Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંજણીમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું:2 કરોડથી વધુનો 401 કિલો ગાંજો જપ્ત, એક આરોપી પકડાયો, બે સામે ફરિયાદ

    17 hours ago

    સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના આંજણી ગામે કપાસની આડમાં ગાંજાનું ગેરકાયદેસર વાવેતર ઝડપાયું છે. SOG પોલીસે સ્થળ પરથી 2 કરોડ 88 હજાર 500 રૂપિયાનો 401.730 કિલો ગાંજો જપ્ત કર્યો છે. કુલ 666 ગાંજાના છોડ પણ મળ્યા છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી SOG દ્વારા સરહદી વિસ્તારોમાં પેટ્રોલિંગ કરાઈ રહ્યું હતું. SOGને બાતમી મળી હતી કે આંજણી ગામના જલેરા ફળિયામાં રહેતો શ્રવણ હાંસા ગમાર પોતાના ખેતરમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરી રહ્યો છે. બાતમીની ખરાઈ કર્યા બાદ પોલીસે ખેતરમાં તપાસ કરી હતી. તપાસમાં કપાસના વાવેતર વચ્ચેથી ગાંજાના છોડ મળ્યા. પોલીસે શ્રવણ હાંસા ગમારની અટકાયત કરી છે. આ મામલે શ્રવણ અને મણા ભોમા ગમાર સામે પોશીના પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
    Click here to Read More
    Previous Article
    માતાના મઢ યાત્રામાં 108 એમ્બ્યુલન્સ બનશે ભક્તોની સુરક્ષા ઢાલ:સામખીયારીથી નારાયણ સરોવર સુધી ખાસ વ્યવસ્થા, રસ્તામાં નિશ્ચિત અંતરે એમ્બ્યુલન્સ તૈનાત
    Next Article
    વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે પ્રવાસીઓ માટે સકરબાગ ઝૂ માં વિનામૂલ્ય:જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતે 2 થી 8 ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે ફ્રી એન્ટ્રી અપાઈ , અને વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment