Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ડો. હર્ષના આપઘાત કેસમાં બે મહિલા ડોક્ટરને પોલીસે દબોચી:ભાવનગરની દિક્ષીતા ઘેવરીયા અને રાજુલાની હિના ભૂતની ધરપકડ, અન્ય બે આરોપી હજુ ફરાર

    11 hours ago

    સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ન્યૂ પી.જી.હોસ્ટેલમાં રેસિડેન્ટ ડૉ.હર્ષ પંડ્યાના ચકચારી આત્મહત્યા કેસમાં પોલીસે બે મહિલા ડોક્ટરને દબોચી છે. ભાવનગરની 25 વર્ષીય દિક્ષીતા ઘેવરીયા અને રાજુલાની 27 વર્ષીય હિના ભૂતની ખટોદરા પોલીસે ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપી હજુ ફરાર હોવાથી શોધખોળ કરવામાં આવી રહી છે. હર્ષના પિતાએ એટ્રોસિટીની ફરિયાદ કરી હતી ACP ઝેડ.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી હોસ્ટેલમાં 8 ઓગસ્ટની મધ્યરાત્રિએ ડૉ. હર્ષ પંડ્યાએ આત્મહત્યા કરી હતી. આ મામલે ફેક્ટ-ફાઈન્ડિંગ અને મેડિકલ કમિટીના રિપોર્ટમાં પ્રાથમિક દ્રષ્ટિએ રેગિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. તેના આધારે મૃતકના પિતાએ 15 ઓગસ્ટના રોજ એટ્રોસિટી અને દુષ્પ્રેરણનો ગુનો નોંધાવ્યો હતો. 4માંથી બે ડોક્ટર મહિલા આરોપીની ધરપકડ પોલીસે આ ગુનાની તપાસ હાથ ધરી કેસમાં સંડોવાયેલા કુલ ચાર આરોપી પૈકી બે મહિલા આરોપી દિક્ષિતા ઘેવરિયા અને હીના ભૂતની ધરપકડ કરી છે. રેગિંગ કમિટીના અહેવાલ મુજબ બંનેનો ભોગ બનનારને ત્રાસ આપવામાં અને દુષ્પ્રેરણા કરવામાં સક્રિય રોલ હતો. આ બંને આરોપીઓને કાયદાકીય સમયમર્યાદામાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા છે. પ્રાથમિક રિપોર્ટ અને વોટ્સએપ ચેટ-કમ્યુનિકેશનના પુરાવા રજૂ કરાયા પોલીસ તપાસમાં બે મુખ્ય પ્રકારના પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, જેમાં એક રેગિંગ કમિટીનો પ્રાથમિક રિપોર્ટ અને બીજું અન્ય તબીબો દ્વારા આપવામાં આવેલી વોટ્સએપ ચેટ તથા કમ્યુનિકેશનનો સમાવેશ થાય છે, જેમાં ભોગ બનનારને થતી તકલીફો સામે આવી હતી. મૃતકનું એડમિશન માર્ચ-એપ્રિલ મહિનામાં થયું હોવાથી પ્રાથમિક રીતે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. અન્ય બે આરોપી ફરાર હોવાથી પકડવાના બાકી આ કેસમાં હજુ અન્ય બે આરોપીઓ અનુજ મહેશ્વરી અને નિરાલી વસાવેને પકડવાના બાકી છે. તેઓ અગાઉ આગોતરા જામીન અને ક્વોશિંગ પિટિશન માટે કાયદાકીય પ્રક્રિયામાં હતા અને પોલીસની ધરપકડથી બચવા સગા-સંબંધીઓ તથા મિત્રોના ઘરે આશરો લઈ છુપાતા ફરતા હતા. જેમને પકડવા પોલીસની તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો: 'ડૉ.હર્ષ પંડ્યા SC હોવાની જાણ થતાં સિનિયરોએ ટાર્ગેટ કર્યો', પિતાની ફરિયાદ
    Click here to Read More
    Previous Article
    ડભારી બીચ પર 2 કરોડની 71-બાઇકથી માઁ દુર્ગાની વિશાળ મુખાકૃતિ:તિલક અને આંખનો નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાશે, નવરાત્રિમાં સુરતીઓનો અનોખો ભક્તિભાવ, ડ્રોન વીડિયો
    Next Article
    Indian-Origin Dipika Damerla Deletes Bollywood-Style Mayoral Campaign Video, Explains Why

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment