Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીએ કહ્યું- પહેલા એરપોર્ટના નામ એક જ પરિવાર પર હતા:અમે પરંપરા બદલી; આંધ્ર પ્રદેશમાં ભોગાપુરમ એરપોર્ટ સહિત 18000 કરોડના પ્રોજેક્ટ્સ શરૂ

    16 hours ago

    પીએમ નરેન્દ્ર મોદી શનિવારે આંધ્ર પ્રદેશ અને કર્ણાટકના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમમાં અલ્લુરી સીતારામ રાજુ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું. 5,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલું આ અત્યાધુનિક ગ્રીનફિલ્ડ એરપોર્ટ, હવાઈ કનેક્ટિવિટીને મજબૂત કરશે અને પ્રાદેશિક વિકાસને પણ વેગ આપશે. મોદીએ કહ્યું- આજનો દિવસ આંધ્ર પ્રદેશના વિકાસ માટે સુવર્ણ આંધ્રના વિઝન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મને આજે ખૂબ જ શુભ અવસર પર, એક શુભ મહિનામાં ઉત્તર આંધ્રની આ પવિત્ર ભૂમિ પર આવવાનું સૌભાગ્ય મળ્યું છે. હું સૌથી પહેલા ભગવાન શ્રી વરાહલક્ષ્મીનરસિંહ સ્વામીના ચરણોમાં પ્રણામ કરું છું. હું શ્રી કુર્મનાથસ્વામી અને માતા પૌંડિતલ્લી અમ્મવારુને નમન કરું છું. પીએમ મોદી સવારે 11 વાગ્યે દિલ્હીથી અમરાવતી પહોંચ્યા. અહીં તેમણે રોડ શો કર્યો. બાદમાં ટર્મિનલ ભવનનું ઉદ્ઘાટન કર્યું. તેની ડિઝાઇન ચુટ્ટિલુ કોટેજથી પ્રેરિત છે. પીએમએ કહ્યું કે પહેલા એરપોર્ટના નામ એક જ પરિવારના નામ પર હતા. અમે આ પરંપરા બદલી. અમે અયોધ્યામાં એરપોર્ટનું નામ વાલ્મીકિના નામ સાથે જોડ્યું. પંજાબમાં એરપોર્ટનું નામ સંત રવિદાસજીના નામ પર રાખ્યું, અને આ એરપોર્ટનું નામ શ્રી અલ્લુરી સીતારામ રાજુના નામ પર રાખ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આંધ્ર પ્રદેશમાં ભોગપુરમ એરપોર્ટ સહિત 18000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. વિજયનગરમ જિલ્લાના ભોગાપુરમમાં બનેલું અલ્લુરી સીતારામ રાજુ એરપોર્ટ લગભગ 5,000 કરોડ રૂપિયાના ખર્ચે બન્યું છે. આ પછી બપોરે 3:30 વાગ્યે, વડાપ્રધાન મૈસુરુમાં શ્રી રામકૃષ્ણ આશ્રમમાં સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક યુવા કેન્દ્ર-વિવેક સ્મારકનું ઉદ્ઘાટન કરશે. પહેલા ભોગાપુરમ એરપોર્ટની 4 તસવીરો જુઓ… આદિવાસી ઢિમસા ડાન્સથી સ્વાગત કર્યુ એરપોર્ટની સુવિધાઓ જોયા પછી વડાપ્રધાન સવારે 11:30 વાગ્યે ખુલ્લી ગાડીમાં જનસભા સ્થળ સુધી ગયા. ત્યાં 13,500થી વધુ આદિવાસી મહિલાઓ અને વિદ્યાર્થીઓ ઢિમસા નૃત્ય સાથે તેમનું સ્વાગત કર્યું. આ ઉપરાંત, પીએમ મોદી 18,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને લોકાર્પણ પણ કર્યુ. આમાં પેટ્રોલિયમ અને માર્ગ પરિવહન મંત્રાલયની પરિયોજનાઓ સામેલ છે. વડાપ્રધાનની મુલાકાત અંગેના અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ...
    Click here to Read More
    Previous Article
    कांवड़ यात्रा 2026: 11 अगस्त तक दिल्ली में भूलकर भी न लें ये रास्ते! निकलने से पहले जरूर पढ़ें पुलिस की ये Traffic Advisory
    Next Article
    મોરબીના મચ્છુ 2 ડેમના 4 દરવાજા ખોલાયા:6 ફૂટ ખોલી 14048 ક્યુસેક પાણીની આવક જેટલી જાવક શરૂ, માળીયા-મોરબી તાલુકાના 29 ગામ એલર્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment