Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડેમી-2 ડેમમાંથી 514 ક્યુસેક પાણી નદીમાં છોડાયું:ટંકારાના ચેકડેમો ભરવા 1 દરવાજો 1 ફૂટ ખોલ્યો, ખેડૂતો સિંચાઈમાં થશે લાભ

    1 day ago

    ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલા ડેમી-2 ડેમમાંથી આજે સવારે 10 વાગ્યે પાણી છોડવામાં આવ્યું છે. ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલીને ડેમી નદીમાં 514 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ પાણી નદીના પટમાં આવેલા ચેકડેમો ભરવા અને ખેડૂતોને સિંચાઈ માટે ઉપલબ્ધ થશે. મોરબી જિલ્લામાં ગત સપ્તાહમાં થયેલા વરસાદને કારણે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક ચાલુ છે. ડેમી ડેમમાં હાલ પણ 122 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા ડેમની નીચેના ચેકડેમો ભરવા માટે પાણી છોડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, ભાજપના આગેવાનો અને ખેડૂતો સહિતના લોકો ડેમ સાઈટ પર હાજર રહ્યા હતા. ખેડૂતોને નદી મારફતે અને ચેકડેમમાંથી સિંચાઈ માટે પાણી મળી રહેશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. નદીમાં પાણી છોડતા પહેલા ટંકારા તાલુકાના નસીતપર, નાના રામપર અને મોટા રામપર; મોરબી તાલુકાના ચાચાપર, ખાનપર, આમરણ, ડાયમંડનગર, બેલા; તથા જોડિયા તાલુકાના માવનુ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કીર્તિ પટેલની બદનક્ષી-ધમકીના ગુનામાં સુરેન્દ્રનગરથી ધરપકડ:સુરત પોલીસ ખેંચીને લઈ જતાં કહ્યું- ‘કેમ ભાઈ પૈસા લીધા છે ફરિયાદના?, સાહેબ આમ ન હોય હો...’
    Next Article
    PMએ લોકાર્પણ કરેલા બાયોડાયવર્સિટી પાર્કની સામે જ 'કચરાનો ડુંગર':ભાસ્કરના ડ્રોન ઈન્વેસ્ટિગેશનમાં દેખાયો સ્વચ્છતામાં અવ્વલ સુરત પર 'કાળો ડાઘ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment