Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ ચકલી દિવસ:વાલોડના પરિવારનો જીવદયા યજ્ઞ, આજે વિશ્વ ચકલી દિવસે 1111 માળા અને કુંડાનું વિતરણ

    1 week ago

    આધુનિકરણ અને કોંક્રિટના જંગલો વચ્ચે લુપ્ત થઈ રહેલી ઘરચકલીઓને બચાવવા વાલોડનો એક પરિવાર અનોખું અભિયાન ચલાવી રહ્યો છે. 20મી માર્ચ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે જીવદયાપ્રેમી અશ્વિનીબેન રાઠોડ અને તેમનો પરિવાર આ વર્ષે 1111 ચકલીઘર અને 1111 પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. વાલોડના અશ્વિનીબેન સતિષભાઈ રાઠોડના ઘરે સવાર પડતાની સાથે જ પક્ષીઓનો મધુર કલરવ ગુંજી ઉઠે છે. તેમના જોડિયા બાળકો, અનય અને અનન્યા, દરરોજ સવારે ચકલીઓને ચણ નાખી અને ગાયને રોટલી ખવડાવીને દિવસનો પ્રારંભ કરે છે. પરિવાર દ્વારા પક્ષીઓ પ્રત્યેના આ અસીમ સ્નેહને કારણે આજે તેમના આંગણામાં ચકલી, કબૂતર, કાબર અને કાગડા જેવા અનેક પક્ષીઓ નિર્ભય બનીને આવે છે. પિતાએ ચબૂતરા બનાવ્યા, માતા-બાળકો માળા વહેંચશે‎ આ સેવાકાયૅમાં અમર સેવા ગ્રુપનો પણ સહયોગ મળી રહ્યો છે. સતિષભાઈ રાઠોડ દ્વારા અગાઉ વાલોડ પંથકમાં પક્ષીઓ માટે ચબૂતરા પણ મુકાવવામાં આવ્યા છે. અશ્વિનીબેન રાઠોડના જણાવ્યા અનુસાર, આજના સમયમાં લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવી અનિવાર્ય છે. જો આપણે બાળપણથી જ બાળકોમાં જીવદયાના સંસ્કારોનું સિંચન કરીશું, તો જ પ્રકૃતિનું જતન શક્ય બનશે.
    Click here to Read More
    Previous Article
    25થી વધુ સ્થળે કોમ્પલેક્ષોના સાઇડ બેનરોને નુકસાન:તોફાની પવનથી મહેસાણામાં હોર્ડિંગ્સ ફાટ્યા,બે પોલ પડ્યા
    Next Article
    આજે ઓરલ હેલ્થ ડે:સિવિલની ડેન્ટલ હૉસ્પિટલમાં 2 વર્ષમાં 430 દર્દીમાં ઓરલ કેન્સરનું નિદાન થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment