Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક:જિલ્લામાં 2 માનવ, 4 પશુ મૃત્યુના બનાવો, 6 રોડ હજુ પણ બંધ; રાજુલા-જાફરાબાદમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા સૂચના અપાઈ

    4 days ago

    અમરેલી જિલ્લામાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે જિલ્લા સેવા સદન ખાતે એક વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા જિલ્લા પ્રભારી અને કૃષિમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. બેઠકમાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્યો જે.વી. કાકડીયા, હિરા સોલંકી, મહેશ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા અને જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં જ્યાં પણ વીજ પુરવઠો ખોરવાયો છે, ત્યાં ઝડપથી વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર છેલ્લા ત્રણ દિવસથી વરસાદની સ્થિતિને પગલે સતત એલર્ટ રહીને કામગીરી કરી રહ્યું છે. ધારી, ચલાલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને લીલીયા જેવા વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે પાણી ભરાવાની સ્થિતિમાં અત્યાર સુધીમાં લીલીયા તાલુકાના બવાડી ગામે ફસાયેલા 7 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, ધારીના મીઠાપુર, ડુંગરી, ચલાલામાં ફસાયેલા 10 લોકો અને કથીવદર મુકામે ફસાયેલા 12 લોકોને પણ સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એન.ડી.આર.એફ. અને ફાયર વિભાગ દ્વારા સતત બચાવ કામગીરી ચાલી રહી છે. વરસાદને કારણે જિલ્લામાં અત્યાર સુધીમાં 2 માનવ મૃત્યુ અને 4 પશુ મૃત્યુના બનાવો બન્યા છે. કુલ 12 કાચા મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે. જળસિંચન વિભાગ હેઠળની કુલ 10 સિંચાઈ યોજનાઓ અને ડેમ સલામત સ્થિતિમાં છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓની મરામત માટે કુલ 10 ટીમો સતત કાર્યરત છે. વરસાદની સ્થિતિના પગલે માર્ગ અને મકાન રાજ્ય હસ્તકના કુલ 12 રોડ બંધ થયા હતા. જેમાંથી હાલ ઓવરટેપિંગના કારણે ચાંચ-ખેરા-પટવા-સમઢિયાળા એક જ રોડ બંધ છે. ઉપરાંત તા. 6 જુલાઈના રોજ પડેલ વરસાદના કારણે કુલ 5 રસ્તા બંધ થયેલ હતા. જેમાંથી 2 રોડ પૂર્વવત શરૂ થયા છે. આજની સ્થિતિએ હવે કુલ 6 રોડ બંધ છે. જેમા કાતર કોટડી અગરિયા રોડ, ચાંચ-ખેરા-પટવા-સમઢિયાળા, ચલાલા-ગરમલી-ચરખા રોડ, બાબરા-દરેડ-નાની કુંડળ રોડ, સેલના ફિફાદ-લુવારા-શેત્રુંજી બ્રિજ, લાઠી-લીલીયા રોડ બંધ છે. ઉપરાંત વરસાદના કારણે નુકશાન થયેલા રોડ-રસ્તાની મરામતની કામગીરી પૂરજોશમાં શરૂ છે. હાલ કુલ 10 ટીમ વિવિધ તાલુકામાં સતત કાર્યરત છે અને કામગીરી આગળ ધપી રહી છે. વરસાદની સ્થિતિના પગલે માર્ગ અને મકાન પંચાયત હસ્તકના વિવિધ રોડ રસ્તા જે બંધ થયા છે તેને પૂર્વવત કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સાથે મરામત યોગ્ય રસ્તાઓની મરામતની કામગીરી પણ ઝડપભેર કરવામાં આવશે. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, સમગ્ર જિલ્લામાં વરસાદની સ્થિતિના પગલે ક્ષતિગ્રસ્ત માર્ગોનું મરામત કાર્ય ઝડપથી થાય તે બાબતે સંકલન સાથે કામગીરી કરવામાં આવે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે. ઉપરાંત લોકોને ઓછામાં ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડે તે પ્રકારે મદદ કરવાની ભાવના સાથે આપત્તિ વ્યવસ્થાપન પ્રક્રિયા આગળ વધારવામાં આવે. મંત્રીએ સમગ્ર જિલ્લાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને દરેક બાબતે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું કે, રાજુલા-જાફરાબાદ સહિતના વિસ્તારોમાં જ્યાં પણ વરસાદના કારણે વીજપોલ ધરાશાયી થયા છે તેને ત્વરાએ પુન: કાર્યરત કરીને વીજ પુરવઠો જલ્દીથી પૂર્વવત કરવામાં આવશે. અમરેલી જિલ્લામાં જળસિંચન વિભાગ હેઠળ કુલ 10 સિંચાઈ યોજનાઓ-ડેમ કાર્યરત છે. જેમાં વરસાદના કારણે પાણીની આવક વધતા ડેમનું રૂલ લેવલ, ઓવરફ્લો સહિતની સૂચનાઓ ત્વરિત પાસ કરવામાં આવી હતી અને અસરગ્રસ્ત ગામોને પણ અગાઉથી જ સચેત કરવામાં આવ્યા હતા. સાથે તમામ ડેમ સાઈટ ઉપર રાઉન્ડ ધ ક્લોક મોનિટરિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે. હાલમાં આજની સ્થિતિએ ધાતરવડી -1 ડેમ 2.5 ફૂટ ઓવરફ્લો, ખોડીયાર - 2 દરવાજા 0.5 ફૂટ, ઠેબી 6 દરવાજા 3 ફૂટ, રાયડી 1 દરવાજો 1 ઈંચ, સુરજવડી 1 ફૂટ ઓવરફ્લો, ધાતરવડી-2 10 દરવાજા 2 ફૂટ સુધી ખુલ્લા છે. સિંચાઈ યોજના-ડેમના રૂલ લેવલ જાળવવામાં માટેની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં તમામ ડેમ સલામત છે.
    Click here to Read More
    Previous Article
    સુરત બેટમાં ફેરવાયું, બાળકી-મહિલાનું મોત:ખાડીના જળસ્તરમાં વધારો, બોટથી લોકોનું રેસ્ક્યૂ શરૂ; ભાવનગરના શેત્રુંજી ડેમ તમામ દરવાજા બે ફૂટ ખોલાયા
    Next Article
    માંગરોળ અતિવૃષ્ટિ તારાજી વચ્ચે કોંગ્રેસનું મામલતદારને આવેદનપત્ર:40 ઇંચથી વધુ વરસાદથી ભયંકર તબાહી, ઘરોમાં પાંચ-પાંચ ફૂટ પાણી ભરાયા, ખેતરો ધોવાયા; તાત્કાલિક સર્વે અને કેશડોલ ચૂકવવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment