Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંડે પોઝિટીવ:પ્રોફેસર દંપતીએ કિચન વેસ્ટમાંથી અગાસી પર બનાવ્યો બાયોગેસ પ્લાન્ટ, મહિને 2 હજારની બચત, 8 વર્ષમાં 6 ટન કચરો ડમ્પિંગ સાઈટ જતો અટકાવ્યો

    1 day ago

    પાલિકા ખજોદમાં રોજ ઠલવાતા 4000 ટન ઘન કચરાના નિકાલ પાછળ વર્ષે 200 કરોડનો તોતિંગ ખર્ચ કરે છે ત્યારે પીપલોદમાં રહેતા પેસિફિક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગના પ્રિન્સિપાલ ડૉ.યોગેશ રોટલીવાલા અને તેમના પત્ની યાશિકાએ ઘરની અગાસી પર હોમબેઇઝ્ડ બાયોગેસ પ્લાન્ટ સ્થાપીને ‘કચરામાંથી કંચન’ અને ડિસેન્ટ્રલાઇઝ્ડ વેસ્ટ મેનેજમેન્ટનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. છેલ્લાં 8 વર્ષથી આ દંપતી રસોડાના ભીના કચરામાંથી બાયોગેસ બનાવી રસોઈમાં ઉપયોગ કરી રહ્યું છે. તેમણે 2018માં આ પ્લાન્ટ ઊભો કર્યો હતો, જેમાં ફળ-શાકભાજી, વધેલું ભોજન જેવા 2 કિલો કિચન વેસ્ટને પીસીને ગરમ પાણી સાથે ઉમેરે છે. આ ડિઝાઈન માટે તેમણે બે પેટન્ટ પણ મેળવી છે. કચરામાંથી કંચન: સરકારે 75,000નો રોકડ પુરસ્કાર આપી સન્માન કર્યું સોસાયટીઓમાં કચરા નિકાલનું કાયમી સમાધાન : ડૉ.રોટલીવાલાએ કહ્યું કે, માત્ર સેન્ટ્રલાઈઝ્ડ સિસ્ટમ પર નિર્ભર રહેવાને બદલે મોટી સોસાયટીઓ, હોસ્ટેલ્સ અને હોટેલ્સમાં આવા પ્લાન્ટ બને તો લેન્ડફિલ સાઇટ્સ પરનું ભારણ ઘટશે, ગ્રીન એનર્જી મળશે અને કચરાના નિકાલની સમસ્યાનું કાયમી સ્થાનિક સમાધાન આવશે. રોજ 2 કિલો ભીના કચરામાંથી 600 લિટર મિથેન ગેસ બને છે પ્લાન્ટમાંથી રોજ 600 લિટર મિથેન ગેસ બને છે, જે રાંધણ ગેસ જરૂરિયાતનો 50 ટકા હિસ્સો પૂરો પાડે છે. માસિક રૂ.1500થી 2000 સુધીની બચત થાય છે. રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગે રોટલીવાલા દંપતીને રાજ્યકક્ષાનો દ્વિતીય ક્રમનો ‘ક્લાઈમેટ ચેન્જ’ એવોર્ડ અને 75 હજારનો રોકડ પુરસ્કાર એનાયત કર્યો છે. તેમણે 8 વર્ષમાં આ પ્રયોગથી 6 ટન કચરો ડમ્પિંગ સાઈટ સુધી જતો અટકાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીના ખાંભામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો:વાડીએ સુતેલા ખેડૂતને માથાના ભાગે ગંભીર ઇજા; વનવિભાગે પાંજરા ગોઠવી સ્કેનિંગ શરૂ કર્યું
    Next Article
    બ્રાઝિલમાં ડ્રાઇવરલેસ ટ્રેન ક્રેનની સાથે ધડાકાભેર અથડાઈ:એલિવેટેડ ટ્રેક પરથી કાટમાળ નીચે રોડ પર પડ્યો, માંડ-માંડ બચ્યા હજારો લોકોના જીવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment