Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં દ્વિતીય ઉપનયન સંસ્કાર કાર્યક્રમનું આયોજન:બટુકોને વૈદિક વિધિ-વિધાનથી જનોઈ ધારણ કરાવવામાં આવી

    18 hours ago

    જામનગરમાં ભૂદેવ કર્મકાંડી સમિતિ દ્વારા 5 બટુકો માટે દ્વિતીય ઉપનયન સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ તા. 5 જુલાઈ, 2026, રવિવારના રોજ કાશી વિશ્વનાથ રોડ પર આવેલી દયાશંકર બ્રહ્મપુરી વાડી ખાતે યોજાયો હતો. શાસ્ત્રી ભરતભાઈ જોષી અને શાસ્ત્રી ભરતભાઈ વ્યાસના આચાર્ય પદે બટુકોને વૈદિક વિધિ-વિધાનથી જનોઈ ધારણ કરાવવામાં આવી હતી. આ અવસરે ગણેશજીની સ્થાપના, મંડપ મુહૂર્ત, ગ્રહશાંતિ, દાંડિયા રાસ અને કાશી યાત્રા જેવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિતો માટે ભોજન વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. સંસ્થાના સભ્યો દ્વારા મહાનુભાવોને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્ય માટે અનેક ભૂદેવો સહિત વિવિધ સમાજના શ્રેષ્ઠીઓએ દાતા તરીકે સેવા આપી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શાસ્ત્રી ભરતભાઈ રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૂદેવ કર્મકાંડી સમિતિના પ્રમુખ ભાવેશભાઈ જાની, મંત્રી સતીષભાઈ પંડ્યા, ખજાનચી કિરીટભાઈ જોષી અને અન્ય સભ્યોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં 2 કિલોમીટરના અંતરે બે ગંભીર અકસ્માત:ઇકો કાર પલટી મર્સિડિઝ ટ્રેલરમાં અથડાઈ, સવાર લોકોનો ચમત્કારી બચાવ
    Next Article
    "Comfort Food And Baarish": Neena Gupta Shares The Recipe Of Her Favourite Monsoon Indulgence

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment