Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્રાઝિલમાં ડ્રાઇવરલેસ ટ્રેન ક્રેનની સાથે ધડાકાભેર અથડાઈ:એલિવેટેડ ટ્રેક પરથી કાટમાળ નીચે રોડ પર પડ્યો, માંડ-માંડ બચ્યા હજારો લોકોના જીવ

    1 day ago

    બ્રાઝિલના સાઓ પાલો શહેરમાં એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં ડ્રાઇવર વગર દોડતી(ડ્રાઇવરલેસ) મોનોરેલ ટ્રેન રેલવે ટ્રેક પર પડેલી કન્સ્ટ્રક્શન ક્રેન સાથે અથાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે તેના કારણે ટ્રેનનો કાટમાળ નીચે રસ્તા પર પડ્યો હતો. આ અકસ્માત શનિવાર, 24 ઓક્ટોબર 2026ના રોજ સાઓ પાલોના વિલા પ્રુડેન્ટ વિસ્તારમાં આવેલા એવેનિડા પ્રોફેસર લુઇઝ ઇનાસિયો દે અન્હૈયા મેલો ખાતે લાઇન 15-સિલ્વર પર થયો હતો. અહીં જુઓ વીડિયો કેવી રીતે થઈ દુર્ઘટના ટ્રેક પર અચાનક ક્રેન પડી હોવાને કારણે ડ્રાઇવરલેસ ટ્રેન સમયસર બ્રેક લગાવી શકી નહીં અને તે ક્રેન સાથે અથડાઈ ગઈ. ટક્કરને કારણે ટ્રેન અને ક્રેનનો કાટમાળ એલિવેટેડ ટ્રેક પરથી નીચે વ્યસ્ત માર્ગ પર પડ્યો હતો. સદનસીબે, રસ્તા પર ચાલી રહેલા વાહનો પર કાટમાળ ખાલી જગ્યા પર પડવાથી મોટો અકસ્માત ટળી ગયો હતો અને વાહનચાલકો માંડ-માંડ બચી ગયા હતા. ક્રેન ઓપરેટર ઘાયલ સદભાગ્યે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રેનમાં બેઠેલા તમામ મુસાફરો હેમખેમ બચી ગયા હતા અને તેમને કોઈ ઈજા થઈ નહોતી. જોકે, ક્રેન ઓપરેટર આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો હતો, જેને ઈમરજન્સી ટીમે બચાવીને હોસ્પિટલ ખસેડ્યો હતો. ક્રેન રેલવે ટ્રેક પર કેવી રીતે પડી તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી. અકસ્માતની 2 તસવીરો જુઓ….
    Click here to Read More
    Previous Article
    મંડે પોઝિટીવ:પ્રોફેસર દંપતીએ કિચન વેસ્ટમાંથી અગાસી પર બનાવ્યો બાયોગેસ પ્લાન્ટ, મહિને 2 હજારની બચત, 8 વર્ષમાં 6 ટન કચરો ડમ્પિંગ સાઈટ જતો અટકાવ્યો
    Next Article
    કોંગ્રેસનો દાવો- અરુણાચલમાં 40-50 કિમી અંદર ઘૂસ્યા ચીની સૈનિકો:સેનાએ કહ્યું- ઘૂસણખોરીના દાવાવાળો વીડિયો નકલી, 2023ની પ્રેસ કોન્ફરન્સ સાથે છેડછાડ કરીને બનાવ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment