Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીરજાપુરથી સૌરાષ્ટ્ર કનેક્ટેડ ગેરકાયદેસર હથિયાર રેકેટનો પર્દાફાશ:રાજકોટમાં વેનીલા કેફેના સંચાલક સહિત 6 આરોપીની 2 દેશી પિસ્તોલ સાથે ધરપકડ

    14 घंटे पहले

    રાજકોટમાં ગેરકાયદેસર હથિયાર સાથે ફાયરિંગ કરી નજીવી બાબતે યુવાનની ગોળી મારી થયેલી હત્યાની ઘટના બાદ પોલીસ તંત્ર જાગ્યું છે અને ગેરકાયદેસર હથિયારો ધારણ કરી ફરનારાની ધરપકડ કરી રહ્યું છે ત્યારે મીરજાપુરથી સૌરાષ્ટ્ર કનેક્ટેડ ગેરકાયદેસર હથિયાર રેકેટનો પર્દાફાશ થયો છે. ન્યારી ડેમ પર વેનીલા કેફેના સંચાલક સહિત 6 આરોપીની 2 દેશી પિસ્તોલ સાથે ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પીસીબીએ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના મીરજાપુરથી સૌરાષ્ટ્ર સુધી ચાલતા ગેરકાયદેસર હથિયાર સપ્લાય રેકેટનો પર્દાફાશ કરતાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી છે. અગાઉ પાંચ આરોપીઓ પાસેથી 16 દેશી બનાવટના હથિયારો, 30 જીવતા કારતૂસ અને રૂ.2.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યા બાદ રિમાન્ડ દરમિયાન ચોટીલાના પ્રદીપ કરપડાએ વડવાજડીના સંદીપસિંહ પ્રભાતસિંહ પરમારને બે હથિયારો વેચ્યાની કબૂલાત આપી હતી.આ માહિતીના આધારે પીસીબીએ ન્યારી ડેમ રોડ પર આવેલા વેનીલા કેફેના સંચાલક સંદીપસિંહ પરમારની ધરપકડ કરી તેની પાસેથી બે દેશી બનાવટના હથિયારો કબ્જે કર્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ સંદીપસિંહે રોફ જમાવવા માટે પ્રતિ હથિયાર આશરે રૂ.1 લાખના ભાવે બંને હથિયારો ખરીદ્યાની કબૂલાત આપી છે.તપાસમાં ખુલ્યું છે કે મધ્યપ્રદેશનો સકીલ સાદીક મન્સુરી ચોટીલાના દર્શન રોજાસરા મારફતે હથિયારોનું નેટવર્ક ચલાવતો હતો. મધ્યપ્રદેશમાં આશરે રૂ.10 હજારના ભાવે મળતા હથિયારો ગુજરાતમાં રૂ.50 હજારથી લઈને વધુ કિંમતે વેચાતા હતા. હાલ પીસીબીની ટીમ સૌરાષ્ટ્રમાં અન્ય કોને હથિયારો સપ્લાય કરાયા છે તેની તપાસમાં લાગી છે. બેડીપરામાં વાહન દૂર ચલાવવાનું કહેતા પ્રૌઢ દંપતી પર હૂમલો ભાવનગર રોડ પર બેડીપરા શ્રમજીવી સોસાયટીમાં વાહન થોડે દૂરથી ચલાવવાનું કહેતા પ્રૌઢ ગેરેજ સંચાલક હિતેશ ધનવાડિયાને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. જે બાદ વચ્ચે પડેલી પ્રૌઢની પત્ની ભાવનાબેનને પણ ધોકા વડે ફટકારવામાં આવી હતી. સમગ્ર મામલે થોરાળા પોલીસ મથકે બેલડી વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. બનાવ અંગે ભાવનગર રોડ પર રાવણ ચોક નજીક બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરી નં.-3 માં રહેતા 53 વર્ષીય ગેરેજ સંચાલક હિતેશભાઈ દેવજીભાઈ ધનવાડીયાએ આરોપી તરીકે અદિત ધૂળધોયા અને વિજય ધૂળધોયા સામે ફરિયાદ નોંધાવી છે. બાઈક અથડાયા જેવી સામાન્ય બાબતે યુવાનને પાઇપના ઘા મારવામાં આવ્યા રાજકોટમાં વાહન અથડાવવા જેવી સામાન્ય બાબતમાં મારામારીની ઘટના સામે આવી છે. મુકેશભાઈ ધાનાણી (ઉં.વ. 42) એ આજીડેમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, હું બોલેરો પીકઅપનું ડ્રાઇવિંગ કામ કરું છું. ગઈકાલે 13 જુલાઈના રાત્રિના આશરે 9 વાગ્યે હું મારું બાઈક મારા ઘરની સામે ઊભું રાખી અને ઉભો હતો ત્યારે ત્યાં રામ તેનું બાઈક લઈને આવ્યો અને તેને મારા બાઈક સાથે અડાડી દેતા મેં તને કહેલ કે રામભાઈ જરાક જોઈને ચલાવો. તેમ કરતા આ રામભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો અને તેની સાથે બે માણસો લઈને આવ્યો હતો. તેના હાથમાં લોખંડના પાઇપ હોય તે ત્રણેય વ્યક્તીએ ડાબા પગમાં મારવા લાગ્યા. તે વખતે મારી પત્ની અનિતા મને છોડાવવા વચ્ચે પડતા તેને પણ એક પાઇપનો ઘા માર્યો અને મુંઢ ઇજા કરી હતી. બ્રહ્માકુમારી સેવા કેન્દ્રમાં જતી વખતે અકસ્માતમાં ઘવાયેલા વૃધ્ધનું સારવારમાં મોત બ્રહ્માકુમારી સેવા કેન્દ્રમાં જતી વખતે 150 ફૂટ રિંગ રોડ ઉમિયા ચોકમાં ક્રેટા-બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘવાયેલા વિઠ્ઠલભાઈ રૈયાણીનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, વિઠ્ઠલભાઈ નાનજીભાઈ રૈયાણી (ઉ.વ.72, રહે.150 ફૂટ રિંગ રોડ, રાજકોટ) ગત તા.3/3/26ના રોજ સાંજે 5.30 વાગ્યા આસપાસ પોતાનું બાઈક લઈને બ્રહ્માકુમારી સેવા કેન્દ્રમાં જતા હતા, ત્યારે 150 ફૂટ રિંગ રોડ પર ઉમિયા ચોકમાં રોડની સાઈડમાં ઉભેલી ક્રેટા કાર સાથે બાઈક અથડાઈ જતા અકસ્માત સર્જાતા વિઠ્ઠલભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી.તેઓ ઇજાના કારણે કોમામાં સરી પડ્યા હતા. સારવાર માટે તુરંત ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. લાંબી સારવાર બાદ ત્યાંથી આજે સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા. અહીં તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મારામારીના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો મારામારીના ગુનામાં નાસતા ફરતા પીઠડઆઈ સોસાયટીમાં રહેતા શખ્સને પેરોલ ફર્લોની ટીમે પકડી આગળની કાર્યવાહી માટે આજીડેમ પોલીસ સ્ટેશનને સોપ્યો હતો.ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પેરોલ જમ્પ તથા નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અંતર્ગત પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ એનાલીસીસના આધારે આજીડેમ પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં નાસતો ફરતો શખસ જીગ્નેશ ઉર્ફે કાળો ભગુ ધોરાળીયા(ઉં વ 20) ને શોધી તેના ઘરેથી પકડી પાડ્યો હતો.શખસને આગળની કાર્યવાહી માટે આજીડેમ પોલીસ સ્ટેશનમાં સોપ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    AMCના ઇતિહાસમાં પ્રથમ વખત કાર્યવાહી:EWS આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદેસર કબજો કરનાર સામે FIR, માલસામાન પણ જપ્ત કરી લેવાયો
    Next Article
    6 લાખ સામે 34 લાખ ચૂકવ્યા છતાં નાણાંની માંગણી:વડોદરામાં 10% વ્યાજે નાણા ધીરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યાજખોરની ધરપકડ, 3 ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment