Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    2 ટ્રક વચ્ચે અકસ્માતમાં યુવાનનું મોત:રાજકોટમાં બેડી ચોકડી પાસે કોલસો ભરીને જતા ટ્રક ડ્રાઇવરને અન્ય ટ્રકની ટક્કર જીવલેણ સાબિત થઈ

    10 hours ago

    રાજકોટના બેડી ચોકડી નજીક 29 સપ્ટેમ્બરના મોડી રાત્રે બે ટ્રક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના 35 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. પડાણાથી તાપી તરફ કોલસો ભરીને જઈ રહેલા ટ્રકના ડ્રાઈવર માટે સામેથી પુરપાટ ઝડપે આવતા ટ્રકની ટક્કર જીવલેણ સાબિત થઈ હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના જામદેવળાયા ગામના રહેવાસી દેવાભાઈ દેવશાભાઈ આંબલીયા (ઉં.વ.39) ને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. તેમણે પોતાનો ટ્રક પોતાના મિત્ર અને ગામના જ વતની ધરમશાભાઈ પંડિતને ભાગીદારીમાં ચલાવવા માટે આપ્યો હતો. ગત તા.29 સપ્ટેમ્બરના રાત્રે ધરમશાભાઈ પડાણા ગામથી ટ્રકમાં કોલસો ભરીને તાપી જિલ્લાના સોનગઢ ગામે ખાલી કરવા માટે નીકળ્યા હતા. રાત્રે 11 વાગ્યા આસપાસ ધરમશાભાઈએ ટ્રાન્સપોર્ટર દેવાભાઈને ફોન કરીને ફાસ્ટટેગમાં બેલેન્સ પૂરું થઈ ગયું હોવાથી રિચાર્જ કરી આપવા જણાવ્યું હતું. જે બાદ મોડી રાત્રે અંદાજે દોઢ વાગ્યા આસપાસ દેવાભાઈને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેને માહિતી આપી હતી કે રાજકોટના બેડી ચોકડી પાસે તેમના ટ્રકનો અકસ્માત થયો છે અને ટ્રકચાલકનું મોત નીપજ્યું છે. બનાવની ગંભીરતા જોઈ દેવાભાઈએ તાત્કાલિક ધરમશાભાઈના મોબાઈલ પર સંપર્ક કરતા ત્યાં હાજર અન્ય વ્યક્તિએ અકસ્માતની પુષ્ટિ કરી હતી. આ દુઃખદ સમાચાર મળતાં જ દેવાભાઈ, મૃતકના ભાઈ બાલાભાઈ તથા અન્ય પરિવારજનો તુરંત કાર લઈને રાજકોટ આવવા રવાના થયા હતા. રાજકોટ પહોંચ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલે પહોંચ્યા હતા. ઘટનાસ્થળ અને હોસ્પિટલ ખાતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક નંબર જીજે-12-બીવાય-5482ના ચાલકે પોતાના વાહનને બેદરકારીપૂર્વક ચલાવી ધરમશાભાઈના ટ્રક સાથે જોરદાર ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે ધરમશાભાઈ પંડિતનું સ્થળ પર જ મૃત્યું થયું હતું. આ બનાવ અંગે મૃતકના મિત્ર દેવાભાઈ આંબલીયાએ ટ્રક ચાલક વિરુધ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ફ્યૂલ, ફાયનાન્સ, ફર્ટિલાઈઝર ને ફૂડનું સંકટ:રાહુલ પછી વિદેશ મંત્રી જયશંકરે ચેતવ્યા; બે મહાયુદ્ધથી મહાવિનાશ, જાણો ઈકોનોમીની ઈનસાઈડ સ્ટોરી
    Next Article
    આંતરરાજ્ય ઘરફોડ ચોરીના ગુનામા સંડોવાયેલા બે આરોપી ઝડપાયા:મંગલુરુમાં મકાનમાંથી ચોરેલા સોના-ચાંદીના દાગીના સહિત રૂ.19.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, સોના-ચાંદીના દાગીના લઈને દિલ્હી જઈ રહ્યા હોવાનું કબૂલ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment