Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દોડાવી-દોડાવી અઢી મિનિટમાં યુવકને 22 દંડા ફટકાર્યાં, CCTV:પતિ કપડામાં ધોકા સંતાડી ચાર શખસ સાથે પત્નીના મિત્રના કારખાને પહોંચ્યો, રસ્તા પર લાવી તૂટી પડ્યાં

    14 hours ago

    અઢી મિનિટમાં યુવકને દોડાવી દોડાવી 22થી વધુ દંડા ફટકાર્યાં હોવાના CCTV સામે આવ્યા છે, જે અમદાવાદના દાણીલીમડા વિસ્તારના છે. સિકંદર માર્કેટ પાસે 6 ઓક્ટોબરે મહિલા સાથેની મિત્રતાની અદાવતમાં પતિ સહિત ચાર શખસે યુવક પર હુમલો કર્યો હતો. આ અંગે યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે બે આરોપીની ધરપકડ કરી અને એક આરોપી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું છે. પત્ની સાથે મિત્રતા હોવાથી પતિ શખસો સાથે પહોંચ્યો જમાલપુરના નવા ડુંગરપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય યાસર મહંમદહનીફ લેલી કારખાનું ચલાવે છે. થોડા સમય પહેલા યાસરને તેના ઘરની સામે રહેતી મહિલા સાથે મિત્રતા હતી. જેની જાણ પરિવારને થતા 15 દિવસ પહેલા બન્ને પરિવારો વચ્ચે ઝઘડો થયો હતો. જો કે સમાજના આગેવાન દ્વારા સમજાવટથી તે સમયે સમાધાન થઈ ગયું હતું. પરંતુ આ અદાવત રાખીને મહિલાના પતિ અને એક સગીત સહિત ચાર શખસ યાસરના કારખાને કપડામાં દંડા સંતાડીને પહોંચ્યા હતા. કારખાનામાંથી બહાર કાઢી ધોકાથી તૂટી પડ્યા આ સમયે કારખાનામાં યાસર અને તેનો મિત્ર યાસીનભાઈ હાજર હતા. ત્યારે આ મહિલાના પતિ મોઈન સહિત ચારેય લોકો યાસર પર લાકડાના દંડાથી તૂટી પડ્યા હતા. યાસરને કારખાનાની બહાર લાવીને દંડાથી ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમ અઢી મિનિટ સુધી ચાલ્યો હતો. જેમાં યાસરને પગ, માથા અને શરીરને કેટલાક ભાગ પર દંડા મારવામાં આવ્યા હતા. જે સમગ્ર મારામારી સીસીટીવીમાં પણ કેદ થઈ હતી. યાસર લોહીલુહાણ હાલતમાં નીચે પછડાયો હતો હુમલામાં મોઈનભાઈએ યાસરને માથાના ભાગે લાકડાના દંડાના ફટકા મારી દેતા યાસર લોહીલુહાણ હાલતમાં નીચે પછડાયો હતો. ત્યારબાદ હુમલાખોરોએ તને હજુ ઘરે આવીને મારીશું તેવી ધમકી આપી હતી. મારામારી સમયે બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા જેના કારણે આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે ઈજાગ્રસ્ત યાસરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે યાસરે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં મોઇન ( મહિલાનો પતિ) અને ત્રણ અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાવી હતી. બે આરોપીની ધરપકડ, એક હોસ્પિટલમાં દાખલ આ અંગે દાણીલીમડા પીઆઈ સી.ટી.દેસાઈએ જણાવ્યું કે, આરોપીઓ જમાલપુર રહે છે ત્યાં ફરિયાદી યાસરની સામે મોઈનની પત્ની રહે છે. તેની સાથે યાસરની મિત્રતા થઈ હતી. જેથી બંને પક્ષો વચ્ચે ઝઘડો ચાલતો હતો. જેની અદાવત રાખીને તેના મિત્ર જાબિર ઈલિયાસ ગાસલેટવાળા, એક સગીર અને એક શખ્સ સાથે મળીને હુમલો કર્યો હતો. જેમાં મહિલાના પતિ મોઈન અને અન્ય એક ઈલિયાસની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપીને પગમાં વાગ્યું હોવાથી સારવાર હેઠળ છે. તેમજ સગીરની પણ અટકાયત કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 2 કરોડના લક્ઝુરિયસ 4BHK ફ્લેટમાં આગ:10મા માળે ACમાં શોર્ટસર્કિટથી ભડકો, માતા-પુત્રનો બચાવ; ₹50 લાખનું નુકસાન, બિલ્ડિંગના ફાયર સેફ્ટી સાધનો એક્સપાયર મળ્યા
    Next Article
    ભારત સામે એશિયાડની ફાઇનલ હાર્યા બાદ પાકિસ્તાની બેટરે કહ્યું:હસન નવાઝ બોલ્યો- હારનું દુઃખ હજુ પણ છે; અમે નાની ભૂલોની કિંમત ચૂકવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment