Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 2 કરોડના લક્ઝુરિયસ 4BHK ફ્લેટમાં આગ:10મા માળે ACમાં શોર્ટસર્કિટથી ભડકો, માતા-પુત્રનો બચાવ; ₹50 લાખનું નુકસાન, બિલ્ડિંગના ફાયર સેફ્ટી સાધનો એક્સપાયર મળ્યા

    15 hours ago

    સુરત શહેરમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત્ રહ્યો છે, ત્યારે વધુ એક ગંભીર દુર્ઘટના સામે આવી છે. સુરતના અણુવ્રત દ્વાર નજીક આવેલા પોશ ન્યૂ સીટીલાઈટ વિસ્તારમાં મોડી રાત્રે એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટના 10મા માળે અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. એર કંડિશનરમાં શોર્ટસર્કિટ થવાના કારણે લાગેલી આ આગે જોતજોતામાં સમગ્ર ફ્લેટને લપેટમાં લઈ લીધો હતો. આ ઘટનામાં અંદાજે ₹2 કરોડના ફ્લેટનું કિંમતી ઈન્ટીરીયર અને ઘરવખરી બળીને ખાખ થઈ ગયાં હતાં. જોકે, પરિવાર સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી હતી. રાત્રે 1:45 વાગ્યે ACમાંથી તણખો ઝર્યો, ધુમાડાના ગોટેગોટા દેખાયા ન્યૂ સીટીલાઈટ રોડ પર આવેલા 'રત્ન વિરાટ એપાર્ટમેન્ટ'ના 10મા માળે આવેલા 4BHK ફ્લેટમાં રાત્રે આશરે 1:40થી 1:45 વાગ્યાના સુમારે હોલમાં લાગેલા ACમાં અચાનક શોર્ટસર્કિટ થતાં આગ ભભૂકી ઊઠી હતી. એ સમયે ફ્લેટમાં નિર્મલા દેવી ઓમપ્રકાશ અગ્રવાલ (ઉં.વ. 66) અને તેમના પુત્ર મનીષભાઈ અગ્રવાલ (ઉં.વ. 42) હાજર હતા. નિર્મલા દેવી હોલમાં સૂતા હતા, જ્યારે મનીષભાઈ અંદરના રૂમમાં ઊંઘી રહ્યા હતા. આગ લાગતાં જ માતાએ તુરંત પુત્રને જગાડીને જાણ કરી હતી. ડોલ-વાસણોથી આગ ઓલવવા પ્રયાસ કર્યો, પછી માતાને લઈ બહાર દોડ્યા દુર્ઘટનાનો ભોગ બનેલા મનીષભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે, આગ લાગતાં જ તેમણે જાતે ડોલ અને વાસણો વડે પાણી છાંટીને આગ ઓલવવા કોશિશ કરી હતી તેમજ સોફા પણ ખસેડ્યા હતા. પરંતુ આગ ઝડપથી પ્રસરી રહી હોવાથી તેમણે જોખમ લીધા વિના માતાની સુરક્ષાને ધ્યાને રાખી તાત્કાલિક તેમને ફ્લેટની બહાર સુરક્ષિત મોકલી દીધા હતા. બંને સમયસર બહાર દોડી આવતાં આબાદ બચાવ થયો હતો. મનીષભાઈ પોતે હૃદયના દર્દી હોવાથી નિવૃત્ત જીવન જીવે છે અને થોડું શેરબ્રોકિંગનું કામ સંભાળે છે. બિલ્ડિંગના ફાયર એક્સ્ટિંગ્વિશર એક્સપાયર, હોસ્પિટલના સ્ટાફે મદદ કરી આગ વિકરાળ બની ત્યારે બિલ્ડિંગમાં રાખેલા ફાયર એક્સ્ટિંગ્યુશર વડે આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે સાધનો એક્સપાયર થઈ ગયેલા હોવાથી સમયસર ચાલ્યા નહોતા. જેથી શરૂઆતમાં આગ પર કાબૂ મેળવી શકાયો નહોતો. જોકે, નજીકમાં આવેલી હર્ષ હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક દોડી આવીને પરિવારને મદદ પૂરી પાડી હતી. 100 અને 112 નંબરની સિસ્ટમ સામે રોષ: ‘ગાંધીનગર કનેક્શનના લીધે ગાડીઓ મોડી આવી’ પીડિત મનીષભાઈએ કટોકટીની સેવાઓની ઢીલી કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ઘટના બનતાં જ 100 નંબર અને 112 નંબર પર તાત્કાલિક જાણ કરી હોવા છતાં ફાયર બ્રિગેડની ગાડીઓ રાત્રે 2:00 વાગ્યા પછી એટલે કે ઘણી મોડી પહોંચી હતી. સરકારી વ્યવસ્થા મુજબ 112 નંબર ગાંધીનગર સેન્ટ્રલાઇઝ્ડ કનેક્ટેડ હોવાથી સ્થાનિક સ્તરે માહિતી પહોંચવામાં વિલંબ થાય છે અને તેના કારણે ઇમરજન્સી સેવા મોડી મળે છે. દોઢ કલાક પાણીનો મારો ચલાવ્યો: 3 AC, હોમ થિયેટર સહિત ₹50 લાખનો સામાન સ્વાહા 10મા માળે આગ હોવાથી ફાયર વિભાગે વેસુ ફાયર સ્ટેશનથી ફાયર એન્જિન, હાઈડ્રોલિક પ્લેટફોર્મ તેમજ બૂમ બ્રાઉઝર રવાના કર્યા હતા. ગંભીરતા જોતાં મજુરા અને ભીમરાડ ફાયર સ્ટેશનથી પણ કાફલો બોલાવાયો હતો. ફાયર ફાઈટરોએ રાત્રે 2:00થી 3:31 વાગ્યા સુધી સતત દોઢ કલાક પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. આ ભીષણ આગમાં 3 AC, 4 પંખા, મોંઘાદાટ સોફા, ડાઇનિંગ સેટ, ટીવી, હોમ થિયેટર, વુડન ફર્નિચર અને સમગ્ર વાયરીંગ બળીને ખાખ થઈ જતાં અંદાજે ₹50 લાખ જેટલું મોટું આર્થિક નુકસાન થયું છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ભાડા વિધેયક મામલે વકીલોમાં ફાંટા:એક જૂથ વિરોધના સમર્થનમાં તો બીજૂ જૂથ કોર્ટ કાર્યવાહી ચાલુ રાખવાના સમર્થનમાં, સેશન્સ કોર્ટ-ફેમિલી કોર્ટના દરવાજા બંધ કરી વિરોધ
    Next Article
    દોડાવી-દોડાવી અઢી મિનિટમાં યુવકને 22 દંડા ફટકાર્યાં, CCTV:પતિ કપડામાં ધોકા સંતાડી ચાર શખસ સાથે પત્નીના મિત્રના કારખાને પહોંચ્યો, રસ્તા પર લાવી તૂટી પડ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment