Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળશે અદ્યતન બિલ્ડિંગ‎:બાલુબા વિજ્ઞાન ભવન 2 મહિનામાં નવા રંગરૂપમાં સજ્જ થશે : 8 રૂમ, 3 લેબ અને ગ્રાઉન્ડનું સમારકામ શરૂ કરાયું

    2 days ago

    પોરબંદરમાં વર્ષોથી ધમધમતી નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવયુગ સ્કૂલના વિજ્ઞાન ભવનનું બિલ્ડિંગ અતિ જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયું હતું ત્યારે આ બિલ્ડિંગના રિનિવેશન માટે આ સ્કૂલમાં 50 વર્ષ પૂર્વે અભ્યાસ કરી ગયેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આગળ આવ્યા હતા અને રૂ.50 લાખનું ડોનેશન એકત્રિત કરી આ સ્કૂલના બિલ્ડિંગનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 2 માસમાં આ બિલ્ડિંગ તૈયાર થયે અહીં અભ્યાસ કરતા 125 વિદ્યાર્થીઓ નવું બિલ્ડિંગ ઉપલબ્ધ થશે. શહેરના શૈક્ષણિક ઇતિહાસમાં જેનું નામ આદરપૂર્વક લેવાય છે તેવા ઐતિહાસિક નવયુગ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નવયુગ વિજ્ઞાન ભવનના ભવ્ય દિવસો ટૂંક સમયમાં જ પરત ફરવા જઈ રહ્યા છે. વર્ષ 1966માં સ્થાપિત થયેલી આ શૈક્ષણિક ઇમારત સમયની થાપટ સાથે જર્જરિત થઈ ગઈ હતી, પરંતુ હવે તેના જીર્ણોદ્ધારનું ભગીરથ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. આ આખો પ્રોજેક્ટ સંસ્થાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન નવયુગ એલુમની એસોસિએશન ફેઝ-2 દ્વારા ઉપાડી લેવામાં આવ્યો છે. જે અંતર્ગત આગામી બે મહિનાની અંદર જ આ આખું શિક્ષણધામ તદ્દન નવા રંગરૂપ સાથે આધુનિક ટેકનોલોજીથી સજ્જ થઈ જશે.આ શૈક્ષણિક પ્રકલ્પમાં મુખ્ય આર્થિક સહયોગ મુંબઈ સ્થિત જાણીતા ઉદ્યોગપતિ અને આ જ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શરદભાઈ રૂપારેલ તરફથી મળ્યો છે. શરદભાઈએ પોતાના સ્વર્ગસ્થ પુત્રની પવિત્ર સ્મૃતિને ચિરંજીવ રાખવા માટે સંસ્થાને રૂ. 21 લાખનું માતબર દાન અર્પણ કર્યું છે. તેમના આ પ્રેરણાદાયી પગલાંથી પ્રેરાઈને આજથી 50 વર્ષ પૂર્વે એટલે કે 1970ના દાયકામાં અહીં અભ્યાસ કરી ચૂકેલા અન્ય અનેક નિવૃત્ત અને વ્યવસાયિકો પણ માતૃસંસ્થાનું ઋણ ચૂકવવા આગળ આવ્યા છે અને ઉદાર હાથે ફાળો આપ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળશે અદ્યતન બિલ્ડિંગ‎ 2300 સ્ક્વેર મીટરમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે રિનોવેશનની આ કામગીરી કોઈ સામાન્ય સમારકામ પૂરતી મર્યાદિત નથી, પરંતુ અંદાજે 2300 ચોરસ મીટરના વિશાળ કેમ્પસમાં વ્યાપક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. બિલ્ડિંગના 8 મુખ્ય વર્ગખંડો ને સ્માર્ટ ક્લાસરૂમ તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે. આ સાથે જ ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન અને જીવવિજ્ઞાનના પ્રયોગો માટેની 3 અત્યાધુનિક લેબોરેટરીનું સંપૂર્ણ આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ માટે રમત-ગમતના વિશાળ ગ્રાઉન્ડને સમથળ કરી નવો લુક અપાશે, તેમજ સ્વચ્છતાને ધ્યાને રાખીને અદ્યતન ટોઈલેટ બ્લોકનું પણ નિર્માણ કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાયું છે. 25 છાત્રોને લાભ મળશે, દીકરીઓ માટે તદ્દન મફત શિક્ષણ એસોસિએશનના આયોજન મુજબ, આગામી બે માસમાં તમામ કામગીરી પૂર્ણ થતાં જ 125થી વધુ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવા માટે એક આદર્શ વાતાવરણ પૂરું પાડતું નવું બિલ્ડિંગ સુપ્રત કરી દેવામાં આવશે. આ શિક્ષણધામનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યવસાયિક નફાખોરીનો નથી પરંતુ સમાજ સેવા પરત્વેનો છે. નવી સુવિધાઓ બાદ પણ અહીં અભ્યાસ અર્થે આવતી કન્યાઓ માટે શિક્ષણ તદ્દન વિનામૂલ્યે રાખવામાં આવ્યું છે. જ્યારે કુમારો માટે 6 માસની ફી માત્ર રૂ.260 જેવી નજીવી ટોકન રકમ રાખવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાણાવાવમાં દીપડાના હુમલાથી‎પાલતુ શ્વાનનું મોત નીપજ્યું‎:પેટ્રોલિંગ અને વળતર આપવા કોંગ્રેસ ઉપપ્રમુખ અને ખેડૂતોની રજૂઆત
    Next Article
    તહેવાર પૂર્વે જ નોટિસ મળતાં રહેવાસીઓની સ્થિતિ કફોડી બની‎:વીરડી પ્લોટ,અશરફી નગર સામે રેલવે ટ્રેક પરના 140થી વધુ મકાનો અને દુકાનોને અતિક્રમણ દૂર કરવા નોટિસ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment