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે નરોડા વિસ્તારમાં દૈનિક ધોરણે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપા દ્વારા વધુ એક પાણીકાપ ઝીંકાયો:આજી-ભાદર યોજના હેઠળ આવતા 2 ઝોન, 8 વોર્ડનાં 83થી વધુ વિસ્તારોમાં 30 ઓગષ્ટ અને 1 સપ્ટેમ્બરે પાણી વિતરણ બંધ, હજારો લોકો તરસ્યા રહેશે
    Next Article
    ગોધરામાં ભાજપ મહિલા મોરચાએ સફાઈ કર્મીઓને રાખડી બાંધી:રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી કરી સન્માનિત કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment