Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બસ-બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવકોના મોત:મોત પહેલા જિંદગીની છેલ્લી રીલ બનાવી; મહિસાગરના હીરાપુર પાસે એક યુવકે રોડ પર, બીજાએ હોસ્પિટમાં દમ તોડ્યો

    23 hours ago

    મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલા હીરાપુર પાસે ST બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં 2 યુવકોના કરૂણ મોત નીપજ્યા છે. દાહોદ ડેપોની પીટોલથી પાટણ જતી બસ સાથે બાઈક અથડાતાં આ ઘટના બની હતી. અકસ્માત બાદ સ્થાનિક પોલીસે ત્વરિત ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની તપાસ શરૂ કરી છે. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. હીરાપુર નજીક સર્જાયો ભયાનક અકસ્માત પ્રાથમિક વિગતો અનુસાર દાહોદ ડેપોની પીટોલથી પાટણ રૂટની ST બસ હીરાપુર નજીકથી પસાર થઈ રહી હતી. તે જ સમયે પૂરઝડપે આવતી બાઈક અને ST બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બાઈકનો કૂચો નીકળી ગયો હતો. સારવાર દરમિયાન બીજા યુવકનું મોત સંતરામપુરથી ઝાલોદ જતા હાઈવે રોડ પર આવેલા હીરાપુર ગામે એસ.ટી. બસ સાથે સર્જાયેલા અકસ્માતમાં દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના બમ્બેલા ગામના ગોવિંદ પારગી અને ધાવડીયા ગામના હર્ષદ કલારાનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે આ અકસ્માતમાં ધાવડીયા ગામના અન્ય એક યુવક હર્ષદ ચરપોટ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વતન તરફ જતાં ત્રણ મિત્રોને નડ્યો અકસ્માત દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના અલગ-અલગ ગામોના રહેવાસી એવા ત્રણ મિત્રો વતન પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ગાંધીનગરમાં અભ્યાસ કરતો ગોવિંદ પારગી તથા બાયડ ખાતે મજૂરી કામ કરતા તેના બે મિત્રો હર્ષદ કલારા અને હર્ષદ ચરપોટ એક જ બાઈક પર સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન હીરાપુર પાસે અકસ્માત નડતાં બે મિત્રોના કરૂણ મોત નીપજ્યા હતા, જ્યારે એક મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. સંતરામપુર પોલીસે તપાસ શરૂ કરી ઘટનાની જાણ થતાં જ સંતરામપુર પોલીસની ટીમ તુરંત સ્થળ પર દોડી આવી હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત કયા સંજોગોમાં અને કોની ભૂલથી થયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આ પણ વાંચો રેન્જરોવર સાથે આખલો અથડાતાં 2 યુવકના મોત, 1 ગંભીર:રસ્તા પર કારના ટુકડા-માંસના લોચા વેરવિખેર; થરાદ પાસેની ઘટનામાં અમરેલી-રાજકોટના યુવાનો કાળનો કોળિયો ગત 27 સપ્ટેમ્બરેવહેલી સવારે રાજકોટથી રાજસ્થાન તરફ જઈ રહેલી રેન્જરોવર કાર (GJ03DD0788)નો થરાદ નજીકના ભારતમાલા હાઇવે પર ભયાનક અકસ્માત થયો હતો. આ ગંભીર ઘટનામાં કારમાં સવાર ત્રણ યુવકમાંથી બેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એકને ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. થરાદ-ડીસા હાઈવેના માલપુર પાસે અચાનક આખલો આડે આવતા રેન્જરોવર કાર તેની સાથે અથડાઈને સીધી ડિવાઈડર સાથે ટક્કરાતા કારના નાના ટુકડા સાથે માંસના લોચા પણ રોડ પર વિખેરાયા હતાં. આસપાસથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. મૃતક યુવકોમાં એક અમરેલીનો અને બીજો રાજકોટનો હોવાનું સામે આવ્યું છે. તેમના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે થરાદની સિવિલમાં ખસેડાયા હતાં.(સંપૂર્ણ અહેવાલ માટે ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    મોટા યક્ષ મેળામાં વિકાસ અને સ્વચ્છતાનો સંદેશ આપતું પ્રદર્શન:કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન જોવા લોકો ઉમટ્યા
    Next Article
    દોઢ વર્ષથી ફરાર પ્રોહિબિશન આરોપી પકડાયો:ભરૂચ ‘એ’ ડિવિઝન પોલીસે વડોદરાના માંજલપુરમાંથી ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment