Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત બેટમાં ફેરવાયું, બાળકી-મહિલાનું મોત:ખાડીના જળસ્તરમાં વધારો, બોટથી લોકોનું રેસ્ક્યૂ શરૂ; ભાવનગરના શેત્રુંજી ડેમ તમામ દરવાજા બે ફૂટ ખોલાયા

    4 days ago

    સુરતમાં સવારથી ધોધમાર વરસતા વરસાદે તારીજી સર્જી છે. શહેર પાણીમાં ડૂબ્યું હોય તેવા દૃશ્યો સામે આવી રહ્યાં છે. બીજી કરફ બે લોકોના મોત થયા છે, જેમાં બાળકીનું કરંટ લાગતા અને મહિલાનું વીજળી પડતા મોત નીપજ્યું છે. સહારા દરવાજા ગરનાળામાં મુસાફર ભરેલી એસટી બસ ફસાઈ હતી, જોકે તમામ મુસાફરો સુરક્ષિત છે. અતિભારે વરસાદની આગાહીને પગલે સુરત મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારની તમામ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ આંગણવાડીઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખી સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે. સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતના કામરેજમાં 6.18 ઇંચ ખાબકતા જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. ભાવનગરના શેત્રુંજી ડેમમાં ધસમસતી પાણીની આવક થતાં તમામ 59 દરવાજા ફૂટ છ ઈંચ ખોલવામાં આવ્યા છે. ગુજરાત પર એક સાથે પાંચ શક્તિશાળી હવામાન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આજે (7 જુલાઈ) પણ 5 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’, જ્યારે અન્ય 3 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે આશ્ચર્યજનક રીતે, 7 જુલાઈ આવી ગઈ હોવા છતાં રાજ્યના 8 તાલુકા એવા છે, જ્યાં હજી સુધી મોસમનો એક પણ વરસાદ પડ્યો નથી, જેમાં 6 તાલુકા એકલા કચ્છ જિલ્લાના છે. નવસારીમાં અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ, SDRFની ટીમ તૈનાત નવસારી જિલ્લામાં રેડ એલર્ટની આગાહી વચ્ચે વહેલી સવારથી સરેરાશ 2.7 ઈંચ (70 mm) વરસાદ ખાબક્યો છે અને આજે ભારે વરસાદની સંભાવના છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે કલેક્ટરે તમામ નાના-મોટા અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા કડક આદેશ આપ્યા છે અને પૂર્ણા, અંબિકા તેમજ કાવેરી નદીઓના જળસ્તર પર 24 કલાક મોનિટરિંગ શરૂ કરાયું છે. કોઈપણ ઈમરજન્સી માટે SDRFની ટીમ તૈનાત કરી દેવાઈ છે અને NDRF સાથે સતત સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો 25% એટલે કે 23 ઈંચ વરસાદ વરસી ચૂક્યો હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા ખાસ અપીલ કરવામાં આવી છે. એસટી બસ ફસાઈ, મુસાફરોના સુરક્ષિત બહાર કઢાયા સુરતના સહારા દરવાજા ગરનાળામાં એસટી બસ ફસાઈ હતી. જોકે તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આટલું જ નહીં, ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે લોકો જીવના જોખમે કોંક્રિટ પિલર (થાંભલા) પર ચડીને રેલવે ટ્રેક ક્રોસ કરતા નજરે પડ્યા હતા. આ રેલવે ફાટક ગરનાળાની ઉપર આવેલું છે. ચોમાસું 2026: દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘતાંડવ, રાજ્યના 11 ડેમ હાઈ એલર્ટ પર છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 34 જિલ્લાના 225 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીમાં સૌથી વધુ 8 ઇંચથી વધુ, તેમજ પારડી, ઉમરગામ, સુરતના કામરેજ અને ભાવનગરના ઘોઘા તાલુકામાં 6-6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 07 જુલાઈ, 2026 સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 20.44 ટકા થઈ ગયો છે, જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 26.79 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 1.92 ટકા વરસાદ થયો છે. જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો, નર્મદા ડેમમાં હાલ 2.17 લાખ MCFT (આશરે 65 ટકા) પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયો 40.01 ટકા ભરાઈ ચૂક્યા છે, જેને પગલે 11 ડેમ હાઇ એલર્ટ અને 4 ડેમ એલર્ટ પર છે. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 1,528 નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર અને 134 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, તેમજ કોઈપણ કટોકટીને પહોંચી વળવા માટે NDRF અને SDRFની કુલ 36 ટીમો વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરી દેવાઈ છે. મુંબઈમાં ટ્રેક પર પાણી ભરાતાં ગુજરાતથી જતી પોરબંદર, વેરાવળ અને ભાવનગર એક્સપ્રેસ સહિતની ટ્રેનો રદ પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝનમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે વસઈ રોડ, નાલાસોપારા અને વિરાર સેક્શનમાં રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે, જેને પગલે ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. મુસાફરોની સુરક્ષા અને ઓપરેશનલ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રેલવે પ્રશાસન દ્વારા ગુજરાતથી મુંબઈ તરફ જતી કેટલીક મહત્વની ટ્રેનોને રદ કરવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનોના રૂટ ડાયવર્ટ (માર્ગ પરિવર્તન) કરવામાં આવ્યા છે. રદ કરાયેલી ટ્રેનો
    Click here to Read More
    Previous Article
    આ વખતે યુરોપ નહીં, એશિયા બન્યું ભારતીયોની પસંદ:થાઈલેન્ડ-વિયેતનામ-જાપાનની બુકિંગ વધી, યુરોપની મોંઘી ફ્લાઈટ્સથી બદલાયો ટ્રાવેલ ટ્રેન્ડ
    Next Article
    અમરેલીમાં વરસાદની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક:જિલ્લામાં 2 માનવ, 4 પશુ મૃત્યુના બનાવો, 6 રોડ હજુ પણ બંધ; રાજુલા-જાફરાબાદમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા સૂચના અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment