Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મામુલી વરસાદમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય!:રાજકોટના કાલાવડ રોડ પરનાં લક્ષ્મીના ઢોરા વિસ્તારમાં લોકો ત્રાહિમામ, સ્થાનિકોમાં ભારે રોષ છવાયો

    20 घंटे पहले

    રાજકોટમાં છેલ્લા 2 દિવસથી રાત્રે સામાન્ય વરસાદ પડી રહ્યો છે. આ મામુલી વરસાદમાં જ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. વરસાદની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં વહીવટી તંત્રની નિષ્કાળજીને લીધે ગંભીર સમસ્યાઓ વરસી પડી છે. ખાસ કરીને શહેરના વીઆઈપી ગણાતા કાલાવડ રોડ ઉપર આવેલા શ્રમિક અને મધ્યમવર્ગીય વિસ્તાર એવા લક્ષ્મીના ઢોરા વિસ્તારમાં ચોમાસાની શરૂઆતમાં જ કાદવ-કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. રસ્તાઓ બિસ્માર બન્યા છે અને ઠેર-ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. બે દિવસના સામાન્ય વરસાદમાં આ વિસ્તારની હાલત અત્યંત દયનીય બની ગઈ છે, જેને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ‘દર વર્ષે ચોમાસું આવે એટલે અમારો આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ જાય છે’ વિસ્તારની મહિલાઓએ એકત્રિત થઈને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં રસ્તા, પીવાના પાણી અને ગટરની સમસ્યાઓ કોઈ નવી નથી, પરંતુ વર્ષો જૂની છે. દર વર્ષે ચોમાસું આવે એટલે અમારો આખો વિસ્તાર જાણે બેટમાં ફેરવાઈ જાય છે. આસપાસના વિસ્તારો અને નવા બનેલા બ્રિજના પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને કારણે બધું જ પાણી નીચાણવાળા ભાગમાં આવેલા અમારા ઘરો તરફ ધસી આવે છે. ગઈકાલે રાત્રિના સમયે પણ પડેલા વરસાદને પગલે આખાય વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. અને લોકોના ઘર સુધી ગંદા પાણી પહોંચી ગયા હતા, જેના કારણે ઘરવખરીને મોટાપાયે નુકસાન થયું છે. ફોન કર્યા, વિડીયો ઉતારીને તંત્રને મોકલ્યા પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી ભાવનાબેન નામના માહિલૉ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ચોમાસાના વરસાદનું પાણી અમારા ઘરોમાં ઘૂસી ગયું છે. સરકારે રોડ-રસ્તા ઊંચા કરી દીધા એનો અમને કોઈ વાંધો નથી, પરંતુ આ રોડ ઊંચા થવાના કારણે વરસાદી પાણી અને ગટરના પાણી બેક મારીને અડધા-અડધા સુધી અમારા ઘરોમાં ભરાઈ ગયા છે. આ બાબતે અમે વારંવાર ફોન કર્યા, વિડીયો ઉતારીને તંત્રને મોકલ્યા પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી. ગટર ઉભરાવાને કારણે ઘરની તમામ વસ્તુઓ, અનાજના દણા અને ગોદડા-પલંગ બધું જ પલળીને નાશ પામ્યું છે. જ્યારે પણ અમે સાહેબોને ફોન કરીએ છીએ ત્યારે તેઓ માત્ર 'હા, હા, અમે આવીએ છીએ' તેવો જવાબ આપે છે, પણ રૂબરૂ આવીને અમારી કોઈ સમસ્યા સાંભળવા કે તેનો કાયમી ઉકેલ લાવવા કોઈ તૈયાર નથી. આ વિસ્તારના પાણીનો નિકાલ કેમ કરવામાં આવતો નથી? અન્ય એક મહિલા મનીષાબેને પણ તંત્રની નીતિ સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, વરસાદ આવે ત્યારે પાણીનો નિકાલ કરવો એ તંત્રની ફરજ છે. જો પાણીનો નિકાલ ન થાય તો આ ગરીબ પબ્લિક જાય ક્યાં? તંત્રએ પહેલા પબ્લિક વિશે વિચારવું જોઈએ. અમે છેલ્લા 40 વર્ષથી અહીં રહીએ છીએ. નવો પુલ તો હજુ હમણાં જ બન્યો છે. જો પુલના પાણીના નિકાલ માટે તેઓ ખાડા ગાળીને વ્યવસ્થા કરી શકતા હોય, તો આ વિસ્તારના પાણીનો નિકાલ કેમ કરવામાં આવતો નથી? શું અમે ટેક્સ નથી ભરતા? અમે દર વર્ષે વેરો ભરીએ છીએ. આ વિસ્તારમાં ન તો પાણીના નળ કનેક્શન પૂરતા છે, ન તો ગટરની સાચી લાઈન છે. 10-10 દિવસે માંડ એકાદ વાર પાણીનો ટાંકો આવે છે. જો મોટા લોકો માટે બધી સગવડ થતી હોય, તો અમારા જેવા નાના માણસો માટે કેમ નહીં? પાણી ઘરમાં ઘૂસતાં જ તમામ નાની-મોટી વસ્તુઓ પલળી ગઈ અન્ય મહિલા વર્ષાબેને પોતાના ઘરમાં થયેલા નુકસાન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, વરસાદી પાણી ઘરમાં ઘૂસી આવવાને કારણે અમારો આખો ફોન પલળી ગયો અને બગડી ગયો છે. અમારા વિસ્તારમાં ગટર અને રસ્તાની કોઈ સુવિધા નથી. અમારું મકાન નીચાણવાળા ભાગમાં આવેલું હોવાથી જ્યારે નવો પુલ બનાવવામાં આવ્યો ત્યારે પાણીના નિકાલ અંગે કોઈ આયોજન જ કરવામાં આવ્યું નહીં. પાણી ઘરમાં ઘૂસતાં જ કબાટ, ફર્નિચર, ગોદડાં, ગાદલાં અને ઘરની તમામ નાની-મોટી વસ્તુઓ પલળી ગઈ છે અને બધું જ નકામું થઈ ગયું છે. કપડાં ધોવાનું વોશિંગ મશીન પણ પાણીમાં ડૂબી ગયું છે અને પાણી ખેંચવાની મોટર પણ બળી ગઈ છે. સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા અને પાણીના નિકાલની ગંભીર સમસ્યાઓ ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં ચોમાસાનો પ્રારંભ થોડા દિવસો પહેલા જ થયો છે. અને હજુ ખાસ વરસાદ પણ પડ્યો નથી. ત્યારે માત્ર સામાન્ય વરસાદમાં જ રોડ રસ્તા અને પાણીના નિકાલની ગંભીર સમસ્યાઓ સામે આવી રહી છે. ત્યારે જો શહેરમાં 10-20 ઇંચ વરસાદ ખાબકશે તો મનપા તંત્ર શુ કરશે ? તેવા સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે. જોકે મ્યુ. કમિશનર તુષાર સુમેરાએ ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો હોવાનો દાવો કર્યો છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની સમસ્યા ક્યારે દૂર કરવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં આફત વ્યવસ્થાપન અંગે કલેક્ટરે માહિતી આપી:380 નાગરિકોને સલામત સ્થળે ખસેડાયા, ભોજન સહિતની વ્યવસ્થા કરાઈ, તંત્ર એલર્ટ
    Next Article
    વલસાડમાં 2 કિલોમીટરના અંતરે બે ગંભીર અકસ્માત:ઇકો કાર પલટી મર્સિડિઝ ટ્રેલરમાં અથડાઈ, સવાર લોકોનો ચમત્કારી બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment