Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો:58 ટકાથી વધારી 60 ટકા કરાયું, 1 જાન્યુઆરી, 2026થી અસરથી ચૂકવણી કરાશે

    10 hours ago

    રાજ્ય સરકારના લાખો કર્મચારી અને પેન્શનરો માટે ખુશખબર આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરાયો છે. કર્મચારીઓને અત્યાર સુધી જે 58 ટકા મોંઘવારી ભથ્થુ મળતું હતું તેની જગ્યાએ હવે 60 ટકા કરાયું છે. મોંઘવારી ભથ્થામાં વધારો 1 જાન્યુઆરી, 2026થી લાગુ કરાયો છે. એટલે કે કર્મચારીઓને મે મહિનાના પગારમાં જાન્યુઆરીથી એપ્રિલ મહિનાના એરિયર્સની ચૂકવણી પણ કરાશે. મોંઘવારી ભથ્થું 58% થી વધીને 60% કરાયું ભારત સરકારના 22 એપ્રિલ, 2026ના ઓફિસ મેમોરેન્ડમને અનુસરીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. અગાઉ મોંઘવારી ભથ્થાનો દર 58% હતો, જે હવે વધીને કુલ 60% થયો છે. આ વધારાનો લાભ રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓ, પેન્શનરો, અખિલ ભારતીય સેવા (A.I.S.) ના અધિકારીઓ તેમજ ગ્રાન્ટ-ઈન-એડ શાળાઓ અને સંસ્થાઓના શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક સ્ટાફને મળવાપાત્ર થશે. મે- 2026ના પગાર સાથે વધારો આપવાનો રહેશે ચૂકવણીની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા કરતા ઠરાવમાં જણાવાયું છે કે, રાજ્ય સરકાર અને પંચાયતના કર્મચારીઓ, પેન્શનરોના પગાર/પેન્શનમાં મોંઘવારી ભથ્થામાં વધારો મે- 2026ના પગાર સાથે કરવાનો રહેશે. જાન્યુઆરી-2026 થી એપ્રિલ 2026થી મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમની ચૂકવણી ઠરાવ પ્રસિદ્ધ થયા બાદ એક હપ્તામાં મેં માસના પગારની (પેઈડ ઈન જૂન 2026) સાથે રોકડમાં કરવાની રહેશે. મોંઘવારી ભથ્થું શું છે? મોંઘવારી ભથ્થું એવું નાણું છે, જે સરકારી કર્મચારીઓને મોંઘવારી વધવા છતાં તેમનું જીવનધોરણ જાળવી રાખવા માટે આપવામાં આવે છે. આ નાણાં સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને એની ગણતરી કરવામાં આવે છે. એ સંબંધિત પગારધોરણના આધારે કર્મચારીઓના મૂળ પગાર અનુસાર ગણવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અથવા ગ્રામીણ વિસ્તારોમાં કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ હોઈ શકે છે. મોંઘવારી ભથ્થું કેવી રીતે ગણવામાં આવે છે? મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે (છેલ્લા 12 મહિનાના ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ની સરેરાશ - 115.76)/115.76]×100. હવે જો આપણે PSU (પબ્લિક સેક્ટર યુનિટ)માં કામ કરતા લોકોના મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ, તો એની ગણતરીની પદ્ધતિ છે- મોંઘવારી ભથ્થાની ટકાવારી = (છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકાંકની સરેરાશ (બેઝ વર્ષ 2001 = 100)- 126.33) )x100
    Click here to Read More
    Previous Article
    ગોધરા હાઇવે પર ટ્રક-કન્ટેનરનો અકસ્માત:અમદાવાદ-ઇન્દોર હાઇવે પર દુર્ઘટનામાં કન્ટેનર ચાલકને ગંભીર ઇજા, સારવાર અર્થે ખસેડાયા
    Next Article
    ગોતામાં લાયસન્સ વિનાના 23 પશુઓ પકડાયા:ગરમી વધતા પાણીજન્ય રોગચાળો વધ્યો, પશુ ભગાડી જતાં શખસ સામે ફરિયાદ નોંધાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment