Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોટા યક્ષ મેળામાં વિકાસ અને સ્વચ્છતાનો સંદેશ આપતું પ્રદર્શન:કેન્દ્રીય સંચાર બ્યુરો દ્વારા આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન જોવા લોકો ઉમટ્યા

    21 hours ago

    નખત્રાણા તાલુકાના મોટા યક્ષ ખાતે ચાલી રહેલા ઐતિહાસિક અને ભાતીગળ લોકમેળામાં પરંપરાગત મોજમસ્તી સાથે સરકારી જનજાગૃતિનો સંદેશ પણ લોકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કાર્યરત કેન્દ્રીય સંચાર બ્યુરો, ભુજ દ્વારા મેળા સ્થળે ‘વિકસિત ભારત @2047’ અને ‘સ્વચ્છતા હી સેવા’ વિષયને કેન્દ્રમાં રાખીને વિશેષ મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મોટા યક્ષના મેળામાં કચ્છ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. આવા જનસમુદાય વચ્ચે સરકારી યોજનાઓ અને લોકહિતલક્ષી સંદેશાઓ સરળતાથી પહોંચાડવાના હેતુથી આ પ્રદર્શનને મેળાના વાતાવરણ સાથે જોડવામાં આવ્યું છે. પ્રદર્શન સ્થળે વિવિધ માધ્યમો દ્વારા દેશના વિકાસની દિશા, નાગરિકોની ભાગીદારી અને સ્વચ્છતાના મહત્વ અંગે માહિતી આપવામાં આવી રહી છે. ‘વિકસિત ભારત @2047’ના સંકલ્પ સાથે દેશને આગામી વર્ષોમાં વધુ વિકસિત અને સક્ષમ બનાવવાના પ્રયાસોમાં સામાન્ય નાગરિકોની ભૂમિકા અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. સાથે જ કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને વિકાસલક્ષી પહેલ અંગેની જાણકારી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સ્વચ્છતા માત્ર સરકારી તંત્રની જવાબદારી ન રહીને દરેક નાગરિકની સામૂહિક ફરજ બને તેવો સંદેશ આપવામાં આવી રહ્યો છે. જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવી, કચરાનો યોગ્ય નિકાલ કરવો અને આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવા માટે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ પ્રદર્શનના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે. લોકમેળા જેવા મોટા જાહેર કાર્યક્રમમાં માહિતી, શિક્ષણ અને મનોરંજનના માધ્યમથી જનજાગૃતિ ઊભી કરવાનો આ પ્રયાસ લોકો માટે ઉપયોગી બની રહ્યો છે. પરંપરાગત લોકમેળાની રોનક વચ્ચે વિકાસ અને સ્વચ્છતાનો સંદેશ આપતું આ મલ્ટીમીડિયા પ્રદર્શન મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    યુવક પર જર્મન શેફર્ડ છોડી હુમલો, આડેધડ બચકાં ભર્યા:રાજકોટમાં ક્રાઈમ બ્રાન્ચમાં બાતમી આપ્યાની શંકા રાખી પાડોશીએ રિક્ષાચાલકને સાંકળથી માર માર્યો
    Next Article
    બસ-બાઇક વચ્ચે અકસ્માતમાં 2 યુવકોના મોત:મોત પહેલા જિંદગીની છેલ્લી રીલ બનાવી; મહિસાગરના હીરાપુર પાસે એક યુવકે રોડ પર, બીજાએ હોસ્પિટમાં દમ તોડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment