Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરનો નાયકા ડેમ છલકાયો:ઉપરવાસમાં ભારે વરસાદથી 22,666 ક્યુસેક પાણીની આવક, 10 દરવાજા ખોલાયા; નીચાણવાળા ગામોને એલર્ટ

    14 hours ago

    સુરેન્દ્રનગર: ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સુરેન્દ્રનગરના નાયકા ડેમમાં પાણીની ભારે આવક નોંધાઈ છે. ડેમમાં 22,666 ક્યુસેક નવી આવક થતાં તેના 10 દરવાજા 1.82 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાંથી 20,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વહીવટી તંત્ર દ્વારા ડેમના નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોના લોકોને સાવચેત અને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, ચોટીલા તાલુકામાં જાંબુરી નદી પર આવેલો ત્રિવેણી ઠાંગા ડેમ હાલ 70 ટકા ભરાઈ ગયો છે. આ ડેમમાં હાલ 122 ક્યુસેક પાણીની આવક ચાલુ છે. વહીવટી તંત્ર દ્વારા આ ડેમની પરિસ્થિતિ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે. ત્રિવેણી ઠાંગા ડેમના નીચાણવાસમાં આવેલા ડાક વડલા, રામપરા, ખાટડી, શેખલીયા, લામાંકોટડી, મેવાસા અને ભારવણ ગામોના રહેવાસીઓને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. લોકોને નદીના પટમાં જવાનું ટાળવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરાઈ છે. પરિસ્થિતિમાં કોઈપણ ફેરફાર થશે તો તાત્કાલિક જાણ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીના મચ્છુ 2 ડેમના 4 દરવાજા ખોલાયા:6 ફૂટ ખોલી 14048 ક્યુસેક પાણીની આવક જેટલી જાવક શરૂ, માળીયા-મોરબી તાલુકાના 29 ગામ એલર્ટ
    Next Article
    Delhi 'Lakshmi Yojana' Portal Goes Live, 1,083 Women Register By Noon

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment