Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાણાવાવમાં દીપડાના હુમલાથી‎પાલતુ શ્વાનનું મોત નીપજ્યું‎:પેટ્રોલિંગ અને વળતર આપવા કોંગ્રેસ ઉપપ્રમુખ અને ખેડૂતોની રજૂઆત

    एक दिन पहले

    ​બરડા ડુંગરમાં પાણીની તંગીને કારણે જંગલી પ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં ઘૂસતાં ખેડૂતો ભયભીત; રાત્રિ પેટ્રોલિંગ અને વળતર આપવા કોંગ્રેસ ઉપપ્રમુખ અને ખેડૂતોની રજૂઆત. રાણાવાવ પંથકમાં એક પાલતું શ્વાન પર દીપડા હુમલો કરતા મોત થયું હતું.આ ઘટનાને લઈને કૉંગ્રેસના આગેવાન દ્વારા વનમંત્રી અને વન વિભાગને આવેદનપત્ર પાઠવી અને પાંજરું મુકવા માગ કરી હતી.તેમજ વળતર ચૂકવવા સહિતની વિવિધ માગણીઓ કરી હતી. ​પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેર નજીકના રેવન્યુ વિસ્તારમાં જંગલી હિંસક પ્રાણીઓના હુમલા વધતાં ખેડૂતો અને માલધારીઓના જાનમાલ સામે ગંભીર ભય ઊભો થયો છે. તા. ૬ ઓગસ્ટના રોજ રાત્રે રાણાવાવના ખેડૂત અગ્રણી અને પોરબંદર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ પ્રતાપ ખિસ્તરીયાની વાડીમાંથી દીપડો તેમના પાલતુ શ્વાનને ફાડી ખાધો હતો. આ ઘટનાના પગલે રાણાવાવ તાલુકાના સમસ્ત ખેડૂત આગેવાનો દ્વારા વન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા અને રાણાવાવ RFO ડોડીયા સાહેબને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક કડક પગલાં ભરવાની આકરી માંગ કરવામાં આવી છે.આ આવેદનપત્રમાં જણાવાયું છે કે બરડા ડુંગરમાં હાલ પાણી અને ખોરાકની તંગીના કારણે તેમજ સિંહોની સંખ્યા વધતાં દીપડાઓ સીમ અને માનવ વસ્તીવાળા વિસ્તારો તરફ આવી રહ્યા છે. ખેડૂતો માટે રાત્રે ખેતરે જવું જોખમી બન્યું હોવાથી વન વિભાગ દ્વારા તાત્કાલિક પાંજરા ગોઠવી દીપડાને પકડવામાં આવે, રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે અને જંગલની અંદર વન્યજીવો માટે પાણીના કુંડ બનાવવામાં આવે તેવી અપીલ કરાઈ છે. આ ઉપરાંત પીડિત ખેડૂતને વળતર ચૂકવવા અને સીમ વિસ્તારમાં સુરક્ષા સાધનો આપવા માંગ કરાઈ છે. પાણીની શોધમાં માનવ વસ્તી ધરાવતા રહેણાંક તરફ આવતા દીપડા બરડા ડુંગરમાં સિંહોની વસ્તી અને પાણીની અછતને લીધે દીપડાઓ ખોરાક માટે ખેતરો અને વસ્તીવાળા વિસ્તારો તરફ આવી રહ્યા છે, જેના કારણે પાલતુ પશુઓ અને શ્વાન પર હુમલાના બનાવો વધ્યા છે.જેથી બરડા ડુંગર આસપાસના વિસ્તારોમાં દીપડાનો આતંક જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દવા પીને મરી જઇશ તેમ કહી ધમકી દેવાનો આક્ષેપ‎:ગાંધીગ્રામમાં પાડોશીઓ વચ્ચે મારામારી, સામસામી ફરિયાદ
    Next Article
    ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને મળશે અદ્યતન બિલ્ડિંગ‎:બાલુબા વિજ્ઞાન ભવન 2 મહિનામાં નવા રંગરૂપમાં સજ્જ થશે : 8 રૂમ, 3 લેબ અને ગ્રાઉન્ડનું સમારકામ શરૂ કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment