Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી ભાજપ મહિલા મોરચાએ મુખ્યમંત્રીને રાખડી બાંધી:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી

    12 hours ago

    નવસારી જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે મહિલા મોરચાના બહેનોનું એક વિશેષ પ્રતિનિધિમંડળ ગાંધીનગર પહોંચ્યું હતું. પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાખડી બાંધી તેમના દીર્ઘાયુ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા મહિલા મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની તમામ બહેનોની રક્ષા, સુરક્ષા અને સન્માન પ્રત્યે પોતાની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ બહેનોના આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉપસ્થિત બહેનોએ મુખ્યમંત્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ રાજ્યમાં મહિલા સશક્તિકરણ, સુરક્ષા અને જનકલ્યાણ માટે થઈ રહેલા કાર્યોની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોડાસાના દેવરાજ ધામ ખાતે નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો:145થી વધુ દર્દીઓએ લીધો લાભ
    Next Article
    રાજકોટ મનપા દ્વારા વધુ એક પાણીકાપ ઝીંકાયો:આજી-ભાદર યોજના હેઠળ આવતા 2 ઝોન, 8 વોર્ડનાં 83થી વધુ વિસ્તારોમાં 30 ઓગષ્ટ અને 1 સપ્ટેમ્બરે પાણી વિતરણ બંધ, હજારો લોકો તરસ્યા રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment