Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના મચ્છુ 2 ડેમના 4 દરવાજા ખોલાયા:6 ફૂટ ખોલી 14048 ક્યુસેક પાણીની આવક જેટલી જાવક શરૂ, માળીયા-મોરબી તાલુકાના 29 ગામ એલર્ટ

    13 hours ago

    મોરબીના મચ્છુ 2 ડેમના 4 દરવાજા આજે બપોરે 12 વાગ્યે 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં 14,048 ક્યુસેક પાણીની સતત આવક સામે આ પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પગલા પહેલા મોરબી અને માળિયા તાલુકાના કુલ 29 ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. ગઈકાલ રાતથી ડેમના કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મચ્છુ 2 ડેમમાં પાણીની આવક સતત વધી રહી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સિંચાઈ વિભાગ દ્વારા ડેમના દરવાજા ખોલવાનો નિર્ણય લેવાયો હતો. 14,048 ક્યુસેક આવક સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ, હાલમાં ડેમમાં 14,048 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે. પાણીની આ આવકને નિયંત્રિત કરવા અને નદીમાં પાણી છોડવા માટે 4 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. નદીના પટમાં ન જવા અપીલ ડેમના દરવાજા ખોલતા પહેલા મોરબી અને માળિયા તાલુકાના 29 ગામોને સાવચેત કરવામાં આવ્યા હતા. લોકોને મચ્છુ નદીના પટવિસ્તારમાં અવરજવર ન કરવા અને માલધારીઓને તેમના પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે અપીલ કરવામાં આવી છે. પહેલા વરસાદે પણ મચ્છુ2 ડેમ ઓવરફ્લો થયો હતો ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં પ્રથમ વરસાદમાં જ મચ્છુ 2 ડેમ ઓવરફ્લો થયો હતો. ત્યારે ડેમમાં માત્ર 40 ટકા જળ જથ્થો હતો, જે એક જ દિવસમાં 60 ટકા વધીને ડેમ છલકાયો હતો. તે સમયે પણ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ પાણીની આવક ઘટતા દરવાજા બંધ કરાયા હતા.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું- પહેલા એરપોર્ટના નામ એક જ પરિવાર પર હતા:અમે પરંપરા બદલી; આંધ્ર પ્રદેશમાં ભોગાપુરમ એરપોર્ટ સહિત 18000 કરોડના પ્રોજેક્ટ્સ શરૂ
    Next Article
    સુરેન્દ્રનગરનો નાયકા ડેમ છલકાયો:ઉપરવાસમાં ભારે વરસાદથી 22,666 ક્યુસેક પાણીની આવક, 10 દરવાજા ખોલાયા; નીચાણવાળા ગામોને એલર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment