Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપી 2 દિવસના રિમાન્ડ ઉપર:શેર બજારના રોકાણમાં ઊંચા વળતરની લાલચમાં ફરિયાદી પાસેથી 5.30 કરોડ લીધા, 2.57 કરોડ રૂપિયા પરત આપી નહીં

    2 days ago

    અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં સેટેલાઈટ પોલીસ મથકે ચાલુ વર્ષે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે એક પુરુષ આરોપી અને બે મહિલા આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. જેમાં પુરુષ આરોપી મિહિર પરીખના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. જ્યારે ધારા પરીખ અને ગીતા પરીખને જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ છે. શેર બજારના રોકાણના નામે 5.30 કરોડ લીધા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ શેર બજારમાં રોકાણ કરવાની સારા વળતરની લાલચ આપીને આરોપીઓએ ફરિયાદી અને તેના પરિવાર પાસેથી કુલ 5.30 કરોડ રૂપિયા લીધા હતા. જેને બેંક ખાતામાં RTGS મારફતે રૂપિયા મેળવાયા હતા. આરોપીઓએ તેનું શેર બજારમાં રોકાણ કરવાની જગ્યાએ અંગત ખર્ચમાં વાપરી નાખ્યા હતા. વળી ફરિયાદીને ખોટા માર્ગે દોરવા પોતાની એપમાં ખોટો ડેટા બતાવ્યો હતો. તેમ જ મોતીલાલ ઓસવાલના ખોટા એકાઉન્ટ બનાવ્યા હતા. આરોપીઓએ માત્ર 2.73 કરોડ પરત આપ્યા ફરિયાદીએ આરોપીઓ પાસેથી પૈસા માંગતા તેને 2.73 કરોડ જેટલી રકમ પરત આપી હતી. જો કે 2.57 કરોડ જેટલી રકમ પરત આપી ન હતી. ત્યારે સરકારી વકીલ તુષાર.એલ. બારોટે આરોપીઓના રિમાન્ડ માંગતા રજૂઆત કરી હતી કે આરોપીના બેન્ક ખાતાની તપાસ કરવાની છે અને પૈસાની રિકવરી મેળવવાની છે. આરોપીઓએ ખોટા એકાઉન્ટ ક્યાં અને કેવી રીતે બનાવાયા અને તેમાં કયા સાધનોનો ઉપયોગ કર્યો તે મેળવવાના છે. આરોપી સામે ચેક બાઉન્સના 21 કેસો આરોપીઓના 47 બેંક ખાતાની તપાસ કરવાની છે. આરોપીઓ કેટલા લોકોને છેતર્યા છે, કેટલી મિલકતો વસાવી છે તેની તપાસ કરવાની છે. અન્ય આરોપીઓની આ કેસમાં સંડોવણી છે કે કેમ તેની પણ તપાસ કરવાની છે. આરોપી સામે ચેક બાઉન્સના 21 કેસો થયેલા છે. ઉપરોક્ત મુદ્દાઓને ધ્યાને રાખીને આરોપી મિહિર પરીખના બે દિવસના ડિમાન્ડ મંજૂર કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ચેન્નઈએ પંજાબને 210 રનનો ટાર્ગેટ આપ્યો:મ્હાત્રેની ફિફ્ટી, સરફરાઝે 32, દુબેએ 45 રન બનાવ્યા; વૈશાખે 2 વિકેટ લીધી
    Next Article
    માળિયા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ માટે ચિંતાજનક સ્થિતિ:24 બેઠકો માટે એક પણ દાવેદાર ન દેખાયો, નિરીક્ષકો જોતા રહ્યા રાહ, પણ કોઈ ડોકાયું નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment