Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ઓરલ હેલ્થ ડે:સિવિલની ડેન્ટલ હૉસ્પિટલમાં 2 વર્ષમાં 430 દર્દીમાં ઓરલ કેન્સરનું નિદાન થયું

    1 week ago

    વિશ્વમાં 20 માર્ચને ‘વર્લ્ડ ઓરલ હેલ્થ ડે’ તરીકે મનાવાય છે ત્યારે સિવિલ હૉસ્પિટલની ડેન્ટલ કૉલેજ અને હૉસ્પિટલ દ્વારા 2 વર્ષમાં 5640 દર્દીની તપાસમાં 3942 પુરુષ અને 1698 મહિલામાં પ્રી-કેન્સર તેમજ 2 વર્ષમાં 5640 દર્દીની તપાસમાં 430 દર્દીમાં ઓરલ કેન્સરનું નિદાન થયું છે જ્યારે 3942 પુરુષ અને 1698 મહિલામાં પ્રી-મેલિગ્નન્ટ એટલે કે કેન્સરનાં પૂર્વ લક્ષણોની ઓળખનું નિદાન થયું હતું. કોલેજના ડીન ડૉ. રૂપલબહેન શાહ જણાવે છે કે વર્ષ 2024 અને 2025માં 354 પુરુષ અને 76 મહિલા મળીને કુલ 430 દર્દીમાં ઓરલ કેન્સરનું નિદાન થયું હતું જ્યારે 3942 પુરુષ અને 1698 મહિલામાં કેન્સર પહેલાનાં લક્ષણો જોવા મળ્યાં હતાં. વર્ષ 2025માં ગુજરાત ડેન્ટલ કોલેજ એન્ડ હૉસ્પિટલ દ્વારા હાથ ધરાયેલી વિશેષ પહેલ હેઠળ કુલ 12,915 લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું, જેમાંથી 3,023 લોકોમાં પ્રી-મેલિગ્નન્ટ એટલે કે કેન્સર પૂર્વ લક્ષણોની ઓળખ કરવામાં આવી હતી. વર્ષ 2024માં આ આંકડો 2,617 હતો, જેની સરખામણીએ નોંધપાત્ર વધારો નોંધાયો છે. આરોગ્ય નિષ્ણાંતોના મતે, શરૂઆતના તબક્કામાં આ રોગની ઓળખ થઈ જવાથી દર્દીઓને સમયસર સારવાર મળી રહે છે અને ગંભીર સર્જરી સુધી પહોંચતી સ્થિતિઓમાં ઘટાડો થાય છે. રાજ્યમાં ઓરલ હેલ્થ અંગે જાગૃતિ વધારવા માટે ‘વર્લ્ડ ઓરલ હેલ્થ મંથ’ દરમિયાન 33 જિલ્લાઓમાં 282 ડેન્ટિસ્ટ દ્વારા મિશન મોડ અભિયાન હાથ ધરાયું હતું. આ દરમિયાન 265 હેલ્થ ટોક, 2 વોકથોન અને 94 સ્થળોએ તમાકુ નિષેધ પ્રતિજ્ઞા કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી તકે કેન્સરની ઓળખ થાય તે માટે આશા કાર્યકર્તાઓને ખાસ તાલીમ આપવામાં આવી હતી. ઉપરાંત જીડીસીએની નિયમિત ઓપીડી સેવાઓનો વ્યાપ વધ્યો છે. 2025માં 2.24 લાખથી વધુ દર્દીએ ડેન્ટલ ઓપીડી સેવાઓનો લાભ લીધો હતો, જ્યારે 2026ના શરૂઆતના બે મહિનામાં જ 35 હજારથી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા છે. સંસ્થા દ્વારા મોબાઇલ ડેન્ટલ ટીમ અને 45 આઉટરીચ કેમ્પ મારફતે જેલના કેદીઓ, સગર્ભા મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ બાળકો સહિત 4,980થી વધુ લાભાર્થીઓની ઓરલ હેલ્થ તપાસ પણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    વિશ્વ ચકલી દિવસ:વાલોડના પરિવારનો જીવદયા યજ્ઞ, આજે વિશ્વ ચકલી દિવસે 1111 માળા અને કુંડાનું વિતરણ
    Next Article
    ધરપકડ:બિહારથી ટ્રેન મારફતે લવાયેલો 6 કિલો ગાંજા સાથે 2 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment