Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીના ખાંભામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો:વાડીએ સુતેલા ખેડૂતને માથાના ભાગે ગંભીર ઇજા; વનવિભાગે પાંજરા ગોઠવી સ્કેનિંગ શરૂ કર્યું

    1 day ago

    અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહ અને દીપડા જેવા વન્યપ્રાણીઓ દ્વારા માનવ પર હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી જ એક ઘટના ખાંભા તાલુકાના મોટા સરાકડીયા ગામે સામે આવી છે, જ્યાં રાત્રિના સમયે પોતાની વાડીમાં સૂતેલા ખેડૂત પર દીપડાએ હુમલો કરી તેમને ગંભીર રીતે ઘાયલ કર્યા છે. રાત્રિના સમયે અચાનક થયો હુમલો મળતી વિગતો મુજબ, મોટા સરાકડીયા ગામના ખેડૂત બાલાભાઈ ભુવા રાત્રિના સમયે પોતાની વાડીમાં હતા. મોડી રાત્રે આશરે અઢી વાગ્યાના સુમારે તેઓ નિંદ્રાધીન હતા ત્યારે અચાનક વનવગડામાંથી આવી ચડેલા દીપડાએ તેમના પર તરાપ મારી હતી. દીપડાએ બાલાભાઈના માથાના ભાગે સખત પંજો મારી ઈજા પહોંચાડી હતી. હુમલા બાદ ખેડૂત જાગી જતાં અને સામનો કરવાનો પ્રયાસ કરતાં દીપડો નજીકના કપાસ/મોલના સારા (ઝાડપાન) ભાગમાં સંતાઈ ગયો હતો. સંપર્ક વિહોણા ખેડૂત સવારે લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચ્યા ઘટના સમયે વાડીએ ફોન કે અન્ય કોઈ સંપર્કનું સાધન ન હોવાથી ઘાયલ બાલાભાઈ કોઈને જાણ કરી શક્યા નહોતા. માથાના ભાગે ગંભીર ઈજા હોવા છતાં તેમણે રાત વાડીએ વિતાવી હતી અને સવારે આશરે 6 વાગ્યે જાતે ચાલીને ઘરે પહોંચ્યા હતા. ખેડૂતને લોહીલુહાણ હાલતમાં જોઈ પરિવારે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ખાંભા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે, માથાની ઈજા વધુ ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તના પુત્ર ખોડુભાઈ ભુવાએ જણાવ્યું હતું કે, બાપુજી રાત્રે વાડીએ ગયા હતા અને અઢી વાગ્યા આસપાસ નીંદરમાં હતા ત્યારે જનાવરે હુમલો કરી માથામાં મોટો ઘા માર્યો હતો. રાત્રે સંપર્ક ન થઈ શકતા સવારે 6 વાગ્યે તેઓ ઘરે આવ્યા ત્યારે જ અમને બનાવની ખબર પડી હતી. વનવિભાગે પાંજરા ગોઠવી સ્કેનિંગ શરૂ કર્યું ઘટનાની જાણ થતાં જ ખાંભા વનવિભાગનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો અને ખેડૂતની સ્થિતિ જાણી આગળની કવાયત હાથ ધરી હતી. વનવિભાગ દ્વારા હુમલાખોર દીપડાનું લોકેશન મેળવવા માટે વિસ્તારમાં સ્કેનિંગ અને નાઈટ પેટ્રોલીંગ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દીપડાને વહેલી તકે પકડી પાડવા માટે ઘટનાસ્થળની આસપાસના વિસ્તારમાં પાંજરા ગોઠવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. સીમ વિસ્તારમાં ભયનો માહોલ અમરેલી જિલ્લામાં અવારનવાર બનતી વન્યજીવોના હુમલાની ઘટનાઓને પગલે ગ્રામીણ અને ખાસ કરીને ખેતીકામ કરતા વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. રાત્રિના સમયે પાકને પાણી પાવા કે વાડીની ચોકી કરવા જતા ખેડૂતોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે કે વનવિભાગ તાત્કાલિક આ હિંસક દીપડાને પાંજરે પૂરે જેથી ખેડૂતો ભયમુક્ત બનીને કામ કરી શકે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના લાખણકા ગામે બુદ્ધ વંદના અને લોક જાગૃતિ કાર્યક્રમ:વર્ષાવાસ અશ્વિની પૂર્ણિમા નિમિત્તે બોધિરાજ બૌદ્ધ દ્વારા આયોજન કરાયું
    Next Article
    મંડે પોઝિટીવ:પ્રોફેસર દંપતીએ કિચન વેસ્ટમાંથી અગાસી પર બનાવ્યો બાયોગેસ પ્લાન્ટ, મહિને 2 હજારની બચત, 8 વર્ષમાં 6 ટન કચરો ડમ્પિંગ સાઈટ જતો અટકાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment