Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડભારી બીચ પર 2 કરોડની 71-બાઇકથી માઁ દુર્ગાની વિશાળ મુખાકૃતિ:તિલક અને આંખનો નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે, નવરાત્રિમાં સુરતીઓનો અનોખો ભક્તિભાવ, ડ્રોન વીડિયો

    14 hours ago

    નવરાત્રિ એટલે ગરબા, આરાધના અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ. પરંતુ સુરતના બાઇકર્સ દ્વારા માઁ દુર્ગા પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાની જે અનોખી રીત અપનાવવામાં આવી છે તે સુરત કે ગુજરાત જ નહીં, સમગ્ર વિશ્વમાં કદાચ પહેલીવાર જોવા મળી છે. સુરત બાઇકિંગ કમ્યુનિટીના 100થી વધુ બાઇકર્સે શહેર નજીક આવેલા ડભારી બીચ પર એકત્ર થઈને ₹2 કરોડની કિંમત ધરાવતી 71 પ્રીમિયમ બાઇક્સની મદદથી માઁ દુર્ગાની ભવ્ય મૂખાકૃતિ બનાવી હતી. આ અદ્ભૂત દૃશ્ય આકાશમાંથી ડ્રોન કેમેરામાં કેદ થતાં જ સમગ્ર બીચ ભક્તિમય બની ગયો હતો. 10 દિવસનું માઇક્રો પ્લાનિંગ અને 71 બાઇક્સનો સંગમ સુરત બાઇકિંગ કમ્યુનિટી (SBC)ના પ્રમુખ પિનાક મશરૂવાલાએ જણાવ્યું કે, નવરાત્રિ નિમિત્તે જગતજનની માઁ દુર્ગા પ્રત્યે વિશેષ આસ્થા પ્રગટ કરવાનો વિચાર ઘણા સમયથી અમારા મનમાં હતો. આ આયોજનને સાકાર કરવા માટે અમારી ટીમ છેલ્લા 10 દિવસથી દિવસ-રાત પ્લાનિંગ કરી રહી હતી. શરૂઆતમાં લગભગ 100 જેટલી બાઇક્સ લાવવામાં આવી હતી, જેમાંથી આખરે 71 બાઇક્સની પરફેક્ટ ગોઠવણ કરીને માાતા દુર્ગાની મુખાકૃતિ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. દરિયામાં ભરતી આવતા તિલક ધોવાઈ ગયું, 4 કલાક સુધી ચાલી જહેમત આ વિશાળ નિર્માણ દરમિયાન ટીમ સામે કુદરતી પડકારો પણ આવ્યા હતા. પિનાકભાઈએ મુશ્કેલીઓ વર્ણવતા જણાવ્યું કે, સવારના સમયે દરિયામાં અચાનક ભરતી આવી ગઈ હતી. અમે માઁ દુર્ગાનું તિલક બનાવીને આકૃતિ શરૂ જ કરી હતી ત્યાં મોજાંના પાણી ફરી વળ્યા, જેના કારણે તમામ બાઇક્સને તાત્કાલિક ત્યાંથી હટાવવી પડી હતી. આ વિઘ્ન છતાં ટીમે હિંમત ન હારી. અમે થોડે આગળ જઈને રેતી પર ફરીથી નવી શરૂઆત કરી. આ ઘટનાને લીધે વધારાના 2 કલાકનો સમય બગડ્યો અને સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં કુલ 4 કલાક જેટલો સમય લાગ્યો હતો. બે કરોડની બાઇક્સ એક મંચ પર, એકતાનું ઉત્તમ ઉદાહરણ આ આયોજન માત્ર ભક્તિનું જ નહીં, પરંતુ બાઇકિંગ કમ્યુનિટીની એકતાનું પણ ઉત્તમ ઉદાહરણ બન્યું હતું. સુરતમાં કાર્યરત તમામ જાણીતા મોટરસાઇકલ શૉરૂમ્સે આ આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને પ્રત્યેક ડીલરે 2 થી 3 નવી બાઇક્સ આપીને સહયોગ કર્યો હતો. આ આકૃતિમાં ઉપયોગમાં લેવાયેલી બાઇક્સની અંદાજિત કિંમત ₹2 કરોડથી વધુ આંકવામાં આવી છે. આ ભવ્ય પ્રતિકૃતિમાં સુઝુકી, યામાહા, ટીવીએસ, રોયલ એનફિલ્ડ, હીરો, હોન્ડા, ટ્રાયમ્ફ, કેટીએમ, બીએમડબલ્યુ, એપ્રિલિયા, જાવા, યેઝદી, બીએસએ અને બજાજ જેવી તમામ નામાંકિત બ્રાન્ડ્સની બાઇક્સ સામેલ રહી હતી. અગાઉ ‘ૐ’ અને ‘શ્રી રામ’ બાદ હવે નવો વર્લ્ડ રેકોર્ડ બનવાની તૈયારી ટીમ એસબીસી અગાઉ પણ આવા ધાર્મિક અને રચનાત્મક પ્રયોગો કરી ચૂકી છે. આ પહેલાં મહાશિવરાત્રિ પર બાઇક્સ દ્વારા ‘ૐ’ (ઓમ) અને રામનવમીના પર્વે 65 બાઇક્સની મદદથી પ્રભુ ‘શ્રી રામ’નું નામ લખીને રેકોર્ડ નોંધાવ્યો હતો, જેને ‘વર્લ્ડ રેકોર્ડ્સ ઓફ ઇન્ડિયા’ દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી હતી. આ વખતે 71 બાઇક્સથી માં દુર્ગાની મુખાકૃતિ બનાવીને ટીમે પોતાનો જ રેકોર્ડ તોડવાની દિશામાં કદમ વધાર્યા છે, જેને ફરી એકવાર વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળવાની પૂરેપૂરી સંભાવના છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના હરસિદ્ધિ મંદિરે નવરાત્રિનો પ્રારંભ:11 કુંવારીકાઓએ જવારા વાવી ઘટસ્થાપન કર્યું; ધ્વજારોહણ અને માંડવી સ્થાપન પણ થયું
    Next Article
    સુરતમાં ડો. હર્ષના આપઘાત કેસમાં બે મહિલા ડોક્ટરને પોલીસે દબોચી:ભાવનગરની દિક્ષીતા ઘેવરીયા અને રાજુલાની હિના ભૂતની ધરપકડ, અન્ય બે આરોપી હજુ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment