Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6 લાખ સામે 34 લાખ ચૂકવ્યા છતાં નાણાંની માંગણી:વડોદરામાં 10% વ્યાજે નાણા ધીરીને જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યાજખોરની ધરપકડ, 3 ફરાર

    13 hours ago

    વડોદરા શહેરમાં વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસે કડક ઝુંબેશ શરૂ કરી છે, જેના ભાગરૂપે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશને મોટી સફળતા મેળવી છે. ઊંચા વ્યાજે નાણાં ધીરીને ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવવા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવાના મામલે પોલીસે ગુનો નોંધી એક મુખ્ય આરોપીની ધરપકડ કરી છે અને તેના એક દિવસના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. 6 લાખ સામે 34 લાખ ચૂકવ્યા છતાં વધુ નાણાંની માંગણી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ફરિયાદીએ વર્ષ 2018થી 2022 દરમિયાન અનિતાબેન શર્મા અને રાકેશ શર્મા નામના ઇસમો પાસેથી કટકે-કટકે 6 લાખ રૂપિયા 10 ટકાના ઊંચા વ્યાજે લીધા હતા. આ નાણાંના બદલામાં ફરિયાદીએ વર્ષ 2018થી ઓક્ટોબર 2025 સુધીમાં ઓનલાઇન તેમજ રોકડા મળીને આશરે કુલ 34 લાખ રૂપિયા ચૂકવી આપ્યા હતા. આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી આટલી માતબર રકમ ચૂકવી દીધી હોવા છતાં, આરોપી અનિતાબેન શર્મા દ્વારા વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. ફરિયાદી વધુ વ્યાજ ન ચૂકવે તો અન્ય આરોપીઓ રાકેશ શર્મા, ઉસ્માનભાઈ મેમણ અને સમીરભાઈ મન્સૂરી અવારનવાર ફરિયાદીના ઘરે જઈ ગાળો આપતા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી નાણાં કઢાવતા હતા. પોલીસે ગુનો નોંધી મુખ્ય આરોપીની ધરપકડ કરી આ ઉપરાંત, આરોપી રાકેશ શર્માએ ફરિયાદીના પતિને ધમકાવીને એક બાંહેધરી પત્રક તેમજ યુનિયન બેંકનો ચેક પણ પડાવી લીધો હતો. આ સમગ્ર મામલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે રાકેશ ઉર્ફે પપ્પુભાઇ મનોજભાઇ શર્મા (રહે. સી/504, રોયલ નંદિશ, અલંગ હાઉસ પાછળ, પાણીની ટાંકી પાસે, ગોત્રી રોડ, વડોદરા)ની ધરપકડ કરી છે. ત્રણ આરોપીઓ ફરાર ઝડપાયેલા આરોપી રાકેશ શર્માના કોર્ટમાંથી 1 દિવસના રિમાન્ડ મેળવીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓ (1) અનિતાબેન મનોજભાઈ શર્મા, (2) ઉસ્માનભાઈ મેમણ અને (3) સમીરભાઈ મન્સૂરીને પકડી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    મીરજાપુરથી સૌરાષ્ટ્ર કનેક્ટેડ ગેરકાયદેસર હથિયાર રેકેટનો પર્દાફાશ:રાજકોટમાં વેનીલા કેફેના સંચાલક સહિત 6 આરોપીની 2 દેશી પિસ્તોલ સાથે ધરપકડ
    Next Article
    Musafir Cafe Trailer: Vikrant Massey Torn Between Two Life-Changing Relationships

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment